Home /News /tech /

Apple AirTagsની મદદથી કારની ચોરી! આ ભેજાબાજ ચોરને શું કહેશો?

Apple AirTagsની મદદથી કારની ચોરી! આ ભેજાબાજ ચોરને શું કહેશો?

એરટેગની મદદથી કારની ચોરી

Apple AirTags: કેનેડા (Canada)ની યોર્ક પોલીસ ઓટો અને કાર્ગો વિભાગે એક નોટિસ જાહેર કરી છે. નોટિસ જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, ચોર એરટેગની મદદથી કારની ચોરી કરી રહ્યા છે.

મુંબઈ: ચાવી અથવા અન્ય કિંમતી સામાન ખોવાઈ જવાની પરિસ્થિતિમાં એફલ એરટેગ્સ (Apple AirTags) મદદગાર સાબિત થઈ શકે છે. બ્લુટૂથ એનેબલ્ડ ડિવાઈસનો કિચેઈન તરીકે ઉપયોગ કરી શકાય છે અથવા પર્સમાં પણ રાખી શકાય છે. એપલ યૂઝર્સ એપલની ફાઈન્ડ માય એપ (Find my App)ની મદદથી પોતાનો ખોવાયેલ સામાન શોધી શકે છે. કેનેડાની યોર્ક પોલીસ ઓટો અને કાર્ગો વિભાગે (Canada’s York Regional Police Auto/Cargo department) એક નોટિસ જાહેર કરી છે. નોટિસ જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, ચોર એરટેગની મદદથી કારની ચોરી કરી રહ્યા છે.

લક્ઝરી કારની ચોરી

આ મહિનાની શરૂઆતમાં નોટિસ જાહેર કરવામાં આવી હતી. નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે યોર્ક વિસ્તારમાં પાંચ ચોરીની ઘટનાઓ સામે આવી છે. જ્યાં શંકાસ્પદ વ્યક્તિઓએ લક્ઝરી કારની ચોરી કરવા માટે કારમાં એરટેગ મૂક્યા હતા. જે કારને ચોરી કરવાની હોય છે તે કાર જ્યારે મોલમાં અથવા જાહેર સ્થળ પર પાર્કિંગ કરવામાં આવે છે, ત્યારે તે કારમાં એરટેગ મૂકી દેવામાં આવે છે. તે કાર જ્યારે ત્યાંથી રવાના થાય ત્યાર બાદ આ કારને ટ્રેક કરીને તેની ચોરી કરી લેવામાં આવે છે.

આ રીતે કરે છે ચોરી

ડ્રાઈવર ડોર અથવા પેસેન્જર ડોરના માધ્યમથી કારમાં પ્રવેશ કરવા માટે ચોર સ્ક્રૂડ્રાઈવર અથવા અન્ય ટૂલનો ઉપયોગ કરે છે. ચોરને કાર ટેકનિક અંગે ખૂબ જ જાણકારી હોવાથી એલાર્મ વાગતું નથી. એકવાર ચોર કારમાં એન્ટર થાય ત્યાર બાદ મિકેનિક દ્વારા ફેક્ટરી સેટિંગને રિપ્રોગ્રામ કરવામાં આવ્યા છે. જે ડેશબોર્ડની નીચે ઓનબોર્ડ ડાયગ્નોસ્ટિક્સ પોર્ટ સાથે જોડાયેલું હોય છે. ત્યારબાદ ચોર પોતાની ચાવીથી કારને ડ્રાઈવ કરવા માટે તેમાં પ્રોગ્રામ કરે છે. ચોરની ચાવીથી કાર પ્રોગ્રામ થઈ ગયા બાદ ચોર કારની ચોરી કરીને જતો રહે છે.

યોર્ક રિજનલ પોલીસ ઓટો અને કાર્ગો થેફ્ટ યૂનિટે દાવો કર્યો છે કે, તેમનું યૂનિટ કાર ચોરી કરનારની ધરપકડ કરવા માટે સતત સતર્ક રહે છે. ચોર સરળતાથી ચોરી કરવા માટે અલગ અલગ ટેક્નિકનો ઉપયોગ કરે છે. પોલીસે જાહેર કરેલ નોટિસમાં Apple AirTagથી કાર ચોરીથી બચવાના ઉપયાગ વિશે જણાવવામાં આવ્યું છે.

Apple AirTag car theft
એરટેગની મદદથી કારની ચોરી.


કારને ચોરી થતી કેવી રીતે બચાવવી?

- કારને ગેરેજમાં પાર્ક કરવી.
- મોટાભાગની કાર ડ્રાઈવ વેથી ચોરી કરવામાં આવે છે.
- સ્ટીયરિંગ વ્હીલ લોકનો ઉપયોગ કરવો અથવા એલર્ટ સિસ્ટમ સાથે કેમેરા સ્થાપિત કરવા.
- કારનો નિયમિતરૂપે ઉપયોગ કરવો જોઈએ.
- કારમાં કોઈપણ પ્રકારનું શંકાસ્પદ ડિવાઈસ જોવા મળે તો તાત્કાલિક પોલિસનો સંપર્ક કરવો.

આ પણ વાંચો: ભૂલથી દવાની જગ્યાએ Apple AirPods ગળી ગઈ મહિલા, પેટમાં થતા અવાજ પણ રેકોર્ડ થયા!

Appleએ આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. કંપનીએ AirTagના માધ્યમથી પીછો કરવાથી રોકવા માટે કેટલીક સુવિધાઓ જાહેર કરી છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે AirTagમાં એક એન્ટી-સ્ટોકિંગ ફંક્શન સામેલ હોય છે. જ્યારે પણ iPhone યૂઝર્સની આસપાસ અજાણ્યું AirTag હોય છે, ત્યારે તેની જાણ iPhone યૂઝર્સને કરવામાં આવે છે. લક્ઝરી કારના માલિક પાસે આઈફોન નથી અથવા એપલ ફાઈન્ડ માય એપના નોટિફિકશનને એવોઈડ કરી દીધું હોય ત્યારે પણ કાર ચોરીની સંભાવના છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Apple, Canada, Gadget, IPhone, ટેકનોલોજી, પોલીસ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन