WhatsApp પર આ રીતે કરો ગ્રુપમાં ઓડિયો-વીડિયો ચેટ

News18 Gujarati
Updated: August 1, 2018, 1:53 PM IST
WhatsApp પર આ રીતે કરો ગ્રુપમાં ઓડિયો-વીડિયો ચેટ
WhatsApp પર આ રીતે કરો ઓડિયો-વીડિયો ચેટ

  • Share this:
WhatsAppનું ગ્રુપ કોલિંગ ફીચર મંગળવારથી દુનિયાભરના યૂઝર્સ માટે લાઇવ થઇ ગયું છે. આ એન્ડ્રોઇડ અને ios બંન્ને યૂઝર્સ માટે ઉપલ્બ્ધ છે. WhatsAppના ગ્રુપ કોલિંગ ફીચરથી તમે એકસાથે ચાર લોકોને ગ્રુપ કોલ કરી શકો છો. આ ફીચર વોઇસ અને વીડિયો બંન્નેમાં કામ કરે છે.

WhatsAppએ ગત વર્ષ ઓક્ટોબરમાં પસંદગીના યૂઝર્સ માટે આ ફીચરનું બીટા વર્ઝન આપ્યું હતું. તો જાણીએ કઇ રીતે આપ ગ્રુપ ઓડિયો અને વીડિયો કોલ કરી શકો છો.

સૌથી પહેલા Google Play Store કે Appમાંથી WhatsAppનું લેટેસ્ટ અપલોડ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનું રહેશે. WhatsAppનો ઉપયોગ કરતા સૌથી પહેલા તમારે એક એક કરીને લોકોને કોલ કરીને એડ કરવા પડશે.

આવી રીતે કરો વોયસ ગ્રુપ કોલ


1. પોતાના લોન્ચર કે હોમ સ્ક્રીન પર WhatsApp ખોલો.
2. હવે તે યૂઝરને સિલેક્ટ કરો, જેને તમારે કોલ કરવાનો છે.3. જમણી અને સૌથી ઉપર અપાયેલ વોઇસ કોલ બટન પર ટેપ કરો.
4. કોલ કનેક્ટ થાય એટલે બીજા પાર્ટિસિપન્ટ બટન પર ક્લિક કરો. આ બટન ડાબી અને સૌથી ઉપર હશે.
5. જે પછી બીજા વ્યક્તિની પસંદગી કરો કે જેને તમે વોઇસ કોલમાં એડ કરવા માંગો છો. તેને કોલ કરે અને એડ બટન પર ક્લિક કરીને જોડી લો.
6. આ રીતે તમે મહત્તમ ચાર લોકો સાથે ફોન પર વાત કરી શકો છો.

આ રીતે કરો ગ્રુપ વીડિયો કોલ


1. સૌથી પહેલા WhatsApp ખોલો.
2. જે પછી કોલ ટેબ પર જાવ અને નીચે ડાબીના ખુણામાં આપેલા ડાયલર બટન પર ક્લિક કરે.
3. તમારે જેની સાથે વીડિયો કોલ કરવો છે તેને સિલેક્ટ કરો અને વન ઓન વન વીડિયો કોલ શરૂ કરવા માટે વીડિયો બટન ક્લિક કરો.
4. જે પછી એડ પાર્ટિસિપન્ટ ઓપ્શન પર ક્લિક કરો અને જે બીજા વ્યક્તિને જોડવા માંગો છો તેની પસંદગી કર્યા પછી કોલ કરો અને એડ બટનને ક્લિક કરીને વીડિયો કોલથી જોડી લો.
5.બીજા વ્યક્તિઓને ગ્રુપ કોલમાં જોડવા માટે આ જ પ્રક્રિયા ફરીથી કરો.
First published: August 1, 2018, 1:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading