તમારા મતદાન કેન્દ્ર વિશે ખબર નથી તો મદદ કરશે Voter Helpline એપ

આ વોટર સ્લિપને તમે ડાઉનલોડ પણ કરી શકો છો.

News18 Gujarati
Updated: April 22, 2019, 10:42 AM IST
તમારા મતદાન કેન્દ્ર વિશે ખબર નથી તો મદદ કરશે Voter Helpline એપ
લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે વોટર હેલ્પલાઇન નામની એક એપ લૉન્ચ કરી છે.
News18 Gujarati
Updated: April 22, 2019, 10:42 AM IST
23 એપ્રિલે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન થશે.. તમે તમારુ મતદાન કેન્દ્ર ક્યા છે તે વિશે જાણતા નથી તો પરેશાન થવાની જરુર નથી, ચૂંટણીપંચે એક એવી એપ લોન્ચ કરી છે. જેની મદદથી તમે સરળતાથી મતદાન કેન્દ્ર વિશે જાણી શકો છો. આ એપનું નામ Voter Helpline છે અને આ એપ સ્ટોરથી ફ્રી મા ડાઉનલોડ કરી શકો છો.

મદદ કરશે Voter Helpline એપ

વોટર લિસ્ટમાં હોવું જરૂરી છે અને જો લિસ્ટમાં તમારું નામ છે અને પોલિંગ સ્ટેશન માટે ખબર નથી તો તમારે ક્યાંય જવાની જરૂર નથી. એના માટે તમને મદદ કરશે Voter Helpline એપ. લોકસભા ચૂંટણી 2019ને ધ્યાનમાં રાખતા ચૂંટણી પંચે વોટર હેલ્પલાઇન નામની એક એપ લૉન્ચ કરી છે, જેને ગૂગલ પ્લે સ્ટોરથી ફ્રી માં ડાઉનલોડ કરવામા આવી શકે છે.

સૌથી પહેલા તમારે ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલી એપ Voter Helpline ને પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં ગૂગલ પ્લે-સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. આ એપની સાઇઝ 8.4 એમબીની છે. એપ ડાઉનલોડ કર્યા પછી શરૂઆતી સેટિંગ્સ કર્યા પછી રજિસ્ટ્રેશન કરો.

આ એપને ઓપન કરવા પર તમારી સામે Voter, Forms, Complaint, EVM, Elections અને Result જેવા વિકલ્પ આપી જશે. એમાં તમારે Voter સિલેક્ટ કરવું પડશે, જેમાં વોટરને ‘Where is my polling Station?’ પર ટેપ કરવું પડશે. ત્યારબાદ એક પેજ પર ‘know your polling booth’ નામથી એક લિંક આવી જશે.


એની પર ક્લિક કરવા પર તમારે તમારી કેટલીક જાણકારી આપવી પડશે, જેમાં વોટરનું નામ, રાજ્ય, નિર્વાચિન ક્ષેત્ર છે. તમામ ડિટેલ ભર્યા બાદ નીચે Search નો ઑપ્શન મળશે, એની પર ટેપ કરી દો. હવે તમારી સામે વોટર સ્લિપ આવી જશે, જેમાં Polling Station ની જાણકારી આવી જશે કે તમારે વોટ નાંખવા ક્યાં જવાનું છે. તમે આ વોટર સ્લિપને તમે ડાઉનલોડ પણ કરી શકો છો.આ ઉપરાંત આ એપથી વોટર જિલ્લા પ્રશાસનના કમ્પેલન સેલની જાણકારી પણ પ્રાપ્ત કરી શકો છો. આટલું જ નહીં આ એપથી ગત લોકસભા ચૂંટણી માટે પણ જાણકારી લઇ શકો છો. સાથે જ એમાં તમે એવું પણ જાણી શકો છો કે ઇવીએમ ઉપરાંત VVPAT મશીનનો ઉપયોગ પણ કેવી રીતે કરવામાં આવે છે.
First published: April 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...