Home /News /tech /જો આપના ફોનમાં પણ છે ચાઇનીઝ એપ તો જાણો કેવી રીતે લાગુ થશે પ્રતિબંધ, જાણો તમામ માહિતી

જો આપના ફોનમાં પણ છે ચાઇનીઝ એપ તો જાણો કેવી રીતે લાગુ થશે પ્રતિબંધ, જાણો તમામ માહિતી

TikTok અને બાકી ચીની એપ્સના પ્રતિબંધને કેવી રીતે લાગુ કરવામાં આવશે અને શું થશે તેની અસર?

TikTok અને બાકી ચીની એપ્સના પ્રતિબંધને કેવી રીતે લાગુ કરવામાં આવશે અને શું થશે તેની અસર?

નવી દિલ્હીઃ ભારતે સોમવારે ચીનની 59 એપ્લીકેશનો પર પ્રતિબંધ (59 Chinese Apps Banned) લગાવી દીધો છે. તેમાંથી કેટલીક ભારતમાં ખૂબ પૉપ્યૂલર છે જેમ કે શોર્ટ વીડિયો પ્લેટફોર્મ TikTok, UC browser, ફાઇલ શેરિંગ એપ Shareit અને ડોક્યૂમેન્ટ સ્કેન કરનારી Camscanner એપ. આવો જાણીએ કે ટીકટૉક અને બાકી ચીની એપ્સના પ્રતિબંધને કેવી રીતે લાગુ કરવામાં આવશે અને શું થશે તેની અસર...

પ્રતિબંધ કેવી રીતે લાગુ કરવામાં આવશે?

આ એપ્સને બ્લોક કરવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સને નિર્દેશ આપવામાં આવશે, ત્યારબાદ ટૂંક સમયમાં નોટિફિકેશન મોકલવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. યૂઝર્સને ટૂંક સમયમાં એક મેસેજ જોવા મળી શકે છે જેમાં કહેવામાં આવશે કે સરકારના અનુરોધ પર એપ્સના એક્સેસ પર પ્રતિબંધ છે.

જોકે, જ્યારે તે કોઈ પણ એક્શન માટે લાઇવ ફીડની જરૂરિયાતવાળા ટિકટૉક અને UC ન્યૂઝ જેવી એપ્સને પ્રભાવિત કરશે, યૂઝર્સ હજુ પણ તે એપનો ઉપયોગ કરવાનું ચાલુ રાખી શકે છે જેને યૂઝ કરવા માટે એક્ટિવ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર નથી પડતી. પરંતુ આવનારા સમયમાં કેમસ્કેનર જેવી એપને ડાઉલોડ નંબરને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી હટાવવામાં આવી શકે છે.

પ્રતિબંધની શું અસર થશે?

પ્રતિબંધની યાદીમાં કેટલીક એપ ભારતમાં ખૂબ પ્રચલિત છે, ખાસ કરીને ટિકટૉકની વાત કરીએ તો તેનાથી દેશમાં 100 મિલિયનની વધુ એક્ટિવ યૂઝર્સ છે. આ ઉપરાંત નવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેમ કે હેલો, લાઇક અને વીડિયો ચેટ બિગો લાઇવ ભારતીયોમાં ખૂબ પ્રચલિત છે.


આ પણ વાંચો, ભારતે 59 ચાઇનીઝ Apps પર પ્રતિબંધ ફટકારતાં ચીની મીડિયાએ શું કહ્યું?


આ ઉપરાંત, આ પ્લેટફોર્મ્સ પર મોટાભાગે ભારતીય ક્રિએટર છે, જેમાંથી અનેક લોકો માટે આ આવકનો એકમાત્ર સ્ત્રોત છે. તેમાંથી અનેક એપની ભારતમાં ઓફિસ અને કર્મચારીઓ છે, અને તેનાથી કેટલીક હજાર નોકરીઓ દાવ પર લાગી શકે છે.

આ પણ વાંચો, ભારતમાં 59 ચાઇનીઝ App પર પ્રતિબંધ બાદ ગૂગલ પ્લે અને એપલ સ્ટોરથી TikTok ડિલીટ

ભારતની કાર્યવાહીનો કાયદાકિય આધાર શું છે?

આઈટી મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, તેમને વિભિન્ન રીતે અનેક ફરિયાદો મળી છે, જેમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરુપયોય થવાની વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ યૂઝર્સનો ડેટા ચોરીને, તેમને ચૂપચાપ ભારતની બહાર સ્થિત સર્વરને મોકલવામાં આવે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિ શત્રુતા રાખનારા તત્વો દ્વારા આ આંકડાઓનું સંકલન, તેની તપાસ અને પ્રોફાઇલિંગ અંતે ભારતની સંપ્રભુતા અને અખંડતા પર આઘાત હોય છે, આ ખૂબ ચિંતાનો વિષય છે, જેની વિરુદ્ધ ઇમરજન્સી ઉપાયોની જરૂરિયાત છે. આઈટી કાયદા અને નિયમોની કલમ 69A હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરતાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો, 59 ચાઇનીઝ Apps પર કેમ લાગ્યો પ્રતિબંધ? કેન્દ્ર સરકારે જણાવ્યું આ મોટું કારણ


શું પ્રતિબંધ સ્થાયી હશે? - ગયા વર્ષે મદ્રાસ હાઇકોર્ટના આદેશથી Tiktok પર ભારતમાં થોડા દિવસો માટે પ્રતિબંધ મૂકાયો હતો, પરંતુ કોર્ટે આ પ્રતિબંધ હટાવ્યા પછી તે પાછી આવી ગઈ હતી. જોકે, આ કાર્યવાહી વધુ વ્યાપક છે, વધુ એપ્લિકેશનને પ્રભાવિત કરે છે, અને ચોક્કસ વ્યૂહાત્મક અને રાષ્ટ્રીય સુરક્ષા સંદર્ભમાં ધ્યાનમાં લેવામાં આવે છે. તે ભારતમાં મોટા ચીની વ્યવસાયો અને ચીન માટે પણ એક ચેતવણી હોઈ શકે છે.
First published: