WhatsApp પર કોની જોડે સૌથી વધુ વાત કરી, 2 મિનિટમાં આ રીતે જાણો

WhatsApp પર કોની જોડે સૌથી વધુ વાત કરી, 2 મિનિટમાં આ રીતે જાણો
પ્રતિકાત્મક તસવીર

તમે Whatsapp પર કોની જોડે સૌથી વધુ ચેટ કરો છો તે આ ટિપ્સથી જાણો.

  • Share this:
    ઇન્સ્ટેંટ મેસેજિંગ એપ Whatsapp પર યુઝર્સ દરરોજ નવા ફિચર્સ લઇને આવે છે. જેના કારણે લોકો સૌથી વધુ Whatsapp પર વાત કરવાનું પસંદ કરે છે. વોટ્સઅપ પર લોકો એક બીજાની ફાઇલ્સ, ફોટો અને મેસેજ મોકલતા રહે છે. જેના કારણે અનેક વાર આપણી Whatsapp મેમરી ફુલ થઇ જાય છે. ત્યારે આજે અમે તમને એક તેવી સરળ ટ્રીક બતાવવા જઇ રહ્યા છે જેની મદદથી તમે તરત Whatsapp પર કોની જોડે સૌથી વધુ ચેટ કરી તે જાણી શકો છો.

    સૌથી પહેલા પોતાનું વોટ્સઅપ ઓપન કરો. પછી રાઇડ હેન્ડ સાઇડ ત્રણ ઊભી લાઇનમાં ડોટ હશે ત્યાં ક્લિક કરીને મેનુમાં જાવ. તે પછી સેટિંગમાં જાવ. તે પછી સેટિંગ્સ એન્ડ સ્ટોરેજ યુસેજ ઓપશન પર ટેપ કરો. ડેટા એન્ડ સ્ટોરેજ યુસેજ પર ટેપ કર્યા પછી સ્ટોરેજ યુસેજ પર ક્લિક કરો.



    તે પછી તમારી સામે એક કોન્ટેક્ટ લિસ્ટ આવશે જે તમને બતાવશે કે તમે Whatsapp પર કોની જોડે સૌથી વધુ વાત કરો છો. હવે જ્યારે તમે કોન્ટેક્ટ પર ક્લિક કરશો તો તમને આ વાતની જાણકારી મળશે કે તમે કેટલા ટેક્સ મેસેજ કર્યા, સ્ટીકર્સ, ફોટો, વીડિયો મેસેજ મોકલ્યા કે રિસવ કર્યા.

    જો તમે તમારી વોટ્સએપ ચેટ બીજાના હાથમાં ન આવે તે માટે સેટિંગ્સ કરવા વિચારી રહ્યા છો તો આટલું કરો. સૌથી પહેલા તમારા ફોનનું વોટ્સઅપ ઓપન કરો. તે પછી સેટિંગ્સમાં જઇ એકાઉન્ટ પર ક્લિક કરો. તે પછી ટૂ સ્ટેપ વેરિફિકેશન ઓપશન પર અનેબલ કરો. હવે તમારે 6 આંકનો પિન ક્રિએટ કરવાનો હશે. તેનો ફાયદો તે રહેશે કે ફોનમાં વોટ્સએપ સેટિંગ કરતી વખતે તમારે પિનની જરૂર પડશે.

    વધુ વાંચો : પેન્ગોંગ તળાવની ઉત્તરમાં ચીને શરૂ કર્યું કંસ્ટ્રક્શનનું કામ, ભારતીય સેના જવાબ આપવા તૈયાર

    ટૂ સ્ટેપ વેરિફિકેશન કોડ દ્વારા પિન ક્રિએટ કર્યા પછી તમારી પાસે ઇમેલ એડ્રેસથી લિંક કરવાનો પણ ઓપશન છે. જો તમે તમારો પિન ભૂલી જાવ છો તો વોટ્સઅપ તમને મેલ કરીને વેરિફિકેશન લિંક મોકલશે.

    આ સિવાય લોકોએ પોતાની ચેટને સેફ રાખવા માટે ફોન પર હંમેશા Fingerprint Lockનો ઉપયોગ કરવો જોઇએ. તે માટે વોટ્સઅપ સેટિંગમાં જઇને પ્રાઇવસી ઓપશનમાં જવાનું છે જ્યાં તમને સૌથી નીચે Fingerprint Lockનો ઓપશન નજરે પડશે. જેને અનએબલ એટલે કે હા પાડવાની રહેશે.
    Published by:Chaitali Shukla
    First published:September 10, 2020, 14:22 pm

    ટૉપ ન્યૂઝ