Home /News /tech /JioPhone Next: હપ્તામાં કેટલી કિંમતમાં પડશે જિયોફોન નેક્સ્ટ? કયા કયા ફાયદા મળશે

JioPhone Next: હપ્તામાં કેટલી કિંમતમાં પડશે જિયોફોન નેક્સ્ટ? કયા કયા ફાયદા મળશે

JioPhone Next લોન્ચ

JioPhone Next Price: હપ્તામાં જિયોફોન નેક્સ્ટ ખરીદવા માટે અલગ અલગ ચાર પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. તેમાંથી તમે કોઈ એક પ્લાન પસંદ કરી શકો છો.

નવી દિલ્હી: રિલાયન્સ જિયો (Reliance Jio)એ શુક્રવારે (29 ઓક્ટોબર 2021)ના રોજ પોતાના સ્માર્ટફોન (JioPhon Next)નું વેચાણ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફોનની ખૂબ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી. જિયોએ જણાવ્યું કે, JioPhone Next દિવાળીના દિવસ (Diwali 2021)થી તમામ સ્ટૉર્સમાંથી ખરીદી શકાશે. આજે અમે તમને જણાવીશું કે આ ફોનની ખરીદી કેવી રીતે કરી શકાશે અને તે માટે તમારે કેટલી કિંમત (JioPhone next price) ચૂકવવી પડશે. દુનિયાના સૌથી સસ્તો સ્માર્ટફોનની કિંમત 6,499 રૂપિયા રાખવામાં આવી છે. જોકે, આ ફોન ફક્ત 1,999 રૂપિયા ચૂકવીને મેળવી શકાશે. આ ફોન ગૂગલ અને જિયોએ સાથે મળીને બનાવ્યો છે. તમે બે રીતે સ્માર્ટફોનની ખરીદી કરી શકો છો.

એક સાથે તમામ રકમ ચૂકવો

ફોન ખરીદવાની પ્રથમ રીતે એ છે કે તમે એક સાથે રકમની ચૂકવણી કરી દો. આ માટે તમારે 6,499 રૂપિયા ચૂકવવા પડશે. તમે દિવાળી પછી એટલે કે 4 નવેમ્બર બાદ ફોનની ખરીદી કરી શકો છો. જે બાદમાં તમારે પોતાની રીતે રિચાર્જ કરાવવું પડશે. એક સાથે ચૂકવણી કરીને ફોનની ખરીદી કરવામાં વધારે લાંબી પ્રોસેસ નથી રાખવામાં આવી. તમને 6,499 રૂપિયામાં 2 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળું ડિવાઇસ મળશે. આ ફોનમાં ક્વાલકૉમ સ્નેપડ્રેગન QM-215, Quad Core Upto 1.3 Ghz પ્રોસેસર લગાવવામાં આવ્યું છે.

હત્યામાં ખરીદી જિયોફોન નેક્સ્ટ

જો તમે એક સાથે રકમ નથી ચૂકવવા માંગતા તો તમે ફક્ત 1,999 રૂપિયા ચૂકવીને ફોનની ખરીદી કરી શકો છો. બાકીની રકમ તમે 18 કે 24 હપ્તાના સરળ હપ્તામાં ચૂકવી શકો છો. તમારા તરફથી ચૂકવવામાં આવતા હપ્તાના બદલામાં તમને વિવિધ ડેટા પ્લાન મળશે. તો જાણીએ હપ્તામાં ફોનની ખરીદી કેવી રીતે કરી શકાય છે.

હપ્તામાં જિયોફોન નેક્સ્ટ ખરીદવા માટે અલગ અલગ ચાર પ્લાન રજૂ કરવામાં આવ્યા છે. તેમાંથી તમે કોઈ એક પ્લાન પસંદ કરી શકો છો. પ્રથમ પ્લાનનું નામ Always-on Plan છે. બીજાનું નામ Large plan, ત્રીજાનું નામ XL Plan અને ચોથા પ્લાનનું નામ XXL Plan છે.



ઑલવેજ-ઑન પ્લાન(Always-on Plan)

આ પ્લાનમાં ગ્રાહકોને દર મહિને 5GB ડેટા મળશે અને 100 મિનિટ કૉલિંગ મળશે. જો તમે 24 હપ્તામાં ચૂકવણીનો વિકલ્પ પસંદ કરો છો તો તમારે દર મહિને 300 રૂપિયા ચૂકવવા પડેશે. આ રીતે 24 મહિનામાં તમારે કુલ 7,200 રૂપિયાની ચૂકવણી કરવી પડશે. તમારે ફોન લેતી વખતે 1,999 રૂપિયા ચૂકવવાના રહેશે. એટલે કુલ રકમ 9,199 રૂપિયા થાય છે. ફોનને હપ્તેથી લેવા માટે તમારે 501 રૂપિયા પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે. આ રીતે ફોનની કુલ કિંમત 9,700 રૂપિયા થાય છે.

જો તમે 18 મહિનાનો વિકલ્પ પસંદ કરો છો તો તમારે મહિને 350 રૂપિયા ચૂકવવા પડશે. આ સ્કીમમાં પણ ડેટા અને કૉલિંગનો સમાન લાભ મળશે. 18 મહિનામાં કુલ તમારે 8,800 રૂપિયા ચૂકવવાના રહેશે.

લાર્જ પ્લાન (Large plan)

જો તમે 24 મહીનાનો પ્લાન પસંદ કરો છો તો તમારે મહિને 450 રૂપિયા ચૂકવવા પડશે. 18 મહિનાના પ્લાન પ્રમાણે તમારે દર મહિને 500 રૂપિયા ચૂકવવા પડશે. લાર્જ પ્લાનમાં તમને ડેટા અને કૉલિંગનો લાભ વધારે મળશે. તેમાં તમને દરરોજ 1.5 GB ડેટા મળશે અને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ મળશે. 24 મહિનાના પ્લાનમાં તમારે કુલ 13,300 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 18 મહિનામાં તમારે 11,500 રૂપિયા ચૂકવવા પડશે.

એક્સ.એલ. પ્લાન (XL Plan)

આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા અને અનલિમિડેટ કૉલિંગ મળશે. જેમાં 24 મહિના માટે તમારે મહિને 500 રૂપિયા અને 18 મહિના માટે મહિને 550 રૂપિયા ચૂકવવા પડશે. 24 મહિનામાં કુલ 14,500 રૂપિયા અને 18 મહિનામાં તમારે કુલ 12,400 રૂપિયા ચૂકવવા પડશે.

" isDesktop="true" id="1147056" >

એક્સ.એક્સ.એલ પ્લાન (XXL Plan)

આ સૌથી મોટો અને વધારે લાભ આપતો પ્લાન છે. આ પ્લાનમાં તમને દરરોજ 2.5GB ડેટા અને અનલિમિટેડ વૉઇસ કૉલિંગની સુવિધા મળશે. 24 મહિના માટે તમારે દર મહિને 550 રૂપિયા અને 18 મહિના માટે દર મહિને 600 રૂપિયા ભરવા પડશે. આ પ્રમાણે 24 મહિના માટે તમારે કુલ 15,700 રૂપિયા અને 18 મહિના માટે 12,400 રૂપિયા ચૂકવવા પડશે.
First published:

Tags: Jio, JioPhone Next, ગૂગલ, રિલાયન્સ