Home /News /tech /

તમારો કયો ડેટા ગૂગલે કર્યો છે સ્ટોર, જાણો આ રીતે

તમારો કયો ડેટા ગૂગલે કર્યો છે સ્ટોર, જાણો આ રીતે

    ફેસબુક ડેટા વિવાદમાં ઘેરાયેલો છે. પહેલા આપણે જોયું કે ફેસબુક તમારા અંગે જે જાણે છે તે કઈ રીતે ડાઉનલોડ કરી શકે છે. હવે આજે જોઈએ ગૂગલ પણ તમારા માટે ખતરો છે. તે પણ તમારો ડેટા ભેગો કરે છે. આજે આપણે એ પ્રોસેસ જોઈએ જેના દ્વારા ગૂગલે તમારા ડાઉનલોડ કરેલો ડેટા જોઈ શકશો.

    તમે કયો વીડિયો જોયો અને કયું ડ્રિંક પીધું ગૂગલ બધું જ જાણે છે
    ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જિન છે. મોટાભાગે દરેક જણ જીમેલનો ઉપયોગ કરે છે. ગૂગલ તમારા લોકેશનથી લઈને તમારું નામ, જેંડર, બર્થ ડેટ બધું જ જાણે છે. તમને કેવા પ્રકારની વેબસાઈટ સર્ચ કરો છો અને તમને શું ગમે છે તે બધુ જ જાણે છે. યૂટ્યુબ પર કયો વીડિયો જોયો અને તમે શું સર્ચ કરો છો તે બધું જ તે જાણે છે.

    જો તમે વર્ષોથી ગૂગલ વાપરી રહ્યાં છે તો તેની પાસે તમારી ઘણી ડિટેઈલ્સ હશે. તો આપણે જાણીએ તો કઈ રીતે ડેટા ગૂગલમાંથી ડાઉનલોડ કરે છે.

    સ્ટેપ 1: google.com/takeout માં જાઓ. ત્યાં તમને તમારો બધો જ ડેટા મળશે.

    બ્લોગરથી લઈને ગૂગલ ડ્રાઈવ અને યુટ્યુબ દરેક ડેટા કરી શકો છો ડાઉનલોડ
    google.com/takeoutમાં જઈને ગૂગલ ડ્રાઈવમાં પડેલ તમારા ડોક્યુમેન્ટસથી લઈને યુટ્યુબમાં તમે શું જોયું તે થોડી જ સેકન્ડોમાં ડાઉનલોડ કરી શકો છો. તમે શું બુકમાર્ક કરેલું છે. તમારી કઈ કઈ તસવીરો છે. તમારી એક્ટિવીટી અને લોકેશન બધું જ ડાઉનલોડ થઈ શકો છો.

    સ્ટેપ 2: google.com/takeoutમાં જઈને નેકસ્ટ બટન પર ક્લિક કરો.
    સ્ટેપ 3: જે પછી CREATE ARCHIVE પર ક્લિક કરો.
    સ્ટેપ 4: આ રીતે તમારો બધો જ ડેટા આવી જશે.

    જો તમારે ગૂગલ પાસેથી તમારો બધો જ ડેટા ડાઉનલોડ કરવો છે તો આ પ્રોસેસમાં થોડા કલાકો લાગી શકે છે. એટલે તમારે જોવો હોય તે જ ડેટા ડાઉનલોડ કરો. તમારો બધો જ ડેટા તમારા મેઈલમાં આવશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Google privacy, ગૂગલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन