Home /News /tech /શું તમને ખબર છે? કયા કારણોથી સુંદર પિચઈએ બનાવ્યું હતું Google Maps!

શું તમને ખબર છે? કયા કારણોથી સુંદર પિચઈએ બનાવ્યું હતું Google Maps!

દરેકને રસ્તો બતાવું ગૂગલ મેપની ફાઈલ તસવીર

sundar Pichai Google maps: કયા રસ્તા ઉપર ટ્રાફિક છે. કયો રસ્તો ખુલ્લો મળશે, આ બધું જ ફોન ઉપર ચપટીમાં જ જાણી શકાય છે. આ બધુ જ ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ (Google CEO sundar pichai) બનાવેલા ગૂગલ મેપની (Google maps) મદદથી શક્ય બન્યું છે.

વધુ જુઓ ...
Google Mapsના કારણે ક્યાંય પણ જવું સરળ થયું છે. કોઈ પણ શહેરના કોઈપણ ખુણામાં તમે કોઈપણ એડ્રેસ (Finding the address easily By help Google map) સરળતાથી શોધી શકો છો. ત્યાં સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે, એ પણ જાણી શકાય છે. કયા રસ્તા ઉપર ટ્રાફિક છે. કયો રસ્તો ખુલ્લો મળશે, આ બધું જ ફોન ઉપર ચપટીમાં જ જાણી શકાય છે. આ બધુ જ ગૂગલ મેપની મદદથી શક્ય બન્યું છે. ડ્રાઈવ કરનાર મોટાભાગના લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. જેથી સરળતાથી યોગ્ય સ્થળ ઉપર પહોંચી શકાય.

મેપ્સનો આઈડિયા પહેલીવાર ગૂગલના સીઈઓ સુંદર પિચઈને (Sundar Pichai) આવ્યો હતો. સુંદર પિચઈ આ સમયે એલ્ફાબેટના સીઈઓ છે. શક્ય છે કે તમે આલ્ફાબેટને (Alphabet Inc.) જાણતા નહીં હોય. જો એવું હોય તો એકવખત ગૂગલ કરી લો. ચાલો જણાવી દઈએ કે ગૂગલ જેવી અનેક કંપનીઓ આલ્ફાબેટની સબ્સિડરી છે. મતલબ ગૂગલ આલ્ફાબેટની એક પ્રોડક્ટ છે.

આવી રીતે Google Map બનાવવાનો આઈડિયા આવ્યો
સુંદર પિચઈ અમેરિકામાં રહે છે. આ વાત 2004ની છે તેમના એક ઓળખીતાએ પોતાના ઘરે ડિનર માટે બોલાવ્યા હતા. સુંદરને પોતાની પત્ની સાથે જવાનું હતું. પરંતુ પોતાની પત્ની સાથે મળીને એક પ્લાન બનાવ્યો હતો. સુંદરે કહ્યું હતું કે સવારે ઓફિસ જવાનું છે. ત્યારબાદ સીધા જ ડિનર માટે જઈને ઘરે પહોંચી જશે. તેમણે પોતાની પત્નીને કહ્યું કે તે ઘરથી સીધી ત્યાં જ પહોંચી જાય. મતલબ પત્ની સીધી ઘરથી ડિનર માટે જવાનું હતું. અને સુંદર પિચઈને ઓફિસથી સીધા ડિનર માટે પહોંચવાનું હતું.

પોતાની પત્ની અંજલીની સાથે સુંદર પિચઈનો ડિનર પ્રોગ્રામ રાતના 8 વાગ્યે હતો. સુંદર પિચઈની પત્ની અંજલી પોતાની કારથી રાતના આઠ વાગ્યે ડીનર માટે પહોંચી ગઈ હતી. સુંદર પીચઈ પણ ઓફિસથી નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં ભટકાઈ ગયા હતા. તેઓ પહોંચતા પહોંચતા લગભગ 10 વાગ્ય પહોંચ્યા હતા. પિચઈ જ્યારે પહોંચ્યા ત્યારે તેમની પત્ની ડીનર કરીને નીકળી ગઈ હતી.

પત્ની સાથે ઝઘડો થયો તો રાત ઓફિસમાં વિતાવી
સુંદર પિચઈ પણ ત્યાંથી કંઈ ખાધા પછી પોતાના ઘરે જતા રહ્યા હતા. ઘરે પહોંચ્યા બાદ પત્ની અંજલી સાતે ઝઘડો શરૂ થયો હતો. કારણ કે તે સમય ઉપર પહોંચ્યા નહીં અને તેમની બેઈજ્જત થવું પડ્યું હતું. અંજલીનો મડૂ ખરાબ જોઈને સુંદર પિચઈ ફરીથી ઓફસ જવું યોગ્ય સમજ્યું હતું.

હવે સુંદર પાછા ઓફિસ પહોંચી ગયા હતા. આખી રાત ત્યાં જ વિતાવી હતી. તેઓ આખી રાત એક જ વાત વિચારી રહ્યા હતા કે હું રસ્તો ભટકી ગયો તો ન જાણે કેટલા લોકો રોજ આવી રીતે રસ્તો ભટકી જતા હશે. કંઈક એવું થાય કે કોઈ રસ્તો ન ભટકે તો કેટલું સારું થાય. આખી રાત વિચાર્યું કે લોકોના ખિસ્સામાં મેપ હોય અને ડાયરેક્શન યોગ્ય મળી જાય તો રસ્તો ન ભટકે.

આ પણ વાંચોઃ-હવે Google Maps, Search અને Assistant દ્વારા પણ corona vaccine અંગેની જાણકારી મળી શકશે

ટીમે હાથ ઊભા કરી દીધા
બીજી સવારે સુંદર પિચાઈએ પોતાની આખી ટીમે બોલાવી અને મેપ બનાવવાનો આઈડિયા સૌની સામે રાખ્યો હતો. ટીમે આ આઈડિયા સાંભળતા જ હાથ ઊભા કરી દીધા હતા. ટીમે તેમના આઈડિયામાં વિશ્વાસ આવ્યો નહીં. પરંતુ લગભગ બે ત્રણ દિવસ સતત ટીમો સાથે મીટિંગ કરીને તેમણે એક એવી પ્રોડ્ક્ટ ડિઝાઈન કરવા માટે મનાવી લીધા જે લોકોને રસ્તો બતાવે.

આ પણ વાંચોઃ-Space news: પૃથ્વીની બહાર જલદી જ મળી શકે છે જીવનના સંકેત, નવા પ્રકારના ગ્રહોથી આશાનું કિરણ

હવે લોતો તેમના બતાવેલા રસ્તા ઉપર ચાલે છે
સુંદર પિચઈ અને તેમની ટીમે સખત મહેનત કરીને 2005માં ગૂગલ મેપ બનાવીને અમેરિકામાં લોન્ચ કર્યું હતું. બીજા વર્ષે 2006માં ઈગ્લેન્ડ અને 2008માં ભારતમાં લોન્ચ કર્યું હતું. હવે તેઓ તમે જાણો છો કે આખી દુનિયા યોગ્ય રસ્તો દેખાડવાનું કામ મેપ કરી રહ્યું છે. એક આંકડા પ્રમાણે આખી દુનિયામાં દરેક સાતમો માણસ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરે છે.
First published:

Tags: Google maps, સુંદર પિચાઇ