Home /News /tech /WhatsApp પર PAN Cardથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ થશે ડાઉનલોડ, બસ કરવો પડશે આ મેસેજ
WhatsApp પર PAN Cardથી લઇને ડ્રાઇવિંગ લાયસન્સ થશે ડાઉનલોડ, બસ કરવો પડશે આ મેસેજ
હવે તમે વોટ્સએપ પર તમારા જરૂરી દસ્તાવેજો ડાઉનલોડ કરી શકશો.
WhatsApp Digilocker Service: લોકોની સુવિધા માટે હવે સરકારે ડિજીલોકર (Digilocker) સર્વિસને એક્સેસ કરવા માટે MyGov Helpdesk ને WhatsApp પર ઉપલબ્ધ કરાવી છે. હવે તમે WhatsApp પર ફક્ત ‘Hi’ લખીને આ સર્વિસનો લાભ સરળતાથી ઉઠાવી શકો છો.
WhatsApp Digilocker Service: જો તમે વોટ્સએપ (WhatsApp)નો ઉપયોગ કરતા હો તો તમારા માટે કામના સમાચાર છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે વોટ્સએપ યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા એક ખાસ સેવા શરુ કરી છે, જેમાં તમે પોતાના PAN, DL, RC, માર્કશીટ્સ, ઇન્શ્યોરન્સ અને અન્ય તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સને બસ એક મેસેજ દ્વારા ડાઉનલોડ કરી શકો છો. લોકોની સુવિધા માટે હવે સરકારે ડિજીલોકર (Digilocker) સર્વિસને એક્સેસ કરવા માટે MyGov Helpdesk ને WhatsApp પર ઉપલબ્ધ કરાવી છે. હવે તમે WhatsApp પર ફક્ત ‘Hi’ લખીને આ સર્વિસનો લાભ સરળતાથી ઉઠાવી શકો છો.
WhatsApp પર તમારા ડોક્યુમેન્ટ્સ આ રીતે કરો ડાઉનલોડ
- તમને તમારા WhatsApp પર Hi લખીને +91 9013151515 નંબર પર મોકલવાનું રહેશે.
- આ પછી તમને પૂછવામાં આવશે DigiLocker એકાઉન્ટ એક્સેસ કરવું છે કે Cowin સર્વિસ.
- આ પછી DigiLocker સિલેક્ટ કર્યા બાદ તમને પૂછવામાં આવશે કે એકાઉન્ટ છે કે નહીં.
- જો તમારું પહેલેથી જ ડિજીલોકર પર એકાઉન્ટ છે, તો તમારે તમારો આધાર નંબર દાખલ કરવો પડશે.
- ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે, તેને એન્ટર કરવાનો રહેશે.
- આ પછી, તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ પહેલેથી જ અપલોડ કરવામાં આવ્યા છે, તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકો છો.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે સરકારે સૌથી પહેલા માર્ચ 2020માં MyGov હેલ્પડેસ્કની શરૂઆત કરી હતી, તે સમયે આ હેલ્પડેસ્કે લોકોને કોરોનામાં ઘણી મદદ કરી હતી, જેમ કે કોવિડ સંબંધિત માહિતી, વેક્સીન બુકિંગ અને સર્ટિફિકેટ ડાઉનલોડ. હાલમાં, 80 મિલિયનથી વધુ લોકોએ હેલ્પડેસ્કનો ઉપયોગ કર્યો છે અને 33 મિલિયનથી વધુ વેક્સિન સર્ટીફિકેટ્સ ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
DigiLocker એ ભારત સરકારનું એક પ્રકારનું ડિજિટલ વૉલ્ટ છે, જે MeitY દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તમે ગૂગલ પ્લે અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો અથવા સીધા https://www.digilocker.gov.in/ પરથી એક્સેસ કરી શકો છો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર