5G Services in India: ટેલિકોમ્યુનિકેશન વિભાગનું કહેવું છે કે 4Gની સરખામણીમાં 5Gમાં ડાઉનલોડિંગ સ્પીડ 10 ગણી વધી જશે. તમે થોડીક સેકન્ડમાં કોઈપણ મૂવી ડાઉનલોડ કરી શકશો, જેને હાલમાં 20-25 મિનિટ જેટલો સમય લાગે છે.
નવી દિલ્હી. આતુરતાથી 5G મોબાઈલ સેવાઓની (5G Services) રાહ જોઈ રહેલા ગ્રાહકોને આ વર્ષે જ આ સુવિધા મળવાની અપેક્ષા છે. મે સુધી 5G સ્પેક્ટ્રમનું ઓક્શન (5G Spectrum Auction) યોજાઈ શકે છે. ટેલિકોમ સચિવ કે. રાજારામન પણ આ વાતનો સંકેત આપી ચૂક્યા છે. જો આવું થશે અને 5G સેવા શરૂ થશે તો તેનાથી લોકોનું જીવન પહેલા કરતાં વધુ સરળ બની જશે.
આનાથી ફક્ત તમારું જીવન સરળ બનશે એટલું જ નહીં, પરંતુ ડિજિટલ અર્થતંત્રના (Digital Economy) વિકાસને પણ ધક્કો લાગશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગનું કહેવું છે કે 4Gની સરખામણીમાં 5Gમાં ડાઉનલોડિંગ સ્પીડ 10 ગણી વધી જશે. તમે થોડીક સેકન્ડમાં કોઈપણ મૂવી ડાઉનલોડ કરી શકશો, જેને હાલમાં 20-25 મિનિટ જેટલો સમય લાગે છે.
ઘરને બહારથી નિયંત્રિત કરી શકશો
દેશમાં 5G સેવાઓ શરૂ થયા પછી જ્યારે તમે બહાર હો ત્યારે તમે તમારા ઘરને કંટ્રોલ કરી શકશો. એસી, ફ્રીજ વગેરે જેવા ઘરના તમામ સ્માર્ટ ડિવાઈસને ફોન સાથે કનેક્ટ કરીને તમે તેને બહારથી કંટ્રોલ કરી શકશો. કોઈપણ વિક્ષેપ વિના હાઈ ક્વોલિટીના વિડિયોઝ અથવા ગેમનો આનંદ લઈ શક્શો. એકસાથે ઘણા યુઝર્સ કનેક્ટ થશે તો પણ ઈન્ટરનેટની સ્પીડ ઘટશે નહીં. અત્યારે જે કામ કોમ્પ્યુટર કે લેપટોપથી જ થઈ શકે છે તે મોબાઈલથી પણ થઈ શક્શે.
બદલાતા સમયમાં ઘરેથી કામ કરવું તે નિયમિત પ્રેક્ટિસનો એક ભાગ બની ગયું છે. 5G હાઇબ્રિડ કાર્યપ્રણાલીને વધુ કાર્યક્ષમ બનાવશે. તેના દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો વધુ સારો ઉપયોગ શક્ય બનશે અને ઘણા સામાન્ય રોજિંદા કાર્યો ઓટોમેટિક થઈ શકશે. 3D પ્રેઝન્ટેશન અને રિયલ-ટાઇમ પ્રતિક્રિયાઓથી કાર્ય ઉત્પાદકતામાં જબરદસ્ત સુધારો આવશે.
લિવિંગ રૂમમાં સ્ટેડિયમ જેવો અનુભવ
5G દ્વારા તમે લિવિંગ રૂમમાં સ્ટેડિયમ જેવા રોમાંચનો અનુભવ કરી શકશો. સ્ક્રીન પર 8K ક્વોલિટીનું સ્ટ્રીમિંગ થઈ શકશે, જે ટીવી જોવાના અનુભવને બદલી નાખશે. આટલું જ નહીં, લાઈવ મેચના અનુભવને વધારવા માટે કોઈ પણ વ્યક્તિ પોતાનો કેમેરા એંગલ પસંદ કરી શક્શે અથવા મેચ જોતી વખતે એકસાથે અનેક એન્ગલ ડિસપ્લે સેટ કરી શક્શે. આ બધું શક્ય બનશે કારણ કે 5G અલ્ટ્રા-હાઈ સ્પીડ સાથે મોટી માત્રામાં ડેટા ડિલીવર કરી શકે છે.
5G ટેક્નોલોજીના આગમનથી હેલ્થ સેક્ટરમાં નવી ક્રાંતિ આવી શકે છે. ઝડપી અને એચડી ક્વોલિટીના વાયરલેસ નેટવર્કના કારણે વિયરેબલ ટૂલ્સ અને અન્ય અદ્યતન તકનીકોને પ્રયોગમાં લાવી શકાશે. તેના થકી દૂર બેઠેલા ડોકટરોને પણ સરળતાથી કનેક્ટ કરીને સલાહ લઈ શકાશે. આ આધુનિક સાધનોની મદદથી રોબોટિક સર્જરી પણ શક્ય બનશે. આનાથી ઈમરજન્સીમાં પણ દર્દીનો બચાવ થઈ શકશે અને ગંભીર બીમારીઓને પણ સમયસર ઓળખી શકાશે.
અર્થતંત્ર મજબૂત થશે
નિષ્ણાતોનું માનવું છે કે 5G આવ્યા બાદ તે ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. ઈ-કોમર્સ, આરોગ્ય કેન્દ્રો, દુકાનદારો, શાળાઓ, કોલેજો અને ખેડૂતો પણ આનો સંપૂર્ણ લાભ લઈ શકશે. કોરોના યુગમાં જે રીતે દરેક વ્યક્તિની ઈન્ટરનેટ પર નિર્ભરતા વધી છે તે જોતાં 5G આવ્યા પછી, તે દરેક વ્યક્તિનું જીવન વધુ સારું અને સરળ બનાવવામાં મદદ કરશે. 5Gને સંપૂપણેર્ણ અપનાવવાની વધતી જતી સંભાવના સાથે સ્માર્ટ શહેરો સરળતાથી વિકાસ કરી શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર