દુનિયાનો પહેલો 48 મેગાપિક્સ વાળો Honor V20 સ્માર્ટફોન લોન્ચ

Honor V20

આ સિવાય આમાં સેકન્ડરી 3D ટાઈમ ઓફ ફ્લાઈટ (ToF) સેન્સર પણ આપવામાં આવ્યું છે, જેનાથી તમે ઈમેજની ડેપ્થ કેપ્ચર કરી શકો છો. અને કોઈ સબ્જેક્ટને સ્લીમ કરવા અથવા 3D અવતારમાં બદલવા માટે ઉપયોગ કરી શકો છો.

 • Share this:
  ચીનની સ્માર્ટફોન કંપની ઓનરે પોતાનો નવો સ્માર્ટફોન Honor V20ને સ્થાનિક માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. આ ફોનની સૌથી મોટી ખાસીયત છે તેનો 48 મેગાપિક્સલ કેમેરો. આમાં પંચ-હોલ સેલ્ફી કેમેરા ડિઝાઈન છે, જે Huawei Nova 4 જેવી જ છે. ફોનના ફિચર્સની વાત કરીએ તો, આમાં 48 મેગાપિક્સલ સોની IMX586 રિયર સેન્સર, HiSilicon Kirin 980 SoC પ્રોસેસર, 25 મેગાપિક્સલનો સેલ્ફી સ્નૈપર, 4,000mAhની બેટરી અને લિંક ટર્બો ટેક્નોલોજી સૌથી ખાસ છે.

  આ છે Honor V20ની સ્પેસિફિકેશન
  ડુઅલ સીમ વાળો આ સ્માર્ટફોન Android 9.0 Pie પર ચાલે છે, જે MagicUI 2.0.1 પર બેસ્ડ છે. આમાં 6.4 ઈંચની ફૂલ HD+ (1080x2310 pixels) TFT LCD ડિસપ્લે આપવામાં આવી છે, જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ લેટેસ્ટ 7nm octa-core HiSilicon Kirin 980 SoCથી પાવર્ડ છે અને આને 6GB અને 8GB RAM સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. આમાં તમને 128GB અને 256GB સ્ટોરેજ ઓપ્શન મળશે. તમને જણાવી દઈએ કે, આમાં તમને microSD કાર્ડ સ્લોટ નહી મળે, તો તમે આની સ્ટોરેજ નહી વધારી શકો.

  કેમેરાની વાત કરીએ તો, આમાં 48-megapixel Sony IMX586 સેન્સર આપવામાં આવ્યું છે, જેની અપર્ચર f/1.8 છે. આમાં તમને 960fps સાથે સ્લો મોશન વીડિયો રેકોર્ડિંગ, ઓટોફોકસ, AI HDR ઓપ LED flash સપોર્ટ પણ મળશે. આ સિવાય આમાં સેકન્ડરી 3D ટાઈમ ઓફ ફ્લાઈટ (ToF) સેન્સર પણ આપવામાં આવ્યું છે, જેનાથી તમે ઈમેજની ડેપ્થ કેપ્ચર કરી શકો છો. અને કોઈ સબ્જેક્ટને સ્લીમ કરવા અથવા 3D અવતારમાં બદલવા માટે ઉપયોગ કરી શકો છો. ફ્રંટમાં 25 મેગાપિક્સલનું ફ્રંટ સેન્સર આપવામાં આવ્યું છે, જેની અપર્ચર f/2.0 છે, અને ફિક્સ્ડ સપોર્ટ સાથે આવે છે.

  ફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આમાં લિંક ટર્બો ટેક્નોલોજી આપવામાં આવી છે, જે ફોનના ડેટા અને વાઈ-ફાઈમાં પોતાની જાતે સ્વિચ કરવાની પરમિશન આપે છે. આ સિવાય ફોનમાં કનેક્ટિવીટી માટે બ્લૂટૂથ, વાઈ-ફાઈ, જીપીએસ અને યૂએસબી ટાઈપ-સીનો સપોર્ટ આપવામાં આવ્યો છે.

  આટલી છે Honor V20ની કિંમત
  Honor V20ના 6GB RAM + 128GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 2999 યુઆન (લગભગ 30,400 રૂપિયા) અને 8GB RAM + 128GB સ્ટોરેજવાળા મોડલની કિંમત 3499 યુઆન (લગભગ 35,500 રૂપિયા છે.) ચીનમાં આ ફોનના પ્રી-ઓર્ડરની શરૂઆત થઈ ચુકી છે. કંપનીએ આ સિવાય ફોનની Moschcino ઓડિશન પણ લોન્ચ કરી છે, જેના 8GB RAM + 256GB મોડલવાળા ફોનની કિંમત 3999 યુઆન (લગભગ 40,600 રૂપિયા) છે. આ ઓડિશનને માત્ર રેડ અને બ્લૂ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. અને આની પહેલી સેલ 28 ડિસેમ્બરે થશે.
  Published by:kiran mehta
  First published: