સ્માર્ટફોન સ્લો થઈ જાય છે? આ રીત અનુસારો, સ્માર્ટફોન થઈ જશે સુપરફાસ્ટ

પ્રતિકાત્મક તસવીર

સ્માર્ટફોન સેગમેન્ટમાં છેલ્લા થોડા વર્ષોથી ક્રાંતિ આવી ચૂકી છે. સ્માર્ટફોન સમયાંતરે વધુને વધુ સુવિધાજનક થઈ રહ્યા છે

  • Share this:
સ્માર્ટફોન સેગમેન્ટમાં છેલ્લા થોડા વર્ષોથી ક્રાંતિ આવી ચૂકી છે. સ્માર્ટફોન સમયાંતરે વધુને વધુ સુવિધાજનક થઈ રહ્યા છે. સ્માર્ટફોનના કારણે મોટાભાગના કામ હવે આંગળીના ટેરવે આવી ગયા છે. સ્માર્ટફોન સેગમેન્ટમાં ટેકનોલોજી મામલે અત્યારે દરેક કંપનીઓ ચડિયાતી એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. થોડા વર્ષો પહેલા જે રેમ અને પ્રોસેસર કોમ્પ્યુટર તથા લેપટોપમાં આવતા હતા તે હવે સ્માર્ટફોનમાં જોવા મળે છે. અલબત્ત કેપેસીટી વધ્યા છતાં લોકોને ઘણી વખત સ્માર્ટફોન ધીમા પડી જવાની તકલીફથી પરેશાન થવું પડે છે. ઘણા લોકોનો સ્માર્ટ ફોન હેંગ થઈ જાય છે. સ્માર્ટફોન હેંગ થવા પાછળના કારણો ખૂબ ઓછા લોકોને ખબર છે. આજે આપણે આ કારણો જાણીશું અને કઈ રીતે ફોનને ઝડપી બનાવી શકાય તે અંગે માહિતી મેળવીશું.

રિસ્ટાર્ટ કરવાની રીત

છેલ્લે તમે સ્માર્ટફોનને રિસ્ટાર્ટ ક્યારે કર્યો હતો? તે યાદ કરી જુઓ. સામાન્ય રીતે એન્ડ્રોઇડ સિસ્ટમથી ફોનમાં દરેક પ્રોસેસ માટે એક ટેમ્પરરી ફાઈલ બને છે. આ ઉપરાંત રેમ તરીકે ઓળખાતી ફોનની ફિઝિકલ મેમરી પણ સતત ઉપયોગમાં હોવાના કારણે ભરાયેલી રહે છે. જેના પરિણામે તમારો ફોન ધીમો પડી જાય અથવા હેંગ થવા લાગે છે. જેથી એક નિશ્ચિત સમયે બાદ ફોનને રિસ્ટાર્ટ કરવો જરૂરી છે. જેનાથી ટેમ્પરરી ફાઈલ ડિલીટ થઈ જશે અને ફિઝિકલ મેમરી પણ રિલીઝ થઈ જશે.

આ પણ વાંચો - 1 ઓગસ્ટથી બેંકની રજામાં પણ લોનના હપ્તા, SIP, સેલેરી અને પેંશનનું ક્રેડિટ અટકશે નહીં, NACHને લઈ RBIની મહત્વની જાહેરાત

અપડેટ કરતા રહો

સ્માર્ટફોનને અપડેટ કરી લેવો જોઈએ. એકંદરે સ્માર્ટફોનને અપડેટેડ રાખવો જોઈએ. ઘણી વખત અપડેટમાં બગ પેચ હોય છે. જે સ્માર્ટફોનમાં બગડેલા પ્રોગ્રામને રીપેરીંગ કરે છે. તેમજ નવા ફિચર્સ પણ આપે છે.

ઇન્ટરનલ સ્ટોરજનું ધ્યાન રાખો

તમારા ફોનનું ઈન્ટરનલ સ્ટોરેજ ક્યારે બે તૃતીયાંશ ભાગથી વધારે ભરાય નહીં તેનું ધ્યાન રાખો. કેટલીક એપ્લિકેશનનું કઈ કામ ન હોવા છતાં ફોનમાં રાખેલી હોય છે. તે બેકગ્રાઉન્ડમાં રન પણ થાય છે. જેનાથી ફિઝીકલ અને ઈન્ટરનલ સ્ટોરેજ પર અસર પડે છે. આવી સ્થિતિમાં નકામી એપ્લિકેશનને ડિલીટ કરવી હિતાવહ છે. સ્ટોરેજ બે તૃતીયાંશ ભાગથી વધુ ભરાય નહીં તે માટે દર મહિને તેને ચેક કરતા રહો. નકામી ફાઈલ ડિલીટ કરી નાખો.

Factory રિસેટ કરી શકો

જો ઉપર દર્શાવેલા એક પણ પદ્ધતિથી સ્માર્ટફોનની ઝડપ વધે નહીં તો તમે ફેક્ટરી રીસેટ પણ કરી શકો છો. ફેક્ટરી રીસેટ કરવા માટે જે કાળજી રાખવી જોઈએ તે અમે અગાઉ કહી ચુક્યા છીએ. તે જાણકારીને અનુસરો અને ત્યારબાદ ડેટાને બેકઅપ કરી ફોન રીસેટ કરવો જોઈએ.
First published: