Home /News /tech /જો ફરવાં જવાનું પ્લાનિંગ કરો છો તો આ ટ્રિકથી મળશે 100% કન્ફર્મ તત્કાલ રેલ ટિકિટ, ઘેર બેઠા કરો આ નાનકડું કામ
જો ફરવાં જવાનું પ્લાનિંગ કરો છો તો આ ટ્રિકથી મળશે 100% કન્ફર્મ તત્કાલ રેલ ટિકિટ, ઘેર બેઠા કરો આ નાનકડું કામ
IRCTC ટ્રેન ટિકિટ બૂકિંગ
How to Book Tatkal Rail Ticket: અમે તમને IRCTCના માસ્ટર લિસ્ટ ફીચરની એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તત્કાલ ટિકિટ એક જ ક્ષણમાં બુક કરી શકો છો. અંતિમ સમયમાં જો તમે સફર કરવાં માટે કોઇ પણ ટ્રેનનાં તત્કાલમાં બૂકિંગ કરાવી શકો છો તેમાં 7થી 10 ટકા ટ્રેનની સિટ ખાલી રાખવામાં આવે છે. તત્કાળ ટિકિટ બૂકિંગ કરતાં સમયે કન્ફર્મ સીટ માટે અન્ય લોકો પણ બૂકિંગ કરાવવામાં લાગે છે એવામાં અમે આપને IRCTC તત્કાળ ટિકિટ ખરદીવાનો એક ફાસ્ટેસ્ટ ઉપાય જણાવીશું.
ટેક્નોલોજી ડેસ્ક:હાલમાં સ્કૂલો ખુલતાની સાથે જ્યારે હવે હિલ સ્ટેશન પર લોકોની ભીડ ઓછી થઇ ગઇ છે ત્યારે જો તમે ફરવાં જવાનો પ્લાન બનાવતા હોવ અને તમને ટ્રેનમાં ટિકિટ બૂકિંગ મામલે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે હવે ઘણાં કપલ્સ રજાઓ ગાળવા જતા હોય છે તો ફાસ્ટ અને સુપર-ફાસ્ટ ટ્રેનોમાં ટિકિટની કમી હોય છે. જો તમે પણ બહાર જવાનું વિચારી રહ્યા છો, તો અમે તમને IRCTCના માસ્ટર લિસ્ટ ફીચરની એવી ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે તત્કાલ ટિકિટ એક જ ક્ષણમાં બુક કરી શકો છો. અંતિમ સમયમાં જો તમે સફર કરવાં માટે કોઇ પણ ટ્રેનનાં તત્કાલમાં બૂકિંગ કરાવી શકો છો તેમાં 7થી 10 ટકા ટ્રેનની સિટ ખાલી રાખવામાં આવે છે. તત્કાળ ટિકિટ બૂકિંગ કરતાં સમયે કન્ફર્મ સીટ માટે અન્ય લોકો પણ બૂકિંગ કરાવવામાં લાગે છે એવામાં અમે આપને IRCTC તત્કાળ ટિકિટ ખરદીવાનો એક ફાસ્ટેસ્ટ ઉપાય જણાવીશું.
ડિટેલ્સ તૈયાર રાખો તત્કાલ ટિકિટ બુક કરતી વખતે સેંકડો મુસાફરો કન્ફર્મ સીટ માટે રેસ લગાવતાં હોય છે. આવી સ્થિતિમાં, તત્કાલ ટિકિટ બુક કરતી વખતે, તમારી વિગતો અગાઉથી તૈયાર રાખો. ઉદાહરણ તરીકે, મુસાફરી કરનારાઓનું નામ, મુસાફરીની તારીખ વગેરે સહિત તમારી બધી માહિતી તૈયાર રાખવી ખુબજ જરૂરી છે.
એપ્લિકેશનમાં સૂચિ બનાવો તત્કાલ ટિકિટ બુક કરવા માટે, તમારે IRCTC એપ્લિકેશનમાં લિસ્ટ બનાવવું આવશ્યક છે. આ માટે, તમે IRCTC વેબસાઈટના 'My Profile' વિભાગમાં જાઓ અને અહીંયા મુસાફરોની તમામ માહિતી સાથે એક માસ્ટર લિસ્ટ બનાવો. આ માસ્ટર લિસ્ટનો ઉપયોગ તમારા વધુ બુકિંગ માટે કોઈપણ સમયે થઈ શકે છે. દરેક પ્રવાસ માટે એક અલગ 'ટ્રાવેલ લિસ્ટ' બનાવો જેના માટે તમે તત્કાલ ટિકિટ ખરીદવા માંગો છો. બુકિંગ પ્રક્રિયા દરમિયાન આ સૂચિમાંથી માહિતી મેળવી શકાય છે.
સ્ટેશન કોડ તત્કાલ ટિકિટ બુક કરતી વખતે મોટાભાગના લોકો ભૂલ કરે છે. તેઓ સ્ટેશન કોડ જાણતા નથી. તેથી, તત્કાલ બુકિંગ સેશન શરૂ કરતા પહેલા તમારે ગંતવ્ય સ્ટેશનો અને તેમના કોડનો ખ્યાલ રાખવો જોઈએ. તે સ્ટેશન કોડને નોટપેડ ફાઇલમાં કૉપિ અને પેસ્ટ કરી લો જો તમે સ્ક્રીન પર પુછવામાં આવ્યાં બાદ સ્ટેશન કોડ શોધો છો, તો તમારી ટિકિટ કન્ફર્મ થવાની શક્યતા ઓછી છે.
બર્થ પ્રાથમિકતા આ પછી તમને બર્થ પસંદગી માટે પૂછવામાં આવશે. તમારી પાસે આ માટે વધુ સમય નહીં હોય. જો તમે નીચેની બર્થ પસંદ કરો છો, તો તે ઉપલબ્ધ ન હોવાની સંભાવના વધુ છે. પ્રક્રિયાને સરળ રાખવા માટે તમારે કોઈ જ બર્થની પ્રાથમિકતા પસંદ કરવી જોઈએ નહીં. તેથી જે પણ અવેઇલેબલ હોય તે તમને મળી જાય.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર