Home /News /tech /ચપટી વગાડતા જ WhatsAppથી ડાઉનલોડ કરો તમારું COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ, અહીં જાણો પ્રોસેસ

ચપટી વગાડતા જ WhatsAppથી ડાઉનલોડ કરો તમારું COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ, અહીં જાણો પ્રોસેસ

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (Coronavirus) સામે લડવા માટે સમગ્ર દેશમાં કોરોના રસી (COVID-19 Vaccine) લગાવવામાં આવી રહી છે. રસી લગાવડાવ્યા બાદ લોકોને રસીનું પ્રમાણપત્ર પણ મળી રહ્યું છે.

નવી દિલ્લી:  કોરોના વાયરસ (Coronavirus) સામે લડવા માટે સમગ્ર દેશમાં કોરોના રસી (COVID-19 Vaccine) લગાવવામાં આવી રહી છે. રસી લગાવડાવ્યા બાદ લોકોને રસીનું પ્રમાણપત્ર પણ મળી રહ્યું છે. રસી મેળવ્યા પછી લોકો કોવિન-19 પોર્ટલ પરથી કોવિડ-19 પ્રમાણપત્ર ડાઉનલોડ કરતા હતા, પરંતુ હવે જે નાગરિકોએ કોવિડ-19ની રસી મેળવી લીધી છે, તેઓ વ્હોટ્સએપ દ્વારા થોડી જ સેકન્ડમાં પોતાનું વેક્સિનેશન સર્ટિફિકેટ મેળવી શકે છે. વ્હોટ્સએપ દ્વારા સર્ટિફિકેટ MyGov Corona Helpdesk ચેટબોટ દ્વારા આપવામાં આવી રહ્યું છે.

તેથી જો તમે પણ તમારું વેક્સિનેશન સર્ટિફિકેટ સેકન્ડમાં મેળવવા ઇચ્છતા હોવ, તો આજે અમે તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ. જેના દ્વારા કોવિડ વ્હોટ્સએપ દ્વારા વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકાય છે.

- WhatsApp દ્વારા કોવિડ-19 વેક્સીન સર્ટિફિકેટ દફાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારા ફોન +91-9013151515 નંબર સેવ કરી લો.

- હવે ત્યાર બાદ તમારું WhatsApp ઓપન કરો.





- આ નંબર પર ‘COVID Certificate’ અથવા ‘Download Certificate’લખીને સેન્ડ કરી દો.

- હવે તમારા ફોન નંબર પર 6 ડિજીટનો OTP આવશે.

- ફોનમાં આવેલા OTP નંબરને વ્હોટ્સએપ ચેટમાં સેન્ડ કરી દો.

આ પણ વાંચો: સૌથી ઓછી કિંમતમાં મળી રહ્યો છે એપલ iphone 12, ઓફરનો આજે અંતિમ દિવસ

- હવે તમારા સામે આ મોબાઈલ નંબર દ્વારા કોવીન પોર્ટલ પર રજીસ્ટર્ડ બધા જ મેમ્બર્સનું લિસ્ટ આવી જશે.

- હવે તમારે જે મેમ્બરનું વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું છે તેનો સિરિયલ નંબર અહીં ચેટમાં ટાઈપ કરી દો.

- મેસેજ સેન્ડ કરતા જ તમારી પાસે PDF ફોર્મેટમાં વેક્સિનેશન સર્ટિફિકેટ આવી જશે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો