Home /News /tech /આ ટ્રીકનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ ફોનમાં બ્લોક કરી શકો છો ઇનકમિંગ કોલ્સ, જાણો કેવી રીતે

આ ટ્રીકનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ ફોનમાં બ્લોક કરી શકો છો ઇનકમિંગ કોલ્સ, જાણો કેવી રીતે

આ ઓપ્શન દ્વારા કોઇ પણ વ્યક્તિ થોડા સમય માટે અથવા હંમેશા માટે નોટિફિકેશ ડિસેબલ કરી શકે છે.

ટેકનિકલ દુનિયામાં એન્ડ્રોઇડ ફોન (Android phone) તેના સરળ ફીચર્સના કારણે સૌથી વધુ વપરાય છે. આ ઉપરાંત તે યુઝર્સને સ્પામ કોલ્સ બ્લોક (Block spam calls) કરવાનો ઓપ્શન પણ આપે છે.

નવી દિલ્હી: આજની ટેકનિકલ દુનિયામાં એન્ડ્રોઇડ ફોન (Android phone) તેના સરળ ફીચર્સના કારણે સૌથી વધુ વપરાય છે. આ ઉપરાંત તે યુઝર્સને સ્પામ કોલ્સ બ્લોક (Block spam calls) કરવાનો ઓપ્શન પણ આપે છે. અમુક અનિચ્છિય અથવા રોબોકોલ્સ જે ઘણા લોકો ઉપાડવાનું પસંદ કરતા નથી, યુઝર્સ માટે માથાના દુખાવા સમાન બને છે. તેવામાં એન્ડ્રોઇડની બ્લોકિંગ કોલ સિસ્ટમ (Blocking call system)યુઝર્સ માટે એક શ્રેષ્ઠ સુવિધા છે આવા કોલ્સને ટાળવાની. તો ચાલો જોઇએ કઇ રીતે તમે આવા અનિચ્છનીય કોલ્સને સરળતાથી બ્લોક કરી શકો છો.

શું છે ડુ નોટ ડિસ્ટર્બ મોડ?

ડુ નોટ ડિસ્ટર્બ જેને DND પણ કહેવામાં આવે છે, તે વર્ષ 2015થી એન્ડ્રોઇડ માર્શમેલોથી છે. આ ઓપ્શન દ્વારા કોઇ પણ વ્યક્તિ થોડા સમય માટે અથવા હંમેશા માટે નોટિફિકેશ ડિસેબલ કરી શકે છે. ડીએનડી મોડ દ્વારા કોઇ પણ વ્યક્તિ અલગ અલગ શિડ્યૂલ અથવા નિયમ નક્કી કરી શકે છે, જેના દ્વારા કોઇ નિશ્ચિત સંપર્ક અથવા ટાઇમ ફ્રેમ માટે નોટિફિકેશન મ્યૂટ કરી શકે છે.

આ રીતે કરો ઉપયોગ

ઇનકમિંગ કોલને ડિસેબલ કરવા સરળ છે અને તેના માટે કોઇ પણ થર્ડ પાર્ટી એપ્સની જરૂર પડતી નથી.

સ્ટેપ 1 – સેટિંગ્સમાં જઇને Sound સર્ચ કરીને તેમાં Do Not Disturb મોડ સિલેક્ટ કરો.

સ્ટેપ 2 – હવે કોલ્સ પર ક્લિક કરો અને ત્યાર બાદ Allow Calls પર ટેપ કરો.

સ્ટેપ 3 – પોપ-અપ મેનૂમાંથી Don’t Allow any call from સિલેક્ટ કરો.

સ્ટેપ 4 – હવે repeat caller ટોગલને ઓફ કરી દો.

શું જૂની કોલ બેરિંગ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય?

કોલ બેરિંગ એક જૂની મેથડ છે જે હજુ પણ અમુક ફોનમાં જોવા મળે છે. આ રીત સિમ ટૂલ્સ એપ સાથે સંબંધિત છે, જે લગભગ તમામ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે પરંતુ તે હિડન હોઇ શકે છે. આ રીતે તમે કોલ બેરિંગનો ઉપયોગ કરી શકો છો.

સ્ટેપ 1 – ફોન સેટિંગ્સમાં જઇ Calls પર ક્લિક કરો.

સ્ટેપ 2 – Call Settingsમાં Call Barring ઓપ્શન પર ટેપ કરો.

સ્ટેપ 3 – હવે All Incomings પર ટેપ કરો. ત્યાર બાદ તમે પાસવર્ડ પૂછશે, જે મોટા ભાગે 1234 અથવા 0000 હોય છે.

સ્ટેપ 4 – હવે Turn On પર ક્લિક કરો અને તમારું કોલ બેરિંગ સેટિંગ થઇ ગયું.

બ્લોક કરવા એપ્સનો ઉપયોગ

કોલ બ્લોકિંગ માટે તમને પ્લે સ્ટોરમાં અનેક થર્ડ પાર્ટી એપ્સ મળી જશે. પરંતુ ડાઉનલોડ કરતા કે યુઝમાં લેતા પહેલા તે એપ્સ વિશેના રિવ્યૂ અને ફીડબેક જરૂર તપાસી લેવા. અમુક જાણીતી કોલ બ્લોક એપ્સ જેવી કે, Hiya - Call Blocker, Fraud Detection & Caller ID Dvs RoboKiller - Spam and Robocall Blocker તમે વાપરી શકો છો.
First published:

Tags: Android smartphone, Smartphones, Tech tips and Tricks