Honorના આ સ્માર્ટફોન્સ પર મેળવો 3 હજારથી વધુનું ડિસ્કાઉન્ટ, કાલે છે છેલ્લો દિવસ

News18 Gujarati
Updated: February 2, 2019, 8:51 AM IST
Honorના આ સ્માર્ટફોન્સ પર મેળવો 3 હજારથી વધુનું ડિસ્કાઉન્ટ, કાલે છે છેલ્લો દિવસ
જો તમે નવો ફોન ફરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આપના માટે સારી ઓફર લાવી છે

જો તમે નવો ફોન ફરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ આપના માટે સારી ઓફર લાવી છે

  • Share this:
જો તમે નવો ફોન ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ તમારા માટે સારી ઓફર લઈને આવ્યું છે. કંપનીએ 31 જાન્યુઆરીથી Honor Days Saleની શરૂઆત કરી છે, જેમાં ઓનરના સ્માર્ટફોન પર ભારે ડિસ્કાઉન્ટ અને ઢગલાબંધ ઓફર્સ આપવામાં આવી રહી છે. તચાર દિવસ માટે આયોજિત આ સેલનો છેલ્લો દિવસ 3 ફેબ્રુઆરી છે, જેમાં ઓનર ફોનને સસ્તી કિંમતે ખરીદી શકાય છે. આવો જાણીએ કયા સ્માર્ટફોન પર કેટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ...

Honor 9N: આ સ્માર્ટફોન આપને સેલ હેઠળ માત્ર 8,499 રૂપિયામાં મળશે, જેમાં 3 GB RAM અને 32 GB ઇન્ટરનલ સ્ટોરેજ છે. બીજી તરફ 4GB RAM અને 64 GB સ્ટોરેજવાળો સ્માર્ટફોન માત્ર 10,499 રૂપિયામાં મળી જશે. ઉલ્લેખનીય છે કે આ સ્માર્ટફોન ઉપર પણ EMI તથા એક્સચેન્જ ઓફરનો લાભ પણ મળી રહ્યો છે.

આ પણ વાંચો, Whatsappના આ યૂઝર્સને મળશે 1.8 કરોડ, આવી રીતે કરો એપ્લાય

Honor 9 Lite: ઓનર ડેજ સેલ હેઠળ આ સ્માર્ટફોનને તમે માત્ર 8,499 રૂપિયામાં ખરીદી શકો છો, જેમાં 3 GB RAM અને 32 GB સ્ટોરેજ છે. બીજી તરફ આ સ્માર્ટફોનના 4GB RAM અને 64 GB સ્ટોરેજના વેરિઅન્ટવાળા ફોનને માત્ર 10,499 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ઉપરાંત જો તમે ઈચ્છો તો આ સ્માર્ટફોનને મહિનામાં 283 રૂપિયાના EMI આપીને ઘરે મંગાવી શકો છો. એટલું જ નહીં તેની પર તમને 8 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.

Honor 10: જો તમે શાનદાર કેમરા ક્વોલિટીવાળો સ્માર્ટફોન ખૂબ સસ્તી કિંમતે ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આ સેલ સારી તક છે કારણ કે આ સ્માર્ટફોન આપને માત્ર 32,999 રૂપિયામાં જ મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, કંપનીએ લોન્ચિંગ દરમિયાન તેની કિંમત 35,999 રૂપિયા નક્કી કરી હતી. આ ઉપરાંત તમે આ ફોનને EMI અને એક્સચેન્જ ઓફર હેઠળ પણ ખરીદી શકો છો.
First published: February 2, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...