Home /News /tech /

Windows 11: ડિફોલ્ટ બ્રાઉઝર કેવી રીતે ચેન્જ કરવું? ફોલો કરો આ સ્ટેપ્સ

Windows 11: ડિફોલ્ટ બ્રાઉઝર કેવી રીતે ચેન્જ કરવું? ફોલો કરો આ સ્ટેપ્સ

માઇક્રોસોફ્ટ વિન્ડો 11

Microsoft Edge: જ્યારે પણ વેબ લિંક પર ક્લિક કરવામાં આવે છે અથવા HTML ફાઈલ ઓપન કરવામાં આવે છે તો એજ ઓપન થાય છે. તમે આ સેટિંગ્સમાં ફેરફાર કરી શકો છો.

નવી દિલ્હી. Window 11 tips and tricks: જો તમે તમારા પર્સનલ કમ્પ્યુટર (PC)ને વિન્ડોઝ 10 (Windows 10)થી વિન્ડોઝ 11 (Windows 11)માં અપડેટ કર્યું છે, તો તમને કેટલાક ફેરફાર જોવા મળશે. કોઈપણ વેબસાઈટ, પીડીએફ, ડોક્યુમેન્ટ્સ અથવા કોઈ ફાઈલની લિંક પર ક્લિક કરો છો, તો તે લિંક ડાયરેક્ટ માઈક્રોસોફ્ટના એજ બ્રાઉઝર (Microsoft Edge) પર ઓપન થશે. વિન્ડોઝના આ નવા વર્ઝનમાં માઈક્રોસોફ્ટ (Microsoft) વિશેષરૂપે તે એપ્સ પર પોતાની એપ્સને આગળ વધારવા માટે આ પ્રકારે કરે છે. જે અપગ્રેડ પહેલા ડિફોલ્ટરૂપે ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. એજ હવે એક ડિફોલ્ટ બ્રાઉઝર બની ગયું છે.

વિન્ડોઝ 11ની સાથે માઈક્રોસોફ્ટે કમ્પ્યુટરમાં ડિફોલ્ટ બ્રાઉઝરને એજને એક અલગ પ્રોગ્રામમાં બદલવાના સ્ટેપમાં ફેરફાર કર્યો છે. વિન્ડોઝ 10માં આ પ્રોસેસ ખૂબ જ સરળ છે. વિન્ડોઝ 11માં આ પ્રોસેસ થોડી કન્ફ્યૂઝનવાળી છે, જેમાં તમારે કેટલાક ફેરફાર કરવાના રહેશે. જ્યારે પણ વેબ લિંક પર ક્લિક કરવામાં આવે છે અથવા HTML ફાઈલ ઓપન કરવામાં આવે છે તો એજ ઓપન થાય છે. તમે આ સેટિંગ્સમાં ફેરફાર કરી શકો છો.

બ્રાઉઝરની પસંદગી કેવી રીતે કરવી

>> સૌથી પહેલા સેટિંગ એપ ઓપન કરો. કીબોર્ડ પર Windows+i પ્રેસ કરો.

>> સેટિંગમાં સાઈડબારમાં ‘Application’ પર ક્લિક કરો, ત્યારબાદ ડિફોલ્ટ એપ્સ પર ક્લિક કરો.

>> એપ્લિકેશન માટે ડિફોલ્ટ સેટ કરો. વિન્ડોઝ 11માં જે ડિફોલ્ટ બ્રાઉઝર બનાવવા ઈચ્છો છો તે સર્ચ બોક્સમાં ટાઈપ કરો, (ઉદાહરણ તરીકે, ‘Firefox’ અથવા ‘Chrome’). ત્યારબાદ તે નામ પર ક્લિક કરો.

>> બ્રાઉઝરના ‘ડિફોલ્ટ એપ્સ’ સેટિંગ પેજ પર, એક ફાઈલ એક્સટેન્શન (.HTM, .HTML, અને .SHTML) નું એક લિસ્ટ જોવા મળશે, જે બ્રાઉઝર સાથે એસોસિએટેડ હોઈ શકે છે.

>> વિન્ડોઝ 11 માં ડિફોલ્ટ બ્રાઉઝર બદલવા માટે તમારે તમામ ફાઈલ પ્રકાર પર ક્લિક કરવાનું રહેશે અને જે પણ બ્રાઉઝર ડિફોલ્ટરૂપે સેટ કરવા ઈચ્છો છો, તે બ્રાઉઝરની પસંદગી કરવાની રહેશે. સૌથી પહેલા ‘.HTM’ નીચે રહેલ એપ બોક્સ પર ક્લિક કરો.

આ પણ વાંચો: Gmail લાવ્યું ખાસ ફીચર: હવે ગૂગલ ચેટમાંથી જ કરી શકશો Video અને Audio કૉલ

>> હવે એક પોપ અપ વિન્ડો જોવા મળશે. હવે તે લિસ્ટમાંથી તમે જે બ્રાઉઝરનો ઉપયોગ કરવા ઈચ્છો છો તેની પસંદગી કરીને ‘OK’ પર ક્લિક કરો.

>> ફાઈલ ટાઈપ પર ક્લિક કરીને માઈક્રોસોફ્ટ તરફથી એક પોપ અપ વોર્નિંગ જોવા મળશે. જેમાં તમને Microsoft ના એઝ બ્રાઈઝરમાંથી બહાર જવા માટે પુનર્વિચાર કરવાનું કહેશે. ત્યારબાદ ‘Switch anyway’ પર ક્લિક કરો.

>> .HTM સાથે સંબંદ્ધતા બદલાયા બાદ ઉપર જે પણ સ્ટેપ્સ આપવામાં આવ્યા છે .HTML, .SHTML, .XHT, .XHTML, HTTP અને HTTPS તે સ્ટેપ્સ ફરી ફોલો કરીને તમામ એન્ટ્રી પર ક્લિક કરો. તમે જે પણ બ્રાઉઝરની પસંદગી કરવા ઈચ્છો છો તે બ્રાઉઝરની ફરીથી પસંદગી કરો. ત્યારબાદ તમે જે પણ ડિફોલ્ટ એપ્સ યૂઝ કરવા ઈચ્છો છો તેનું લિસ્ટ આપવામાં આવશે.

આ પણ વાંચો: Instagram: ઈન્સ્ટાગ્રામ ટીનેજર્સ માટે રોલઆઉટ કરાશે નવા ફીચર, વધુ સુરક્ષિત બનશે એપ

>> ત્યારબાદ આ સેટિંગ્સને બંધ કરી દો. તમે જે પણ HTML પર ડબલ ક્લિક કરો છો અથવા કોઈ વેબ લિંક ઓપન કરો છો, તો તે લિંક તમે પસંદ કરેલા બ્રાઉઝરમાં ઓપન થશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Chrome, Gadget, Microsoft, ટેકનોલોજી

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन