Blocked કરેલા નંબરથી ક્યારે આવેલા છે Call અને SMS, આ રીતે જાણો

જો તમારે જાણવું હોય કે બ્લોક કરેલા વ્યક્તિએ તમને ક્યારે કોલ કરવાનો પ્રયત્ન કર્યો અથવા ક્યારે ફોન અને મેસેજ આવ્યો તે સરળતાથી ચેક કરી શકો છો..

News18 Gujarati
Updated: September 3, 2019, 10:22 AM IST
Blocked કરેલા નંબરથી ક્યારે આવેલા છે Call અને SMS, આ રીતે જાણો
જો તમારે જાણવું હોય કે બ્લોક કરેલા વ્યક્તિએ તમને ક્યારે કોલ કરવાનો પ્રયત્ન કર્યો અથવા ક્યારે ફોન અને મેસેજ આવ્યો તે સરળતાથી ચેક કરી શકો છો..
News18 Gujarati
Updated: September 3, 2019, 10:22 AM IST
આપણામાં વારંવાર એવા મિત્રો અથવા સંબંધીઓના ફોન આવે છે કે જેમની સાથે આપણે વાત કરવા માંગતા નથી. અથવા તો એમ કહેવામાં આવે છે કે તેઓ તેમનાથી છૂટકારો મેળવવા માંગે છે. દરેક વ્યક્તિ જાણે છે કે ફોન અને મેસેજ બ્લોક કર્યા પછી તે તમને ફોન કરવા અથવા મેસેજ કરવા માટે સમર્થ નથી. જો તે વ્યક્તિ તમને ફોન કરે છે, તેમને રિંગ ગયા બાદ તમારો કોલ વ્યસ્ત બતાવે છે. પરંતુ આવી સ્થિતિમાં જો આપણે જાણવું હોય કે તે વ્યક્તિએ તમને ક્યારે ફોન કરવાનો પ્રયત્ન કર્યો અથવા ક્યારે તમને ફોન અથવા મેસેજ કર્યો છે તે હવે સરળતાથી ચકાસી શકાય છે.

>>ખરેખર આ માટે દરેક ફોનમાં અલગ- અલગ પદ્ધતિ હોય છે. ઉદાહરણ તરીકે શિયોમીના સ્માર્ટફોનમાં તમારે પહેલા સિક્યોરિટી એપ્લિકેશન પર જવું પડશે.

>>ત્યારબાદ બ્લોકલિસ્ટના વિકલ્પ પર જઇને ત્યાં તમને બે વિકલ્પો દેખાશે, કોલ અને એસએમએસ. આમાં જ્યારે તમે કોલ પર ટેપ કરો છો, ત્યારે તમને તેમનો કોલ લોગ મળશે, જે તમે બ્લોક કર્યો છે.|

આ પણ વાંચો:  આ અઠવાડિયામાં લૉન્ચ થશે દુનિયાનું સૌથી મોટું સ્માર્ટ TV, 120 ઇંચ છે સ્ક્રીન



>>SMS પર ટેપ કરવાથી તમે બ્લોક કરેલા નંબરથી આવેલા એસએમએસ બતાવશે.
Loading...

>> આ ઉપરાતં જો તમારે કોઈનો નંબર બ્લોક કરવો હોય તો તમારે પહેલા સિક્યુરિટી એપ પર જવું પડશે.ત્યા બ્લોક યાદી પર ટેપ કરો. તેમાં નીચે તરફ તમને એડ સાથે પ્લસ + સાઇન દેખાશે. તેના પર ટેપ કરી તેમા નંબર એન્ટર કરો, જેને તમારે બ્લોક કરવા છે. ત્યારબાદ તે નંબર બ્લોક થઇ જશે.



>> માહિતી માટે જ્યારે તમે કોઈના નંબરને બ્લોક કરો છો અને તે વ્યક્તિ તમને કોલ કરવાનો પ્રયત્ન કરશે, તો અન્ય નોટિફિકેશનની જેમ તમને નોટિફિકેશન આવી જશે. નોટિફિકેશનમાં તમને કેટલી વાર કોલ કર્યો છે તે જાણકારી મળી જશે.
First published: September 3, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...