શું તમે જાણો છો કે Whatsapp પર સૌથી વધુ વાત કોની સાથે કરો છો? નહીં તો જાણો

Whatsapp પર તમે કોની સાથે કરો છો સૌથી વધુ વાતો, આ રીતથી ખુલશે પોલ

News18 Gujarati
Updated: December 7, 2018, 11:31 AM IST
શું તમે જાણો છો કે Whatsapp પર સૌથી વધુ વાત કોની સાથે કરો છો? નહીં તો જાણો
Whatsapp પર તમે કોની સાથે કરો છો સૌથી વધુ વાતો, આ રીતથી ખુલશે પોલ
News18 Gujarati
Updated: December 7, 2018, 11:31 AM IST
ફેસબૂકની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વૉટ્સએપનો સૌથી વધુ ઉપયોગ લોકો કરે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે વોટ્સએપમાં એવી પણ એક રીત છે, જેમાં એ વાતની જાણકારી મળી શકશે કે તમે સૌથી વધુ કોની સાથે વાત કરો છો. તો ચાલો જાણીએ કે આખરે કેવી રીતે આ ટ્રીકની મદદથી આપણે હકીકત જાણી શકીએ.

આ પદ્ધતિ દરેક નાની વાતને બતાવે છે. કેટલા કન્ટેસ્ટને મેસેજ, કેટલી તસવીર અને વીડિયો વગરે વસ્તુઓ શેર કરી છે. નીચે બતાવેલા ટેપ્સને ફોલો કરશો તો તમને તે કોન્ટેક્ટ્સના નામ જોવા મળશે. તમે જાણી શકશો તે તમે સૌથી વધુ ફાઇલ શેર કરો છો અને મેસેજ પણ મોકલો છો.

આ પદ્ધતિ તમને બતાવશે તમે કોની સાથે કરો છો વાત

1) સૌથી પહેલા WhatsApp ખોલો.
2) વોટ્સએપ ખોલ્યા બાદ ઉપર જમણી બાજુના ત્રણ દોટ પર ક્લિક કરો.
3) ત્રણ ડોટ પર ક્લિક કર્યા પછી, સેટિંગ્સ પર જાઓ.4) સેટિંગ્સમાં તમારે Data and Storage Usage વિકલ્પ પર ક્લિક કરવું પડશે.
5) Data and Storage Usage પર ક્લિક કર્યા પછી Storage Usage પર ક્લિક કરો.

ત્યારબાદ તમને જોવા મળશે કે તમે સૌથી વાતો કોની સાથે કરેલી છે.

તાજેતરમાં, વોટ્સએપે એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર તેમનું મલ્ટી લેયર ફિચરને અપગ્રેડ કર્યુ છે. હવે સુવિધાને અપગ્રેડ કર્યા પછી, જો તમે થર્ડ પાર્ટી એપ્સથી કોઇ ટેક્સ્ટને બે અથવા વધારે યૂઝર સાથે શેર કરો છો તો વોટ્સએપ તમને સૌથી પહેલા પ્રીવ્યૂ શો કરશે. આ સુવિધા હાલમાં WhatsApp પર બીટ વર્ઝન 2.18.366 પર ઉપલબ્ધ છે.
First published: December 7, 2018
વધુ વાંચો अगली ख़बर