એવા ઘણા લોકો છે, જેણે આયુષ્માન કાર્ડ બનાવી તો લીધા છે, પરંતુ તેમની પાસે કોઇ કારણોસર કાર્ડની કોપી નથી. જો તમારી પાસે પણ આયુષ્માન કાર્ડની કોપી નથી તો ચિંતા ન કરશો. કારણ કે તમે આધાર કાર્ડની મદદથી મોબાઇલમાં સરળતાથી આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. તેના માટે આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લિંક હોવા જોઇએ.
આ રીતે કરો આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ
આયુષ્માન હેલ્થ ડાઉનલોડ કરવા માટે આધાર સાથે મોબાઇલ નંબર લિંક હોવા જરૂરી છે અને આધારમાં લિંક માબોઇલ નંબર તમારી પાસે હોવા જોઇએ. એવું એટલા માટે કારણ કે આયુષ્માન હેલ્થ કાર્ડને ડાઉનલોડ કરતી સમયે જે પણ મોબાઇલ નંબર આધાર સાથે લિંક હોય છે, તેના પર એક ઓટીપી આવશે અને તે ઓટીપી પોર્ટલમાં નાંખવાનો રહેશે.
આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા https://bis.pmjay.gov.in/BIS/selfprintCard પોર્ટલ ઓપન કરો. ત્યાર બાદ તમને આધાર કાર્ડનો ઓપ્શન જોવા મળશે, હવે તેના પર ક્લિક કરો. હવે Scheme ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો. જ્યાં PMJAY સિલેક્ટ કરીને તેમાં તમારૂ રાજ્ય પસંદ કરો. ત્યાર બાદ તમે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો અને પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરો.
જનરેટ ઓટીપી પર ક્લિક કરતા જ તમારા આધાર કાર્ડ સાથે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે. હવે આ ઓટીપી દાખલ કરો. ઓટીપી દાખલ કર્યા બાદ તમે વેરિફાઇ બટન પર ક્લિક કરો. વેરિફાઇ નંબર પર ક્લિક કરતા જ તમારૂ આયુષ્માન કાર્ડ ડિસ્પ્લે થશે. ત્યાંથી તમે ઇચ્છો તો તમારા આયુષ્માન કાર્ડને ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કર્યા બાદ તેની પ્રિન્ટ આઉટ કરીને તમારી પાસે રાખી શકો છો. જ્યારે પણ તમારી તબીબી સારવારની જરૂરિયાત પડે ત્યાં આયુષ્માન કાર્ડની પ્રિન્ટ આઉટનો ઉપયોગ કરી શકો છો.
Ministry Of Health and Family Welfareએ Ayushman Health Card Download કરવાની સુવિધા તાજેતરમાં જ શરૂ કરી છે. જેના કારણે આયુષ્માન હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરતી સમયે સર્વિસ બરાબર કામ કરતી નથી. તો તમને પણ જો Invalid OTP Please try again એવી એરર આવે તો તમે થોડા દિવસો પછી ફરી આ વેબસાઇટ પર જ પ્રયાસ કરી શકો છો અને તમારું હેલ્થ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર