Home /News /tech /

ક્યાંક કોઇ તમારી WhatsApp ચેટ નથી વાંચી રહ્યુંને, આ ટ્રિકથી થઇ જશે એક વખતમાં માલૂમ

ક્યાંક કોઇ તમારી WhatsApp ચેટ નથી વાંચી રહ્યુંને, આ ટ્રિકથી થઇ જશે એક વખતમાં માલૂમ

કેવી રીતે માલૂમ થશે તમારી WhatsApp ચેટ કોઇ વાંચે છે કે નહીં

How to Check someone is reading your WhatsApp Messages: જો કે વોટ્સએપ ચેટ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ (end to end encrypted ) હોય છે, પરંતુ તેના કેટલાક ફીચર્સને કારણે અન્ય વ્યક્તિ સરળતાથી તમારી ચેટ્સ જોઇ શકે છે વાંચી શકે છે. તમારી થોડી બેદરકારી કોઈ અન્ય વ્યક્તિ તમારી અંગત ચેટ્સ વાંચી શકે છે. જો કે તમે તેને સરળતાથી શોધી શકો છો. જાણો કેવી રીતે.

વધુ જુઓ ...
    WhatsApp એક પોપ્યુલર ઇન્સ્ટંટ મેસેજિંગ એપ છે. જેનો ઉપયોગ દુનિયાભરમાં કરવામાં આવે છે. લોકો માત્ર વોટ્સએપ પર મેસેજ જ નથી મોકલતા પરંતુ આના દ્વારા લોકો એકબીજાને તસવીરો, વીડિયો અને ઓડિયો ફાઇલ્સ પણ મોકલે છે. તેની સાથે આના દ્વારા એકબીજાને વીડિયો કોલિંગ પણ કરી શકાય છે. લોકો આના પર પર્સનલ ચેટ પણ કરે છે. ઘણી વખત લોકોની અંગત ચેટ્સ પણ લીક થઈ છે. તો શું જો કોઈ અન્ય વ્યક્તિ WhatsApp પર તમારી અંગત ચેટ્સ વાંચતી હોય તો?

    તમે ચેક કરી શકો છો કે કોઈ અન્ય તમારી ચેટ વાંચી રહ્યું છે કે નહીં-
    જો કે વોટ્સએપ ચેટ્સ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ (end to end encrypted ) હોય છે, પરંતુ તેના કેટલાક ફીચર્સને કારણે અન્ય વ્યક્તિ સરળતાથી તમારી ચેટ્સ જોઇ શકે છે વાંચી શકે છે. તમારી થોડી બેદરકારી કોઈ અન્ય વ્યક્તિ તમારી અંગત ચેટ્સ વાંચી શકે છે. જો કે તમે તેને સરળતાથી શોધી શકો છો. જાણો કેવી રીતે.

    Web Whatss App ફિચરને કારણે થઇ શકે છે આવું-
    વ્હોટ્સએપનાં ફિચર WhatsApp Webને કારણે કોઇ અન્ય વ્યક્તિ આપની ચેટ વાંચી શકે છે. કોમ્પ્યુટર પર કામ કરતા લોકો માટે WhatsApp વેબ ખૂબ જ મદદરૂપ છે. આ ફીચરની મદદથી યુઝર્સ ડેસ્કટોપ કે લેપટોપ પર પોતાના વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરી શકે છે. આ માટે તમારે વારંવાર લોગીન કરવાની જરૂર નથી. જેના કારણે અન્ય વ્યક્તિ તમારા એકાઉન્ટને સરળતાથી એક્સેસ કરી શકે છે. જો તમારો ફોન અનલોક છે અને તમારો ફોન અન્ય કોઈને મળે છે, તો તે WhatsApp વેબની મદદથી તેની સિસ્ટમ પર તમારું એકાઉન્ટ સરળતાથી ખોલી શકે છે. આ રીતે તે તમારા મેસેજ અને ચેટ્સ પર નજર રાખી શકે છે.

    કેવી રીતે જાણવું?
    જો તમને શંકા છે કે કોઈ અન્ય તમારી WhatsApp ચેટ્સ વાંચી રહ્યું છે, તો તમે શોધી શકો છો. આ માટે, તમારે તમારા ફોનમાં લિંક કરેલ ડિવાઇઝની વિગતો મેળવવી પડશે. આ તમને જણાવશે કે તમારા WhatsApp સાથે કઇ કઇ ડિવાઇઝ જોડાયેલી છે. જો કોઈ ડિવાઇઝ લિસ્ટમાં શામેલ છે જે તમે નથી કરી કે તેનાં વિશે તમને જાણ નથી તો તમે તેને સરળતાથી દૂર કરી શકો છો. આ સાથે તમને એ પણ ખબર પડશે કે તમારા મેસેજ કોણે વાંચ્યા છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Web WhatsApp, WhatsApp Massage

    આગામી સમાચાર