Home /News /tech /Tech Alert: તમારા AADHAR પર કોઈ બીજું તો સિમ કાર્ડ નથી ચલાવી રહ્યું ને? આ રીતે ચેક કરો

Tech Alert: તમારા AADHAR પર કોઈ બીજું તો સિમ કાર્ડ નથી ચલાવી રહ્યું ને? આ રીતે ચેક કરો

જાણો તમારા નામે બીજું કોઈ સિમ કાર્ડ ચાલી રહ્યું છે કે નહીં.

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ tafcop.dgtelecom.gov.in ડોમેનથી એક પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશભરમાં કાર્યરત તમામ મોબાઈલ નંબરોનો ડેટાબેઝ આ પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ દ્વારા સ્પામ અને ફ્રોડ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

વધુ જુઓ ...
Tech Alert: આજકાલ કોઈના આધાર નંબર (AADHAR CARD) કે અન્ય કોઈ આઈડી કાર્ડથી ફ્રોડ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. આવી સ્થિતિમાં, ઇન્ટરનેટની આ દુનિયામાં, તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. જો તમને પણ શંકા છે કે તમારા નામના સિમ કાર્ડનો ઉપયોગ કોઈ અન્ય કરી રહ્યું છે, તો આ સમાચાર તમારા માટે છે. આ રિપોર્ટમાં અમે તમને એવી પદ્ધતિ જણાવીશું જેની મદદથી તમે જાણી શકશો કે તમારા નામે બીજું કોઈ સિમ કાર્ડ ચાલી રહ્યું છે કે નહીં. આ સુવિધા ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા આપવામાં આવે છે. આ માટે એક પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે. આવો જાણીએ...

ટેલિકોમ્યુનિકેશન વિભાગ (DoT) એ tafcop.dgtelecom.gov.in ડોમેનથી એક પોર્ટલ લોન્ચ કર્યું છે. દેશભરમાં કાર્યરત તમામ મોબાઈલ નંબરોનો ડેટાબેઝ આ પોર્ટલમાં અપલોડ કરવામાં આવ્યો છે. આ પોર્ટલ દ્વારા સ્પામ અને ફ્રોડ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો તમને લાગે છે કે તમારા નામ પર તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કોઈ અન્ય કરી રહ્યું છે, તો તમે આ વેબસાઈટ દ્વારા આ સંબંધમાં ફરિયાદ કરી શકો છો. આવો જાણીએ આ વેબસાઈટનો ઉપયોગ કેવી રીતે કરવો...

આ પણ વાંચો: બેંક એકાઉન્ટ સાથે લિંક નંબર બંધ થઇ ગયો છે? તુરંત કરો આ કામ નહીં તો થશે મોટું નુકસાન

સૌ પ્રથમ તમારા મોબાઈલ ફોન બ્રાઉઝર અથવા કોઈપણ લેપટોપ અથવા કમ્પ્યુટરમાં tafcop.dgtelecom.gov.in ખોલો. તે પછી તમારો 10 અંકનો મોબાઈલ નંબર દાખલ કરો. હવે તમારા નંબર પર એક OTP આવશે. તે OTP દાખલ કરો અને વેલિડેટ કરો.

OTP વેલિડેટ કર્યા પછી તમને તમારા નામ પર સક્રિય રહેલા તમામ નંબરોની સંપૂર્ણ યાદી મળશે. તમે તમારી અનુકૂળતા મુજબ તેમાંથી કોઈપણની જાણ કરી શકો છો. ત્યારપછી સરકાર તમારા નંબર પર જે નંબર ચાલી રહ્યા છે અને જેના માટે તમે ફરિયાદ કરી છે તે નંબરની તપાસ કરશે.

આ પણ વાંચો: Sim Card Rule: હવે આ લોકો નહીં ખરીદી શકે નવું સિમ કાર્ડ, જાણો સરકારના નવા નિયમ

tafcop.dgtelecom.gov.in હાલમાં કેટલાક સર્કલ માટે જ બહાર પાડવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તે તમામ સર્કલમાં રજૂ કરવામાં આવશે. એક આઈડી પર વધુમાં વધુ નવ નંબર એક્ટિવ હોઈ શકે છે, પરંતુ જો આ પોર્ટલમાં તમને કોઈ નંબર દેખાય છે જે તમારા નામે છે પરંતુ તમે ઉપયોગ કરતા નથી તો તમે નંબર વિશે ફરિયાદ કરી શકો છો. તે પછી સરકાર તે નંબરને બ્લોક કરી દેશે.
First published:

Tags: Aadhar card, Alert, Gujarati tech news, Mobile and Technology, Sim card

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો