Home /News /tech /શું તમે પણ પેટ્રોલ પંપની જેમ EV ચાર્જિગ સેટઅપ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવો છો? જાણો સંપૂર્ણ વિગતો...

શું તમે પણ પેટ્રોલ પંપની જેમ EV ચાર્જિગ સેટઅપ માટે અરજી કરવાની ઈચ્છા ધરાવો છો? જાણો સંપૂર્ણ વિગતો...

તમે ઇલેક્ટ્રિક વાહનોનું ચાર્જિંગ સેટઅપ પણ ઇન્સ્ટોલ કરી શકો છો.

દિલ્લી સરકારે ઈલેક્ટ્રીક વાહનોનાં ધીમા અને ઝડપી ચાર્જિંગ માટે ઈ-વ્હીકલ ચાર્જર (EV Charger) લગાવવાને લઈને સિંગલ વિન્ડો પ્રક્રિયાની દિશામાં એક મહત્વનું પગલું લીધું છે.

નવી દિલ્હી:  દિલ્લી સરકારે (Delhi Government)ઈલેક્ટ્રીક વાહનોનાં ધીમા અને ઝડપી ચાર્જિંગ માટે ઈ-વ્હીકલ ચાર્જર (EV Charger) લગાવવાને લઈને સિંગલ વિન્ડો પ્રક્રિયાની દિશામાં એક મહત્વનું પગલું લીધું છે. બીએસઈએસ રાજધાની પાવર લિમિટેડે (BSES Rajdhani Power Limited) આજે દિલ્હી ડિસ્કોમ્સ બીઆરપીએલ, બીવાયપીએલ અને ટીપીડીડીએલ સાથે ખાનગી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોવાઈડર્સના પેનલ પસંદગી માટે રિક્વેસ્ટ ફોર સિલેક્શન (RFS)ની જાહેરાત કરી છે. સ્લો અને ફાસ્ટ ચાર્જિંગ માટે પેનલની પસંદગી કરવામાં આવશે. ગ્રાહક પાસે ખરીદી અથવા માસિક સબસ્કરિપ્શન પર ઈવી ચાર્જરની ખરીદી અને સ્થાપનાનો વિકલ્પ હશે.

કોણ લગાવી શકશે ઈવી ચાર્જિંગ સ્ટેશન

ખાનગી અને અર્ધ સરકારી જગ્યાઓમાં પેનલની મદદથી ઈવી ચાર્જર સ્થાપવા માટેની સિંગલ વિંડો સુવિધા દિલ્લીમાં આપવામાં આવશે, જેની મદદથી રહેણાંક સ્થળો જેવા કે અપાર્ટમેન્ટ અને ગ્રુપ હાઉસિંગ સોસાયટી, સંસ્થાકીય સ્થળો જેવા કે હોસ્પિટલ, કોમર્શિયલ સ્થળો જમ કે મોલ અને થિયેટર્સમાં ઈવી ચાર્જિંગની સુવિધા ઉભી કરવામાં આવશે. સુવિધા શરી થયી પછી ગ્રાહક ડિસ્કોમની વેબસાઈટ પર અલગ અલગ ચાર્જરની કિંમત અને તેની સુવિધાઓની તુલના કરી શકશે, સાથે જ ફોનના માધ્યમથી અને ઓનલાઈન પણ ચાર્જર લગાવવા માટેનું ઓર્ડર શેડ્યુલ કરી શકશે.

ઓછી કિંમતવાળા વિક્રેતાઓને લિસ્ટમાં શામેલ કરશે ડિસ્કોમ

ડીડીસી ઉપાધ્યક્ષ જાસ્મીન શાહના જણાવ્યા મુજબ આ યોજના અંતર્ગત ભારતમાં સૌથી ઓછા ખર્ચે ચાર્જર લગાવનારા વિક્રેતાઓને ડિસ્કોમ દ્વારા લિસ્ટમાં શામેલ કરવામાં આવશે, સાથે જ ચાર્જરના ઈન્સ્ટોલોશન માટે એક વ્યવસ્થિત પ્રક્રિયા પણ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી સરકારની સબસીડી ગ્રાહકોને આપે અને ઈવી ટેરિફને આધારે મીટર પણ લગાવવામાં આવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના દિલ્લીને દેશની પ્થમ ઈવી રાજધાની બનાવવાના વિઝનમાં કોઈ પણ વ્યક્તિ ઈવી ચાર્જર લગાવી શકશે જેમાં દિલ્લી સરકારની સબસિડી લેવા માટે ફોન અથવા ઓનલાઈન અરજી કરવાની રહેશે.

14 જૂન, 2020ના રોજ લેવાયો હતો નિર્ણય

ડિસ્કોમના માધ્યમથી ખાનગી અને અર્ધ સરકારી જગ્યાઓ પર સરળતાથી ઈવી ચાર્જર લગાવવા માટે સિંગલ વિંડો સુવિધા આપવાનો નિર્ણય 14 જૂન 2020ના રોજ લેવાયો હતો. જાસ્મીન શાહે કહ્યું છે કે દિલ્લીમાં ઝડપથી ઈવી ચાર્જર લગાવવાની દિશામાં સિંગલ વિંડો પ્રક્રિયા એક મહત્વપૂર્ણ નિર્ણય છે. દિલ્હી સરકારના સ્વિચ દિલ્લી અભિયાન પછી અપાર્ટમેન્ટ, સોસાયટીઓ, આરડબલ્યુએ, મોલ માલિકો વગેરે તમામે કહ્યું છે કે તેઓ ઈવી ચાર્જર લગાડવા ઈચ્છે છે પણ તે કેવી રીતે લગાવવું તેની જાણકારી નથી, આ કારણે સિંગલ વિંડો પ્રક્રિયાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

આ રીતે કરો અરજી

આ યોજની શરૂ થયા બાદ કોઈ પણ દિલ્હીવાસી ડિસ્કોમની વેબસાઈટ થી કે ફોનના માધ્યમથી પોતાના પ્રીમાઈસીસમાં ઈવી ચાર્જર લગાવવાની અરજી કરી શકે છે. યોજનાની શરુઆત થયા પછી સિંગલ વિંડો પ્રક્રિયા ખાતરી કરશે કે ગ્રાહક પારદર્શી રીતે ડિસ્કોમના લિસ્ટેડ વિક્રેતાથી ચાર્જર લગાવવાની અરજી કરી શકે, આ સિવાય ઈવી ટેરિફવાળા વીજ કનેક્શન માટે પણ આવેદન કરી શકાય છે.

આ પણ વાંચો: લાખ પ્રયત્નો છતા કોઈ નહીં શોધી શકે ફોનમાં છુપાવેલા ફોટો, વાપરો આ ટેકનિક

યોજનામાં ચાર્જીંગ ઉપકરણની કિંમતની 100 ટકા સબસીજી પણ ઉપ્લબ્ધ છે. દિલ્લી ઈવી નીતી અનુસાર પ્રથમ 30000 ચાર્જિંગ પોઈન્ટ માટે 6000 રૂપિયા પ્રતિ પોઈન્ટ આપવામાં આવશે. દિલ્લી સરકારના આ નવા અભિગમને કારણે ઓછા મૂલ્યવાળા ઈવી ચાર્જર સામાન્ય લોકો માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે અને આખા શહેરમાં આવા હજારો ચાર્જર લગાવવામાં આવશે.
First published:

Tags: Charging, Electric car, Electric vehicle