Home /News /tech /

WhatsApp પેમેન્ટનો UPI પિન ભૂલી ગયા છો? Reset કરવા માટે અપનાવો આ પ્રોસેસ

WhatsApp પેમેન્ટનો UPI પિન ભૂલી ગયા છો? Reset કરવા માટે અપનાવો આ પ્રોસેસ

UPI પિન 4 કે 6 ડિજિટનો નંબરનો હોય છે જે પેમેન્ટ પૂર્ણ કરવા માટે દાખલ કરવું જરૂરી છે.

Reset WhatsApp UPI PIN: UPI (Unified Payments Interface) જેવી સુવિધા તમને ઘરે બેઠા સરળતાથી મની ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. જો તમે UPI PIN ભૂલી ગયા છો, તો તમારી પાસે રીસેટ કરવાનો એટલે કે નવો PIN બનાવવો ઓપ્શન પણ હોય છે.

    Reset WhatsApp UPI PIN: શું તમે જાણો છો કે લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ (WhatsApp)ના માધ્યમથી તમે પેમેન્ટ કે મની ટ્રાન્સફર પણ કરી શકો છો. યુઝર્સ વ્હોટ્સએપ પેમેન્ટ્સ (WhatsApp Payments)ના માધ્યમથી મની ટ્રાન્સફર કરી શકે છે. તમે પોતાના બેંક અકાઉન્ટને વ્હોટ્સએપથી લિંક કરીને યુપીઆઈ (UPI) પેમેન્ટ કરી શકો છો. યુપીઆઈ ટેકનોલોજી તમને સ્કેનર, મોબાઈલ નંબર, યુપીઆઈ આઈડી આમાંથી કોઈ એકની જાણકારી હોવા પર પણ પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે.

    શું છે UPI?

    યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ એટલે કે UPI (Unified Payments Interface) જેવી સુવિધા તમને ઘરે બેઠા સરળતાથી મની ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આ માટે તમારે UPI સપોર્ટ કરતી એપ્સ જેમકે પેટીએમ (Paytm), વ્હોટ્સએપ (WhatsApp), ફોનપે (PhonePe), ભીમ (BHIM), ગૂગલ પે (Google Pay) વગેરેની જરૂર પડે છે. UPIના માધ્યમથી તમે એક બેંક એકાઉન્ટને ઘણી UPI એપ્સ સાથે લિંક કરી શકો છો. તો વિવિધ બેન્ક અકાઉન્ટ્સને એક UPI એપના માધ્યમથી સંચાલિત કરી શકો છે.

    આ પણ વાંચો: તમારું Gmail અકાઉન્ટ કોઈ બીજું તો યુઝ નથી કરી રહ્યું ને? આ સરળ Trickથી જાણો

    4 કે 6 ડિજિટનો નંબરનો હોય છે UPI પિન

    UPI પિન 4 કે 6 ડિજિટનો નંબરનો હોય છે જે પેમેન્ટ પૂર્ણ કરવા માટે દાખલ કરવું જરૂરી છે. જો તમારી પાસે બેંક એકાઉન્ટનો UPI પિન છે તો તમારે WhatsAppમાં નવો UPI પિન બનાવવાની જરૂર નથી. જો તમે UPI PIN ભૂલી ગયા છો, તો તમારી પાસે રીસેટ કરવાનો એટલે કે નવો PIN બનાવવો ઓપ્શન પણ હોય છે.

    એન્ડ્રોઇડ યુઝર્સ WhatsApp પર કેવી રીતે રીસેટ કરે UPI પિન

    STEP 1. તમારા સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરો.

    STEP 2. More ઓપ્શન પર ક્લિક કરો જે ત્રણ ડોટમાં દેખાશે. તે પછી Payments પર ક્લિક કરો.

    STEP 3. હવે બેંક એકાઉન્ટ પસંદ કરો.

    STEP 4. ત્યારબાદ Change UPI PIN અથવા Forgot UPI PIN પર ક્લિક કરો.

    STEP 5. જો તમે Forgot UPI PIN પર ક્લિક કરો છો તો Continue પર ક્લિક કરો. ડેબિટ કાર્ડના છેલ્લા છ અંક નાખો અને એક્સપાયરી ડેટ પણ નાખો. કેટલીક બેંકો તમારી પાસેથી ડેબિટ કાર્ડના CVV પણ માગી શકે છે.

    STEP 6. જો તમે Change UPI PIN પર ક્લિક કરો છો, તો હાલનો UPI PIN દાખલ કરો. તે પછી નવો યુપીઆઈ પિન નાખો અને નવો યુપીઆઈ પિન બીજી વખત કન્ફર્મ કરો.

    આ પણ વાંચો: Slow Internet Speedથી પરેશાન છો? રીસેટ કરો આ Network Setting, વધી જશે સ્પીડ

    આઈફોન યુઝર્સ વ્હોટ્સએપ પર કેવી રીતે રીસેટ કરે UPI પિન

    STEP 1. તમારા સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરો.

    STEP 2. Setting ઓપ્શન પર ક્લિક કરો. તે પછી Payments પર ક્લિક કરો.

    STEP 3. હવે બેંક એકાઉન્ટ સિલેક્ટ કરો.

    STEP 4. ત્યારબાદ Change UPI PIN અથવા Forgot UPI PIN પર ક્લિક કરો.

    STEP 5. જો તમે Forgot UPI PIN પર ક્લિક કરો છો તો Continue પર ક્લિક કરો. ડેબિટ કાર્ડના છેલ્લા છ અંક નાખો અને એક્સપાયરી ડેટ પણ નાખો. કેટલીક બેંકો તમારી પાસેથી ડેબિટ કાર્ડના CVV પણ માગી શકે છે.

    STEP 6. જો તમે Change UPI PIN પર ક્લિક કરો છો, તો હાલનો UPI PIN દાખલ કરો. તે પછી નવો યુપીઆઈ પિન નાખો અને નવો યુપીઆઈ પિન બીજી વખત કન્ફર્મ કરો.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Android, Digital payment, Gujarati tech news, Mobile and Technology, Upi, Upi યુપીઆઈ, Whatsapp, WhatsApp Tips

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन