Home /News /tech /આવી રીતે WhatsApp પોતાના ફોટોનું બનાવ્યો STICKER

આવી રીતે WhatsApp પોતાના ફોટોનું બનાવ્યો STICKER

પ્રતિકાત્મક તસવીર

WhatsApp તાજેતરમાં લોન્ચ થયેલું ‘Sticker’ ફિચર ખુબ જ પોપ્યુલર થઇ રહ્યું છે.

WhatsApp તાજેતરમાં લોન્ચ થયેલું ‘Sticker’ ફિચર ખુબ જ પોપ્યુલર થઇ રહ્યું છે. કંપનીએ ગત મહિને બીટામાં રજૂ કર્યું હતું. હવે આ ફિચર એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે રોલ આઉટ કરી દીધું છે. પરંતુ અત્યારે અનેક એવા યુઝર્સ છે જેમણે સ્ટિકર અપડેટ નહીં મળ્યું હોય. તો તમે પણ એ લિસ્ટમાં છો જેમને સ્ટિકર ફિચર અપટેડ મળ્યું નથી. તો અમે તમને એક એવી રીતે જણાવીશું જેનાથી તમે પોતાના ખુદ માટે સ્ટીકર બનાવી શકશો.

આવી રીતે બનાવી શકો છો પોતાનું Sticker

તમારે પોતાનું ખુદનું સ્ટીકર બનાવવા માટે સૌથી પહેલા 'Sticker Maker for WhatsApp' એન્ડ્રોયડ એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ ગૂગલ પ્લે ઉપર ઉપલબ્ધ છે. એપ ડાઉનલોડ કર્યા પછી 'Create a new Sticker Pack' ઉપર ક્લિક કરો.

ત્યારબાદ તમારે તમારા પેકનું નામ અને લેખર નોંધાવવાનું રહેશે. નવા પેજ ઉપર તમને મીડિયા એડ કરવા માટે કહેવામાં આવશે. જોકે, ટોપ ઉપર જે આઇકોન હશે તે ટ્રે આઇકોન અથવા આઇકન હશે. ધ્યાનમાં રહે કે ટ્રે આઇકન સ્ટીકરના રૂપમાં નહીં દેખાય.

ત્યારબાદ પોતાનું સ્ટીકર બનાવવા માટે 'Add sticker' ઉપર ક્લિક કરો. ત્યારબાદ યુઝર્સ Custom Sticker ગૂગલ ફોટોઝ અથવા ગેલેરીથી ફોટો સિલેક્ટ કરી શકો છો. આ ઇમેઝ સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર બાદ તમે એને ક્રોપ પણ કરી શકશો. કંઇ ભુલ થાય તો તમે ફરીથી રીસેટકરીને ક્રોપ કરી શકો છો.
First published:

Tags: Sticker, Whats App, ટેકનોલોજી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો