મોબાઇલ ફોનમાં એડ ટ્રેકિંગ ન થાય તે માટે આટલું કરો, આવી રીતે કરી શકો છો બંધ
મોબાઇલ ફોનમાં એડ ટ્રેકિંગ ન થાય તે માટે આટલું કરો, આવી રીતે કરી શકો છો બંધ
સરળ સ્ટેપ અનુસરીને એડ ટ્રેકિંગને કરો બંધ.
How to block ad tracking: કંપની ફોનના માધ્યમથી એડ ટ્રેકિંગ કરે છે, તમે જે પણ પ્રોડક્ટ જુઓ છો તેનો રિપોર્ટ કંપનીને મળે છે, ત્યારબાદ કંપની તરફથી તમને લલચાવવા માટે તેના રિલેટેડ અન્ય પ્રોડક્ટ પણ જોવા મળે છે.
મુંબઈ: તમે જોયું હશે કે કોઈ પણ શૉપિંગ સાઈટ્સ (Shopping website) પર કોઈ પ્રોડક્ટ વિશે સર્ચ કર્યા બાદ તમને તેના રિલેટેડ અન્ય પ્રોડક્ટ (Product) પણ જોવા મળે છે. કંપની ફોનના માધ્યમથી એડ ટ્રેકિંગ (Ad tracking) કરે છે, તમે જે પણ પ્રોડક્ટ જુઓ છો તેનો રિપોર્ટ કંપનીને મળે છે, ત્યારબાદ કંપની તરફથી તમને લલચાવવા માટે તેના રિલેટેડ અન્ય પ્રોડક્ટ પણ જોવા મળે છે. એપલ (Apple)માં એક નવું ફીચર રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં યૂઝર્સને સુવિધા આપવામાં આવી હતી કે, કંપની યૂઝર્સને ટ્રેક કરી શકે કે નહીં તે યૂઝર્સે નક્કી કરવાનું રહેશે. એન્ડ્રોઈડ (Android) અને iOS બંને ફોનમાં આ પ્રકારની સુવિધા આપવામાં આવી છે. જેમાં તમે ફોનમાં ઈન્સ્ટોલ કરેલા એપ્સ અને વેબપેજમાં એડ ટ્રેકિંગને બ્લોક કરી શકાય છે.
સ્માર્ટફોન એક એવું ડિવાઈસ છે જેનો દરેક વ્યક્તિ ઉપયોગ કરે છે. એડ ટ્રેકિંગને બ્લોક કરવા માટેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. જેથી તમારી વ્યક્તિગત ઈન્ટરનેટ હિસ્ટ્રી અને ડેટા એક્ટિવિટી ઈન્ટરનેટ પર શેર કરવામાં ન આવે. ફોનમાં એડ ટ્રેકિંગ કેવી રીતે બ્લોક કરી શકાય તેની અહીં જાણકારી આપવામાં આવી છે.
એન્ડ્રોઈડ પર એડ ટ્રેકિંગ કેવી રીતે બંધ કરવું
જો તમે એન્ડ્રોઈડ ફોન વાપરી રહ્યા છો તો એડ ટ્રેકિંગ કેવી રીતે બંધ કરવું તેની અહીં વિગતવાર જાણકારી રજૂ કરવામાં આવી છે. સૌથી પહેલા તમારે એ જાણવું જોઈએ કે ગૂગલ (Google) પાસે તમારા વિશે કેટલી જાણકારી છે. આ સ્ટેપ્સ ફોલો કરીને તમે એડ ટ્રેકિંગ બંધ કરી શકો છો.
>> એન્ડ્રોઈડ ફોનમાં સેટિંગ્સમાં જઈને સૌથી પહેલા Google પર ક્લિક કરો.
>> ત્યારબાદ એડ પર ક્લિક કરો અને ‘એડ આઈડી રિસેટ કરો’ લખેલું જોવા મળશે તેના પર ક્લિક કરો.
>> ફોનમાં Google દ્વારા બતાવવામાં આવતી એડ ટ્રેકિંગને બ્લોક કરવા માટે ‘ઓપ્ટ આઉટ ઓફ એડ પર્સનાઈઝેશન’ લખેલું હશે, તેના પર ક્લિક કરો.
>> ત્યારબાદ સ્ક્રોલ ડાઉન કરો અને ‘પર્સનલાઈઝ્ડ યૂઝિંગ શેર ડેટા’ સિલેક્ટ કરો અને તમામ એપ્લિકેશન માટે ટર્ન ઓફ કરી દો. આ સેટિંગ કરવાથી Google એપ્સને તમારી એક્ટિવિટી વાંચવાથી રોકી શકાય છે.
>> Google મેનુમાંથી બહાર આવીને સેટિંગમાં પ્રાઈવેસી મેનૂ પર ક્લિક કરો.
>> તમામ ફોનમાં આ પ્રકારનું સેટિંગ થોડુ અલગ જોવા મળે છે. સામાન્ય રીતે તમને ‘સેન્ડ ડાયગ્નોસ્ટીક ડેટા’ અને ‘રિસીવ માર્કેટિંગ ઈન્ફર્મેશન’ જોવા મળે છે, આ તમામ વિકલ્પને ટર્ન ઓફ કરી દો.
>> ‘એન્ડ્રોઈડ પર્સનલાઈઝેશન સર્વિસ’ પણ ઓફ કરી દો.
>> ‘ડિવાઈસ પર્સનલાઈઝ્ડ સેવાઓ’ હોય તો તેના પર ક્લિક કરીને ડેટા ક્લીઅર કરી દો.
>> તમને ‘ડિવાઈસ આઈડી એડ’ જેવા અન્ય વિકલ્પ પણ જોવા મળશે. જો તમે આ ઓપ્શન ટર્ન ઓફ કરો છો તો તે ઓઈએમના સોફ્ટવેરને તમારા ફોનમાં તમારી એક્ટિવિટીને ટ્રેક કરતા રોકી શકે છે, તથા ડિવાઈસ આઈડીને રિસેટ કરી દો.
આ ઓપ્શન નીચે તમને Google સેવાઓ માટે પ્રાઈવેસી ટોગલ જોવા મળશે, ત્યાં ‘લોકેશન હિસ્ટ્રી’, ‘એક્ટિવિટી કંટ્રોલ’, ‘એડ’ જેવા વિકલ્પો જોવા મળશે.
આ તમામ વિકલ્પ હેઠળ તમામ સુવિધા માટે Googleનું ટ્રેકિંગ બંધ કરી દો. Google એ જે પણ ડેટા તમારા ફોન સાથે લિંક કર્યા છે, તે તમામ ડેટાને ક્લિઅર કરી દો. ત્યાર બાદ તમારા ફોન અને ગૂગલ પર તમારી એક્ટિવિટી લોગ અને સ્ટોર નહીં થાય.
બ્રાઉઝરમાં Google Chromeનો ઉપયોગ ન કરવો, તેની જગ્યાએ Brave અને Mozilla Firefox જેવા બ્રાઉઝરનો ઉપયોગ કરવો. જો તમે Braveનો ઉપયોગ કરો છો તો બ્રાઉઝર ખોલીને સેટિંગ્સમાં જઈને ‘બ્રેવ શીલ્ડ એન્ડ પ્રાઈવસી’ પર ક્લિક કરો. ત્યાં એગ્રેસિવ અને સ્ટ્રિક્ટ બ્લોગિંગ ઓફ ટ્રેકર્સને પસંદ કરો, ત્યાર બાદ ક્રોસ સાઈટ કુકીઝને બ્લોક કરી દો. આ બે વિશેષતાઓ તમામ વેબસાઈટને ટેબમાં તમને ટ્રેક કરવાથી રોકશે. તેમજ Googleમાં પ્રાઈવસી સ્પેસિફિક સર્ચ એન્જિન, જેમ કે DuckDuckGoને સ્વિચ કરી દો.
નોંધ- આ તમામ સેટિંગ્સ માટે અનેક વેબસાઈટ તમને કુકીઝ સેટિંગ્સ બંધ કરવાનું કહી શકે છે. બને ત્યાં સુધી કોઈ વૈકલ્પિક સાઈટને બદલવી નહીં અને તેનો ઉપયોગ ન કરવો.
>> IOS પર Googleને બ્લોક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા ફોનના માધ્યમથી ઉપલબ્ધ નહીં થાય. Googleમાં લોગીન કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરવો. લોગીન કર્યા બાદ એકાઉન્ટ સેટિંગ્સમાં જઈને પ્રાઈવસી સેટિંગ્સ એકવાર ચેક કરી લો.
>>આ તમામ સેટિંગ્સ થયા બાદ iPhone પર સેટિંગ એપ પર ક્લિક કરો અને પ્રાઈવસીનું ઓપ્શન આવે ત્યાં સુધી સ્ક્રોલ કરો અને 'Apple એડ' પર ક્લિક કરો.
>>ત્યારબાદ તમને ડિવાઈસ ડેટાના આધાર પર પર્સનાઈલ્ઝ્ડ એડનો વિકલ્પ જોવા મળશે, ત્યારબાદ આ સેટિંગને બંધ કરી દો.
>>‘Apple એડ’ માંથી બહાર આવીને લોકેશન સર્વિસ સિલેક્ટ કરો.
>> અહીં તમને તમામ એપ્લિકેશનની યાદી જોવા મળશે, જેનાથી તમારા લોકેશનની માહિતી મળે છે. તમામ એપ્લિકેશનની માહિતી મેળવી લો અને જરૂરી ન હોય ત્યાં લોકેશન સર્વિસ બંધ કરી દો.
>> ત્યારબાદ લોકેશન સર્વિસ સંપૂર્ણરૂપે ટર્ન ઓફ કરી દો.
>>જો તમે iPhoneમાં Safariનો ઉપયોગ કરો છો, તો તેને સેટિંગ્સને પણ એક વાર રીસેટ કરી દો. સેટિંગ્સ મેનૂની મદદથી સફારીના સેટિંગ્સને ઓપન કરો.
>> સફારી હેઠળ ‘પ્રાઈવસી અને સેફ્ટી’નું ઓપ્શન આવે ત્યાં સુધી સ્ક્રોલ કરો અને ‘ક્રોસ સાઈટ ટ્રેકિંગ’ને બંધ કરી દો.
>>વેબ પેજ પર ટ્રેક ન કરી શકે તે માટે તમામ કુકીઝને બ્લોક કરી દો.
>>ડિવાઈસમાં ડેટાને ટ્રેક કરવામાં ન આવે તે માટે ‘બેકગ્રાઈન્ડ એપ રિફ્રેશ’ બંધ કરી દો. સેટિંગ્સમાં ‘સામાન્ય’ ટેબ પર જઈને ‘બેકગ્રાઈન્ડ એપ રિફ્રેશ’ સિલેક્ટ કરવા માટે સ્ક્રોલ કરો.
>> જે એપ્લિકેશન વિશ્વસનીય છે તે સિવાય અન્ય એપ્લિકેશન માટે ‘બેકગ્રાઈન્ડ એપ રિફ્રેશ’ ટર્ન ઓફ કરી દો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર