Home /News /tech /નવો મોબાઇલ ફોન ખરીદતાં પહેલા જરૂર ચેક કરો આ બાબતો, ફોન અસલી છે કે નહીં ખબર પડી જશે!

નવો મોબાઇલ ફોન ખરીદતાં પહેલા જરૂર ચેક કરો આ બાબતો, ફોન અસલી છે કે નહીં ખબર પડી જશે!

જો તમે પણ Refurbished મોબાઇલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપને તેની ઓથેન્ટિસિટી સુનિશ્ચિત કરવી જોઈએ

જો તમે પણ Refurbished મોબાઇલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપને તેની ઓથેન્ટિસિટી સુનિશ્ચિત કરવી જોઈએ

નવી દિલ્હી. હાલમાં ઓનલાઇન શોપિંગ (Online Shopping) વેબસાઇટ્સ પર રીફર્બિશ્ડ મોબાઇલ ફોન (Refurbished Mobile Phone) ખરીદવાનું ચલણ વધી ગયું છે. લગભગ દરેક શોપિંગ વેબસાઇટ ગ્રાહકોને refurbished મોબાઇલ ફોન ખરીદવાનો વિકલ્પ આપે છે. પરંતુ આ ચલણ વધતું જોઈને જો તમે પણ refurbished મોબાઇલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આપને તેની ઓથેન્ટિસિટી સુનિશ્ચિત કરવી જોઈએ. ફોન ખરીદતી વખતે ઘણું જરૂરી છે કે આપણે તેની સારી રીતે તપાસ કરી લઈએ કે જે ફોનને આપણે ખરીદવા માંગીએ છીએ, તે ક્યાં ચોરાયેલો ફોન તો નથી ને કારણ કે આવો ફોન ખરીદવા પર આપને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.

ભારત સરકારે Refurbished મોબાઇલ ફોન ખરીદનાર લોકોનું કામ સરળ કરી દીધું છે. હવે તેઓ સરળતાથી એ જાણી શકશે કે તેમના દ્વારા ખરીદવામાં આવનાર ફોન બરાબર છે કે નહીં. હાલમાં ભારત સરકારે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર નામનું એક પ્લેટફોર્મ લૉન્ચ કર્યું છે. Central equipment identity register, EMEI નંબર દ્વારા તેની તપાસ કરશે કે મોબાઇલ ફોન ખરીદવો યોગ્ય છે કે નહીં.

આ પણ વાંચો, Explained: 15 અને 16 માર્ચે બેંક હડતાળ, જાણો કઈ સેવાઓ પર પડશે અસર

ભારતમાં તમામ મોબાઇલ ફોન, 15 digit EMEI number દ્વારા વેચવા માટે માન્ય છે. આ નંબર વગર ભારતમાં કોઈ પણ ફોન વેચવો ગેરકાયદેસર માનવામાં આવે છે. પોતાના મોબાઇલ ફોનનો EMEI નંબર જાણવા માટે આપને ફોનમાં *#06# પર ડાયલ કરો.

આ નંબર પર ડાયલ કરતાં જ આપની સ્ક્રીન પર આપનો *#06# નંબર જોવા મળશે. જો આપનો મોબાઇલ ફોન આ નંબરને ડાયલ કરવા પર કોઈ નવાબ નથી આવતો તો, આપને ફોન ચોક્કસપણે ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યો છે.

આ પણ વાંચો, Netflixનો પાસવર્ડ Share ન કરતા, એકાઉન્ટ થઈ જશે બંધ!

ઇનવોઇસ પણ જરુરી

આ ઉપરાંત તમે પોતાના મોબાઇલ ફોનના EMEI નંબરને પોતાના મોબાઇલ ફોનના બિલ કે ઇનવોઇસ ઉપર પણ જોઈ શકો છો. આપ જે કોઈ પણ વ્યક્તિ પાસેથી ફોન ખરીદો તો તેની સામે મોબાઇલ ફોનનું બિલ કે ઇનવોઇસ જરુર માંગો. જો તે વ્યક્તિ આપને બિલ નથી આપતો તો ભારતીય સરકાર આપને એ સલાહ નથી આપતી કે તમે આ પ્રકારના ફોન ખરીદો.
First published:

Tags: Fraud, Online Shopping, ટેક ન્યૂઝ, મોબાઇલ, સરકાર, સ્માર્ટફોન