Home /News /tech /હેકર્સે Apple અને Facebookને પણ બનાવ્યા ઉલ્લુ, આ રીતે છેતરીને મેળવી લીધો યુઝર્સ ડેટા!

હેકર્સે Apple અને Facebookને પણ બનાવ્યા ઉલ્લુ, આ રીતે છેતરીને મેળવી લીધો યુઝર્સ ડેટા!

હેકર્સે એવી જાળ ફેંકી કે એપલ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટા ફસાઈ ગઈ. (પ્રતીકાત્મક ફોટો- shutterstock)

Hackers Fooled Tech Giants: જો તમને લાગતું હોય કે હેકર્સ (Hackers) માત્ર સામાન્ય લોકો અથવા સામાન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરી શકે છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો. તે Apple અને Facebook જેવી મોટી ટેક કંપનીઓને પણ મૂરખ બનાવીને તેમની પાસેથી જરૂરી જાણકારી મેળવી લે છે.

વધુ જુઓ ...
Hackers Fooled Facebook and Apple: હેકર્સ (Hackers) દરરોજ હજારો લોકોને છેતરે છે. અલગ-અલગ પદ્ધતિઓ અપનાવીને તેઓ કોઈના બેંક ખાતામાંથી પૈસા ચોરી લે છે, તો કોઈ વ્યક્તિની વ્યક્તિગત માહિતી તેના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટ અથવા ફોનમાંથી લઈ લે છે. તેઓ નિતનવી પદ્ધતિઓ અપનાવે છે. જો તમને લાગે છે કે તેઓ ફક્ત સામાન્ય લોકો અથવા સામાન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરી શકે છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો.

આ હેકર્સ એપલ (Apple), મેટા (Meta) અને ડિસ્કોર્ડ (Discord) જેવી દિગ્ગજ ટેક કંપનીઓને પણ મૂર્ખ બનાવે છે. હા, તમે બરાબર વાંચ્યું છે. અમેરિકામાં એવું જ થયું છે. હેકર્સે આવી જ જાળ ફેંકી હતી જેમાં એપલ અને ફેસબુક (Facebook)ની પેરેન્ટ કંપની મેટા ફસાઈ ગઈ હતી અને તેમણે પોતે જ યુઝર્સનો પર્સનલ ડેટા હેકર્સને આપી દીધો હતો. કંપનીઓને તેમની ભૂલનો અહેસાસ થયો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું.

આ પણ વાંચો: વનપ્લસનો જોરદાર 5G ફોન ભારતમાં થયો લોન્ચ, જાણો ફીચર્સ અને કિંમત

આ રીતે કંપનીઓને બનાવી ઉલ્લુ

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે હેકર્સે દુનિયાની સૌથી મોટી કંપનીઓમાં સામેલ એપલ, મેટા અને ડિસ્કોર્ડને ફૂલ બનાવીને યુઝર્સના ડેટા મેળવી લીધા હતા. હેકર્સે પોતાને લીગલ ઓફિસર તરીકે ઓળખાવ્યા અને કંપનીઓને 'ઇમરજન્સી ડેટા રિક્વેસ્ટ' (Emergency Data Requests) મોકલી. એપલ, મેટા અને ડિસ્કોર્ડે આ વિનંતી સ્વીકારી અને યુઝર્સનો ડેટા હેકર્સને આપી દીધો. કંપનીઓને તેમની ભૂલ ત્યારે ખબર પડી જ્યારે હેકર્સે યુઝર્સને હેરાન કરવાનું શરૂ કર્યું.

આ રીતે ઉઠાવ્યો લાભ

અમેરિકામાં કાનૂની એજન્સીઓએ કંપનીઓ પાસેથી યૂઝર્સનો ડેટા માંગવા માટે સર્ચ વોરંટ કંપનીઓને આપવાનું હોય છે. અથવા તો આવા આદેશ પર કોઈ જજના હસ્તાક્ષર જરૂરી હોય છે, પરંતુ ત્યાં નિયમ એવો છે કે જો યુઝર્સ ડેટાની ઈમરજન્સી છે તો કંપનીઓને ઈમરજન્સી ડેટા રિક્વેસ્ટ મોકલી શકાય છે અને કંપનીઓ સર્ચ વોરંટ કે કોર્ટના આદેશ વિના યુઝર્સનો ડેટા આપવા માટે બંધાયેલી છે.

આ પણ વાંચો: એમેઝોન એપ પર 5 સરળ પ્રશ્નોના જવાબ આપીને ઘરે બેઠાં જીતો 10 હજાર રૂપિયા

હેકર્સે તેમની ઓળખ છુપાવીને ફેક ઇમરજન્સી ડેટા રિક્વેસ્ટ્સ સોશિયલ મીડિયા અને ગેમિંગ કંપનીઓને મોકલી. હેકર્સ જાણતા હતા કે કંપનીઓ પાસે આવી ફેક રિક્વેસ્ટ્સ તપાસવાની કોઈ ફુલપ્રૂફ પદ્ધતિ નથી અને તેઓ આવી રિક્વેસ્ટ્સ પર ઝડપી કાર્યવાહી કરે છે અને ડેટા આપી દે છે. હેકર્સે પોલીસની ઇમેલ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો, જેથી રિક્વેસ્ટ અસલી લાગે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ એપલ અને મેટાએ હવે આવા હેકર્સની જાળમાં ન ફસાવા માટે જરૂરી પગલાં લીધાં છે.
First published:

Tags: Apple, Facebook, Gujarati tech news, Hackers, Meta, Mobile and Technology

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો