કોરોનાને સરળતાથી ટ્રાન્સફર થતો અટકાવવા તમારા Gadgetsને આવી રીતે કરો સાફ

News18 Gujarati
Updated: April 13, 2020, 7:43 AM IST
કોરોનાને સરળતાથી ટ્રાન્સફર થતો અટકાવવા તમારા Gadgetsને આવી રીતે કરો સાફ
એ સુનિશ્ચિત કરવાનું છે કે આપનો ફોન અને બાકી ગેજેટ્સ ઉપયોગ માટે સુરક્ષિત છે અને કીટાણુઓથી મુક્ત છે

એ સુનિશ્ચિત કરવાનું છે કે આપનો ફોન અને બાકી ગેજેટ્સ ઉપયોગ માટે સુરક્ષિત છે અને કીટાણુઓથી મુક્ત છે

  • Share this:
નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) દ્વારા કોરોના વાયરસ (coronavirus) ને મહામારી (Pandemic) જાહેર કરવામાં આવી છે. સંક્રમણથી બચવા માટે 'Social Distancing'ની સલાહ આપવામાં આવી છે. આ તમામ માટે જરૂરી છે કે તેઓ પોતાના હાથોની નિયમિત સફાઈ કરે આ ઉપરાંત વારંવાર સ્પર્શવામાં આવતી વસ્તુઓને પણ સ્વચ્છ રાખે. એવામાં આપનો સ્માર્ટફોન (smartphone) તેમાંથી એક છે જેને વારંવાર સ્પર્શ કરવામાં આવે છે.

જો તમારા ફોન પર કીટાણુ છે અને તમે કૉલ અનેન્ડ કરતી વખતે તેને પોતાના કાન પર રાખો છો તો તે કીટાણુ આપની સ્કીન પર સરળતાથી ટ્રાન્સફર થઈ શકે છે. તેથી એ સુનિશ્ચિત કરવાનું છે કે આપનો ફોન અને બાકી ગેજેટ્સ ઉપયોગ માટે સુરક્ષિત છે અને કીટાણુઓથી મુક્ત છે. અહીં કેટલીક રીત જણાવવામાં આવી રહી છે જેની મદદથી તમે ફોન અને અન્ય ગેજટ્સ સ્વચ્છ રાખી શકો છો...

કીટાણુરહિત વાઇપ્સનો યૂઝ કરોઃ કેટલાક લોકો ફોન સાફ કરવા માટે આલ્કોહોલનો ઉપયોગ કરે છે, પરંતુ એવું બિલકુલ ન કરો. સારું રહેશે કે કોઈ કીટાણુરહિત વાઇપ્સનો યૂઝ કરો અને હાલમાં સૌથી વધુ ક્લોરોક્સ વાઇપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આફોન બનાવનારી દિગ્ગજ કંપની એપેલે પણ કહ્યું છે કે 70 ટકા આઇસોપ્રોપિલ આલ્કોહોલવાળા સામાન પ્રોડક્ટનો ઉપયોગ iPhones અને બાકી ગેજેટ્સને આરામથી સાય કરવા માટે કરી શકાય છે.

આ પણ વાંચો, લૉકડાઉનની વચ્ચે Porn જોવામાં ભારતીયો સૌથી આગળ, આંકડામાં 95%નો ઉછાળો

કપડું કેવું હોવું જોઈએઃ Appleએ વિશેષ રીતે બ્લીચ, સ્પ્રે અને ખતરનાક લિક્વિડના ઉપયોગથી બચવાની સલાહ આપી છે. યૂઝર્સને માઇક્રો-ફાઇબર કપડા અને મુલાયમ (લિનનન નહીં) કપડાનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવ્યું છે.

Mobile સેનિટાઇઝરઃ ઓનલાઇન અનેક પ્રકારના મોબાઇલ સેનિટાઇઝર જેમકે, Mobiwash, Rnaux, Cleaning Kit ઉપલબ્ધ છે. કિટની સાથે આવનારા કપડા અને સોલ્યૂશનથી ફોને સાફ કરો. ખરબચડા કપડા, ટોવેલ જેવા કપડાનો ઉપયોગ કરવાથી બચો. 

આ પણ વાંચો, કાર્તિક આર્યને ગુજરાતની પહેલી Corona Positive યુવતી સાથે વાત કરી, જુઓ Video

 
First published: April 13, 2020, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading