Home /News /tech /COVID 19 Vaccine: 18 વર્ષથી નીચેના બાળકો માટે આ રીતે બુક કરો વેક્સિનેશન સ્લોટ

COVID 19 Vaccine: 18 વર્ષથી નીચેના બાળકો માટે આ રીતે બુક કરો વેક્સિનેશન સ્લોટ

આરોગ્ય સેતુ એપ્લિકેશન

How to book vaccine slot: પુખ્ત વયના લોકોએ રસીકરણ માટે કો-વિન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કર્યું હતું, તેવી જ રીતે 15થી 18 વર્ષની વયના બાળકો માટે પણ આ જ રીતે રજીસ્ટ્રેશન કરી શકાશે.

નવી દિલ્હી: ભારતમાં આજથી 15થી 18 વર્ષની વયના (vaccination for 15 to 18 years) બાળકોને હવે કોવિડ 19 રસી (Covid 19 Vaccine) આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બાળકો ભારત બાયોટેકની કોવેક્સિન (Covaxin) અને ઝાયડસ કેડિલાની રસીઓમાંથી એકની પસંદગી કરી શકશે. વેક્સિનેશન માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થઈ ગઈ હતી અને વેક્સિનેશન ડ્રાઈવ (Vaccination drive) આજે 3 જાન્યુઆરીથી શરૂ થઇ જશે.

જેમ દેશના પુખ્ત વયના લોકોએ રસીકરણ માટે આરોગ્ય સેતુ (Arogya Setu Application) અને ઉમંગ એપ (Umang Application) દ્વારા સંકલિત કો-વિન પોર્ટલ દ્વારા રજીસ્ટ્રેશન કર્યું હતું, તેવી જ રીતે 15થી 18 વર્ષની વયના બાળકો માટે પણ આ જ રીતે રજીસ્ટ્રેશન કરી શકાશે. જોકે, થર્ડ પાર્ટી એપ્સ જેમ કે Paytm, HealthifyMe જેવી એપ્લિકેશનોએ બાળકો માટે COVID-19 રસી રજીસ્ટ્રેશનનો ઓપ્શન ઉમેર્યો નથી.

જણાવી દઈએ કે, કિશોરો વ્યક્તિગત રીતે ઓનલાઈન નોંધણી કરાવી શકે છે, સાથે જ અગાઉથી રજીસ્ટ્રેશન કરાવી ચૂકેલા પુખ્ત વયના લોકો તેમને લાભાર્થી તરીકે ઉમેરી શકે છે. તેઓ રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ (Aadhaar Card) ઉપરાંત વિદ્યાર્થી આઈડી કાર્ડનો પણ ઉપયોગ કરી શકે છે. આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા તમે COVID-19 રસીકરણ માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તે અહીં જણાવવામાં આવ્યું છે.

સ્ટેપ-1: આરોગ્ય સેતુ એપ પર જઈને સૌથી પહેલા CoWIN વિકલ્પ પસંદ કરવાનો રહેશે.

સ્ટેપ-2: જે બાદ (Login / Registration) નો ઓપ્શન આવશે, જેમાં તમારે નંબર નાંખવાનો રહેશે.

સ્ટેપ-3: જો તમે નવા યૂઝર હોવ તો બુક સ્લોટ સિલેક્ટ કરો.

સ્ટેપ-4: બાળકોના આઇડી પ્રૂફ માટે 10માં ધોરણનું આઇડી કાર્ડ અથવા જેના પાસે આધાર કાર્ડ હોય તે આપો.

સ્ટેપ-5: આ વેક્સિનેશનની પ્રક્રિયામાં તમારે બાળકનું જેન્ડર પણ સિલેક્ટ કરવાનું રહેશે.

સ્ટેપ-6: જે બાદ બાળકની જન્મ તારીખ સિલેક્ટ કરો.

સ્ટેપ-7: આ પેજ ભર્યા બાદ તમારા વિસ્તારનો પીનકોડ નંબર નાંખો.

સ્ટેપ-8: જે બાદ તમે નજીકના Covid સેન્ટર તપાસીને સિલેક્ટ કરી શકશો.

આ પણ વાંચો: Whatsapp news: શું સ્ક્રિનશોટ ડિટેક્ટ કરવા WhatsApp લાવી રહ્યું છે ત્રીજું બ્લૂ ટીક ફીચર? જાણો સત્ય

તમને જણાવી દઈએ કે, ઓનલાઈન પ્રોસેસમાં સ્માર્ટ ફોન, પીસી કે લેપટોપમાં પણ તમે વેક્સિનેશન સ્લોટ બુક કરાવી શકો છો. તમારે આ કામ માટે ઘરની બહાર નીકળવાની કોઈ જરૂર નથી.
First published:

Tags: Coronavirus, Cowin, અરજી, ટેકનોલોજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો