Home /News /tech /

આ નંબર પર કોલ કરીને જાણો તમારુ Aadhaar સ્ટેટસ

આ નંબર પર કોલ કરીને જાણો તમારુ Aadhaar સ્ટેટસ

આ નંબર પરથી મીનિટોમાં જ મળી જશે જાણકારી

ચાલો જાણીએ કે તમે કયા નંબર પર કોલ કરી તમારા આધારનું સ્ટેટસ જાણી શકો છો.

    ભારતમાં સામાન્ય માણસની ઓળખ આધાર કાર્ડ બની ચુક્યુ છે. ભારતીય નાગરિકો માટે આ માત્ર એક કાર્ડ જ નહીં પણ સૌથી મોટો આધાર છે. ઓળખ કાર્ડ સાથે આ કાર્ડની હવે દરેક જગ્યાએ જરુરીયાત હોય છે. લોકો ટ્રેનની મુસાફરીથી લઇને, બેંક, પોસ્ટ ઑફિસ, પાસપોર્ટ અને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર કાર્ડનો ઉપયોગ કરે છે. આમ તો આધાર કાર્ડ એપ્લાઇ કર્યા બાદ 90 દિવસની અંદર જનરેટ થઇ જાય. પરંતુ તમે તમારા આધારની સ્થિતિને અનેક રીતે ચકાસી શકો છો, તેમાંથી એક રીત કોલ છે. ચાલો જાણીએ કે તમે કયા નંબર પર કોલ કરી આધાર સ્ટેટસ જાણી શકો છો.

    ઑફલાઇન સ્ટેટસ કેવી રીતે ચકાસવું

    જો તમે ઑફલાઇન સ્ટેટસ તપાસવા માંગતા હોય, તો તમારે આધાર નોંધણી કેન્દ્ર પર જવું પડશે. તમે કોઇપણ સેન્ટરમાં જઇ શકો છો. જ્યારે તમે સેન્ટર પર જાઓ ત્યારે એનરોલમેન્ટ સ્લિપ અને યુઆરએન નંબર લઇને જાઓ. જો તમે સ્ટેટસ તપાસો છો તો તમારી પાસે કેટલાક ફી પણ લઈ શકે છે.

    આ પણ વાંચો:  રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ન હોય છતાં મિનિટોમાં બનાવો નવું AADHAAR કાર્ડ



    આ નંબર પર કોલ કરીને પણ કરી શકો છો ચેક

    અન્ય રીતે તમે આધાર હોટલાઇન નંબર 1947 માં ફોન કરીને તમારો યુઆરએન નંબર આપી જાણી શકો છો. આ ઉપરાંત, તમે પી.ઓ. બોક્સ 1947, જી.પી.ઓ. બેંગલુરુ 560001 પર પત્ર લખીને પણ જાણી શકો છો. આ ઉપરાંત, તમે ફેક્સ દ્વારા સ્થિતિ પણ જાણી શકો છો. ફેક્સ નંબર છે - 080-2353-1947. અને અંતે તમે ઈ-મેલ કરીને જાણી શકો છો. ઇમેઇલ આઈડી છે - help@uidai.gov.in.

    આવી રીતે ઓનલાઈન તપાસો સ્ટેટસ

    તમારે આ માટે કેટલાક પગલાઓનું પાલન કરવું પડશે.
    સૌ પ્રથમ, www.uidai.gov.in પર જાઓ.
    >> વેબસાઇટ પર તમે મારા આધાર કાર્ડનો વિકલ્પ દેખાશે. તેની નીચે Check Aadhar Status ક્લિક કરો.
    આ માટે તમારે એનરોલમેન્ટ ID ભરવું પડશે.
    >>> તેમા કેપ્ચા કોડ દાખલ કરો અને ‘Check Status’ પર ક્લિક કરો.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Aadhaar, Aadhar number, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन