આટલી હોઇ શકે છે દુનિયાના પહેલાં 48MP સ્માર્ટફોનની કિંમત, પ્રી-બુકિંગ પર મળશે ગિફ્ટ

ભારતમાં આ ફોન 29 જાન્યુઆરીએ લોન્ચ થશે અને તેનું પ્રી-બુકિંગ 15 જાન્યુઆરીથી શરૂ થશે, જે 29 જાન્યુઆરી સુધી ચાલશે

News18 Gujarati
Updated: January 12, 2019, 4:36 PM IST
આટલી હોઇ શકે છે દુનિયાના પહેલાં 48MP સ્માર્ટફોનની કિંમત, પ્રી-બુકિંગ પર મળશે ગિફ્ટ
ભારતમાં આ ફોન 29 જાન્યુઆરીએ લોન્ચ થશે અને તેનું પ્રી-બુકિંગ 15 જાન્યુઆરીથી શરૂ થશે, જે 29 જાન્યુઆરી સુધી ચાલશે
News18 Gujarati
Updated: January 12, 2019, 4:36 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: ઓનરનો નવો સ્માર્ટફોન View 20 લોન્ચ માટે તૈયાર છે. ભારતમાં આ ફોન 29 જાન્યુઆરીએ લોન્ચ થશે અને તેનું પ્રી-બુકિંગ 15 જાન્યુઆરીથી શરૂ થશે, જે 29 જાન્યુઆરી સુધી ચાલશે. આ ફોનની સૌથી ખાસ વાત તેનો રિયર કેમેરો છે. કંપનીએ ટ્વિટ કરી દાવો કર્યો છે કે, આ દુનિયાનો પહેલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી લેસ 48 મેગાપિક્સલ કેમેરો હશે.

Honorએ Amazon પર એક ડેડિકેટેડ પેજ પબ્લિસ કર્યું છે, જેમાં Honor View 20ની ભારતમાં પ્રી-બુકિંગ ડેટ કન્ફોર્મ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, કંપની આ ફોનની પ્રી-બુકિંગ પર બધા કસ્ટમર્સને ફ્રીમાં Honor Sport BT ઇયરફોન આપી રહી છે.

સાથે જ આ સ્માર્ટફોન પંચ-હોલ ડિસ્પ્લે સાથે લોન્ચ કરવામાં આવશે. આ ફોનને પહેલાં જ ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોનના ફીચર્સની વાત કરવમાં આવે તો ઓનર View20માં HiSilicon Kirin 980 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે એન્ડ્રોઇડ 9.0 Pie પર કામ કરે છે.

Honor View20ના ફીચર્સ

ફોનમાં 6.4 ઇંચની ફુલ એચડી+ટીએફટી ડિસ્પ્લે છે. ફોનની સ્ક્રીન-ટૂ-બોડી 91.82% છે. આ ફોન 6GB રેમ+128GB ઇન્ટરનલ સ્ટોરેજ અને 8GB રેમ+128GB સ્ટોરેજ વિકલ્પ સાથે રજૂ કરવામાં આવ્યો છે.

Loading...

Honor View20નો કેમેરો

ફોનમાં Sony IMX586 સેન્સર સાથે 48 મેગાપિક્સલનો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. ત્યાં જ સેલ્ફી માટે 25 મેગાપિક્સલ કેમેરો છે, જેને ડિસ્પ્લેની અંદર એક પંચ હોલમાં પ્લેસ કરવામાં આવ્યો છે.

Honor View20ની કિંમત

ચીનમાં તેની શરૂઆતની કિંમત 2,999 યુઆન (લગભગ 30,400) છે, ત્યાં જ 8 GB અને 128 GB સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 3,499 યુઆન (લગભઘ 35,500 રૂપિયા) છે. જ્યારે એક મીડિયા એજન્સીના રિપોર્ટ પ્રમાણે, ભારતમાં તેની કિંમત 40 હજારની આસપાસ હોઇ શકે છે.

 
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...