વારંવાર લો થઈ જાય છે Laptopની બેટરી? મિનિટોમાં જાણો બેટરીનું સ્ટેટસ, સરળ થઇ જશે કામ

પ્રતિકાત્મક તસવીર

tech news- કોઇપણ વ્યક્તિ માટે પોતાના લેપટોપની બેટરી લાઇફ ખૂબ મહત્વની હોય છે. પરંતુ અન્ય ઇલેક્ટ્રોનિક્સની જેમ બેટરી પણ સમયની સાથે ખરાબ થઇ જાય છે અને ડેડ થઇ જાય છે

  • Share this:
કોઇપણ વ્યક્તિ માટે પોતાના લેપટોપની બેટરી લાઇફ ખૂબ મહત્વની હોય છે. પરંતુ અન્ય ઇલેક્ટ્રોનિક્સની જેમ બેટરી પણ સમયની સાથે ખરાબ થઇ જાય છે અને ડેડ થઇ જાય છે. આવી પરિસ્થિતિમાં તમારે બેકઅપ મેળવવા માટે લેપટોપની બેટરી બદલવાની ખાસ જરૂર પડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, તમે બેટરીના ઉપયોગ દરમિયાન તેનું સ્ટેટસ શું છે તે જાણી શકો છો? તમારા લેપટોપના બેટરી સ્ટેટસ ટેસ્ટ કરવા માટે વિંડોઝ 10માં એક સિક્રેટ ટૂલ છે. સિક્રેટ ટૂલ એટલા માટે કારણ કે તે સ્ટાર્ટ મેનૂ કે સેટિંગ્સમાં તમને દેખાશે નહીં. તો આવો જાણીએ તેને કઇ રીતે એક્સેસ કરી શકાય છે અને કઇ રીતે આ ટૂલનો ઉપયોગ કરીને તમે તમારી બેટરીની હેલ્થ તપાસી શકો છો.

સ્ટેપ 1- કમાન્ડ પ્રોમ્પ્ટ લોન્ચ કરો. આ માટે વિંડોઝ સર્ચ કે સ્ટાર્ટ મેનૂમાં ‘cmd’ અથવા કમાન્ડ પ્રોમ્પ્ટ સર્ચ કરો. કમાન્ડ પ્રોમ્પ્ટ ખુલ્યા બાદ, તમારે C:\થી શરૂ થતા ફાઇલ પાથની સાથે એક બ્લેક( કે તમારા દ્વારા સેટ કરેલ કોઇ અન્ય કલર) વિંડો દેખાશે.

સ્ટેપ 2- હવે ટેક્સ્ટને તે રીતે ટાઇપ કરો, જેમ કે ‘powercfg/batteryreport’ અને એન્ટર પ્રેસ કરો. હવે તમને એક ફાઇલ પાથની સાથે એક મેસેજ દેખાશે જેમાં લખ્યું હશે Battery life Report saved. આ ફાઇલ પાથ તમારી બેટરી રિપોર્ટની લોકેશન છે.

સામાન્ય રીતે તે તમારા યૂઝર ફોલ્ડરમાં સેવ થઇ જાય છે અને પાથ આ રીતે હોય છે C:\Users[Yours_User_Name]\bettery-report.html.

આ પણ વાંચો - Cyber Fraudનો ભોગ બન્યા છો? ચિંતા ન કરશો આ રીતે પરત મળશે પૈસા

સ્ટેપ 3- તમે ફાઇલ એક્સ્પ્લોરર દ્વારા તે ફોલ્ડરને ખોલી શકો છો અથવા તમે ફાઇલ પાથને કોપી કરી શકો છો અને તેને ફાઇલ એક્સ્પ્લોરરના એડ્રેસ બારમાં નાખીને એન્ટર પ્રેસ કરો.

હવે, તમે જે-તે લેપટોપમાં ઇન્સ્ટોલ બેટરીની તમામ માહિતી જોઈ શકશો. ડિઝાઇન કેપેસિટી ફિલ્ડ દર્શાવે છે કે તમારી બેટરી એકદમ નવી હોવા પર કેટલો પાવર આપી શકતી હતી.

ફુલ ચાર્જ કેપેસિટી તમને હાલ બેટરી દ્વારા જે પાવર કેપેસિટી આપવામાં આવે છે તેના વિશે જણાવે છે. આ વસ્તુઓની સરખામણી કરીને બેટરી ખરાબ હોવા પર કે તેની સ્ટેટસ વિશે અનુમાન લગાવી શકો છો.
First published: