HONOR Band 5 vs Mi Band 4 – અમને પરફેક્ટ પસંદ મળી ગઈ છે

News18 Gujarati
Updated: October 13, 2019, 3:43 PM IST
HONOR Band 5 vs Mi Band 4 – અમને પરફેક્ટ પસંદ મળી ગઈ છે
ફિટનેસ બેંડની આ યાદીમાં હાલમાં જ એક નવું નામ સામેલ થયું છે, તે છે HONOR Band 5

ફિટનેસ બેંડની આ યાદીમાં હાલમાં જ એક નવું નામ સામેલ થયું છે, તે છે HONOR Band 5

  • Share this:
તમારા કેલેન્ડર તહેવારોથી ભરેલા છે અને મીઠાઈઓ તમારા ડાઇનિંગ ટેબલની મહત્તમ જગ્યા લેતી હોય છે, તો વજનના વધારાના ઇંચને ઘટાડવા માટે તમારા ફિટનેસની નિયમિતતા જાળવવી જરૂરી બની જાય છે. આનો મતલબ છે કે Instagram પર તમારા ફિટનેસ આઇડલને જોવા, તમારી દિવાલો પર પ્રેરણાત્મક ક્વોટસ લગાડવા, એક ફૂલપ્રૂફ ડાઇટ પ્લાન તૈયાર કરવો અને સૌથી મહત્વનું તમારા પ્રોગ્રેસને ટ્રેક કરવા તમારા માટે એક ફિટનેસ બેન્ડ મેળવવો જરૂરી છે. અંતે, તહેવારના લીધે વધેલા વજનને ઘટાડવા માટે તમારે સારી રીતે તૈયાર થવું મહત્વનું છે.

દાવાપૂર્વક, ફિટનેસ બેન્ડ એ ગો-ટુ સ્માર્ટ ડિવાઈસ બની ગયું છે જે તમે ખાધેલ કેકના ટુકડાનું પણ ફિટનેસ ટ્રેકિંગ રેકોર્ડ રાખે છે. તે હાલમાં સારા કારણોસર ખૂબ ટ્રેન્ડમાં છે. માર્કેટમાં ફિટનેસ રિસ્ટબેન્ડ્સ લીગમાં નવા નવા ઉમેરાઓમાંનો એક છે HONOR Band 5. તેની વ્યાજબી કિંમત અને મોડીશ ડિઝાઈન સાથે બધાને અનૂકુળ થતો આ એક ફર્સ્ટ ક્લાસ રેટ ટ્રેકર છે. જ્યારથી તે લોન્ચ થયો છે આને ઘણાંબધા રિવ્યૂ મળ્યા છે. અમને HONOR Band સીરીઝની લેટેસ્ટ પુનરાવૃતિની તપાસ કરવાની તક મળી, અને અમારે કહેવું જ પડશે કે તેઓ જેટલો સારો હોવાનો દાવો કરે છે તે તેટલી જ સારી પણ છે. પરંતુ, શું ઓફર અને એપ્લીકેશનની દ્રષ્ટિએ તે Mi Band 4 કરતા આગળ છે? હા તે છે અને અમે HONOR Band 5 અને Xiaomi Mi Band 4ની તુલના કરીને તમને આ બતાવીશું. તો ચાલો એક નજર કરીએ.

ઉબર કુલ ડિસ્પ્લે અને ડિઝાઈન

HONOR Band 5 અને Mi Band 4 બંને એક 0.95 ઇંચ 2.5 ડી ગ્લાસ સાથે એમોલેડ ફુલ-કલર ટચ ડિસ્પ્લે ધરાવે છે. જોકે HONOR Band 5નું ડિસ્પ્લે વધારે બ્રાઇટ છે, જે તેને વધારે સરળ અને વાંચનને વધારે સુખદાયક બનાવે છે. તેથી, તમને બ્રાઇટ સન લાઇટમાં પણ HONOR Band 5માં સરળતાથી જોઈ શકો છો.

આખરે, વૉચનો દેખાવ જ નક્કી કરે છે કે તે બધા જ પ્રસંગોમાં પહેરવા તે યોગ્ય છે. તેના પ્રીમિયમ દેખાતા રબરના પટ્ટાઓ સાથે, HONOR Band 5 એ Mi Band 4 કરતા વધારે સ્ટાઇલિશ લાગે છે અને પહેરવામાં તે લાઇટવેઇટ અને આરામદાયક છે. Mi Band 4માં ચાર પ્રીસેટ વૉચ ફેસ છે જે તમે તમારા મૂડ પ્રમાણે બદલી શકો છો. તમે તમારા ફોટો ગેલેરીમાંથી કોઈ ચિત્ર ડાઉનલોડ અથવા પસંદ કરી શકો છો અને તેને તમારો વૉચ ફેસ બનાવી શકો છો. તમારા જુદા જુદા પ્રસંગો માટે HONOR Band 5 આઠ વૉચ ફેસની ઓફર આપે છે.

સ્પષ્ટ રીતે, આ કહેવું સુરક્ષિત છે કે ડિસ્પ્લે અને ડિઝાઈનની બાબતે HONOR Band 5 એ એક વધુ સારી પસંદ છે.

સ્વિમિંગની મજા થશે બમણી

HONOR Band 5 અને Mi Band 4 બંને 50 મીટર સુધી પાણીથી પ્રતિરોધક છે. આનો મતલબ છે કે હવે તમે તમારા બેન્ડને સ્વિમિંગ માટે પણ ખરીદી શકો છો અને આ બંને બેન્ડ્સ બેકસ્ટ્રોક, બટરફ્લાય, બ્રેસ્ટસ્ટ્રોક અને ફ્રી સ્ટાઇલ જેવા સ્વિમ સ્ટ્રોકની ગણતરી કરી શકે છે. વધુમાં, HONOR Band 5 સ્વિમિંગની ઝડપ, અંતર અને કેલરીનો પણ રેકોર્ડ રાખે છે. એક રસપ્રદ ફીચર અમને જાણવા મળ્યું તે છે આની SWOLF સ્કોરની ગણતરી કરવાની ક્ષમતા. લંબાઈ દીઠ તમારા કુલ સ્ટ્રોકની ગણતરી કરીને અને લંબાઈને આવરી લેવામાં તમારા માટે જેટલો સમય લાગ્યો તે પરથી પ્રાપ્ત કરેલા સ્કોર એટ્લે SWOLF સ્કોર.


આઉટડોર ફિટનેસ રૂટિન નો હિસાબ રાખી શકશો

જેના માટે મોટાભાગના લોકો ફિટનેસ ટ્રેકર્સનો ઉપયોગ કરે છે તે છે પગલાંઓની ગણતરી. કોઈએ તમને કહ્યું છે કે HONOR Band 5માં પગલાંઓની ગણતરી વધારે સચોટ હોય છે? હા, HONOR Band 5 માટે દરેક પગલાંની ગણતરી થાય છે.

એક પાસું જે HONOR Band 5ની ક્ષમતા દર્શાવે છે જે છે, તે આઉટડોર રનિંગ, ઇન્ડોર રનિંગ, આઉટડોર વૉકિંગ, આઉટડોર સાઇકલિંગ, ઇન્ડોર સાઇકલિંગ, ફ્રી ટ્રેનીંગ, પુલ સ્વિમિંગ, ઇન્ડોર વૉકિંગ, ઇલિપ્ટિકલ મશીન અને રોઇંગ મશીન જેવા જેવા 10 જુદા જુદા ફિટનેસ મોડ્સને સચોટ રીતે ટ્રેક કરે છે. જયારે HONOR Band 5 એ તેમની ટ્રેકિંગ સેવાઓ સુવ્યવસ્થિત કરી છે, Mi Band 4 માત્ર 6 ફિટનેસ મોડ્સ જેમ કે આઉટડોર રનિંગ, ટ્રેડમિલ, પુલ સ્વિમિંગ, વૉકિંગ અને સાઇકલિંગ જ આપી રહ્યું છે. HONOR Band 5માં તેના મૂળભૂત સેટિંગ્સ તે બેન્ડમાં જ બદલી શકાય છે જયારે કે Mi Band 4માં તેના માટે એપ્લીકેશનની જરૂર પડે છે.


'ધ હાર્ટ વૉન્ટસ વૉટ ઈટ વૉન્ટસ'

વર્કઆઉટ કરતી વખતે તમારા હાર્ટ રેટનું અવલોકન કરવું એ ક્યારેય સરળ નથી. બંને બેન્ડ્સ દાવો કરે છે કે તે સમયે તમારા હાર્ટ રેટને ટ્રેક કરશે. વધુમાં HONOR એ 3rd Gen Huawei TruSeen ઇન્ટેલિજન્ટ હાર્ટ રેટ મોનિટરનો ઉપયોગ કરે છે, જે વધુ ચોકસાઇવાળા વાંચન માટે AI સંચાલિત એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરે છે. જો તમારા હાર્ટ રેટના રેકોર્ડમાં કોઈપણ વધારો અથવા ઘટાડો થાય તો HONOR Band 5 તેના માટે યાદી પણ આપે છે. રાતના સમયે સતત, બિન-વિક્ષેપિત દેખરેખ માટે આ બેન્ડ ઇન્ફ્રારેડ તકનીકનો પણ ઉપયોગ કરે છે. આ મહત્વપૂર્ણ રીડિંગ તમને તમારી જીવનશૈલી શાસન સુધારવામાં મદદ કરે છે અને તમારા હાર્ટ રેટ વિષે વ્યવસ્થિત મૂલ્યવાન માહિતી પ્રદાન કરે છે.

સારી નીંદર એટલે સારું જીવન

HONOR Band 5ની સ્લીપ ટ્રેકિંગ સુવિધા ખૂબ સચોટ છે, તમે કયારે સુવો છો, તમારી સ્લીપ સાઇકલ, અચાનક તમારી સુવાની નિયમિતતામાં બદલાવ, અને તમે કયારે ઉઠો છો તેની તમામ વિગતોનું ધ્યાન રાખે છે. Band 5 એ Huaweiની ‘TruSleep2.0’નો ઉપયોગ સ્લીપિંગ હાર્ટ રેટ અને શ્વાસને મોનિટર કરવા માટે કરે છે અને છ સામાન્ય સમસ્યાને ઓળખીને 200થી વધુ વ્યક્તિગત સ્લીપિંગ ભલામણો કરે છે. HONOR Band 5ની તુલનામાં Mi Band 4નું સ્લીપ ટ્રેકિંગ ફીચર ઓછું સચોટ છે.

સચોટ બ્લડ ઑક્સીજન ડિટેકશન

HONOR Band 5માં Sp02 મોનિટરએ તમામ ફીચરમાંનો એક અનન્ય ફીચર છે. Sp02 મોનિટરએ તમારા લોહીના પ્રવાહમાં ઑક્સીજન સંતૃપ્તિના સ્તરને ટ્રેક કરે છે જેથી વર્કઆઉટ્સ દરમિયાન અને વધુ ઊંચાઈના સ્તરે તમારા શરીરની પ્રતિક્રિયા અને અનુકૂલનનું વિશ્લેષણ કરી શકો છો. આ ફીચર માટે Mi Bands માલિકોએ HONOR Band 5 પર સ્વિચ કરવાનું વિચારવું જોઈએ.

ઍડીશનલ ફીચર્સ

બંને બેન્ડ્સ મ્યુઝિક અને મ્યુઝિક વોલ્યુમ કન્ટ્રોલ, એપના સૂચનો, મેસેજ જોવા, ડિસ્પ્લે કૉલ્સ, કૉલ્સ નકારવા, સ્ટોપ વૉચ, ટાઇમર, કૉલ, વગેરેને સપોર્ટ કરે છે. વધુમાં, HONOR Band 5 આ બેન્ડ સાથે કેમેરા ફંકશન કન્ટ્રોલને પણ સપોર્ટ કરે છે. બેન્ડની મદદથી તમે તમારો ફોન પણ શોધી શકો છો. કેટલું સારું, છે ને?

HONOR અને Mi બંને તમને બેન્ડને કનેક્ટ કરવા માટે તેમના આરોગ્ય એપ્લિકેશનોનું વર્ઝન આપે છે. Mi health app કરતા Huawei health app વધારે યુઝર ફ્રેન્ડલી છે. અંતે એક એપ્લિકેશનથી બીજામાં વધુ સરળ નેવિગેશન સાથેના મોટાભાગના કિસ્સામાં બંને બેન્ડ્સ ખૂબ જ સરળ છે.


બેન્ડની બેટરી

ફિટનેસ ટ્રેકર્સ લાંબા સમય સુધી ટકી રહેવા માટે જાણીતા છે, જે તેને ખરીદવા માટેના શ્રેષ્ઠ ફીચરમાંનો એક છે. 110 mAhની બેટરી દ્વારા સંચાલિત, HONOR Band 5 એક કલાકના સંપૂર્ણ ચાર્જીંગ બાદ 14 દિવસ સુધી ચાલે છે. જયારે Mi Band 4 જેમાં 135 mAh બેટરી છે, જેને 2 કલાકના સંપૂર્ણ ચાર્જીંગ કર્યા બાદ 20 દિવસ સુધી ચાલે છે. તમે નસીબદાર છો કેમકે બંને ફિટનેસ ટ્રેકર્સની બેટરી લાઇફ ધ્યાનમાં લેવા યોગ્ય છે.

કેટલી છે આ બેન્ડની કિમત?

બંને બેન્ડની કિંમત એકદમ સ્પર્ધાત્મક છે, કારણ કે તેની સુવિધાઓ ખૂબ જ યુઝર ફ્રેન્ડલી અને વ્યાપક છે. Mi Band 4ની કિંમત રૂ. 2,299 છે. જયારે HONOR Band 5ની કિંમત રૂ. 2,599 છે. તમારી માટે એક સારા ન્યુઝ છે કે ફેસ્ટીવ સેલ્સ દરમિયાન તમે HONOR Band 5 રૂ. 2,399માં ખરીદી શકો છો.

ફાઇનલ વર્ડિક્ટ

HONOR Band 5 અને Mi Band 4 બંને જોવામાં લાઇટવેઇટેડ અને સ્ટાઇલિશ છે. આ તેઓ માટે જ છે જે લોકો મોટા અને ટોપના ફિટનેસ ટ્રેકર્સને પસંદ કરતા નથી. જો કે, જો અમને બંને વચ્ચે પસંદ કરવાનું કહે, તો અમે ચોક્કસપણે HONOR Band 5ને પસંદ કરીશું કારણ કે તે વધુ સારા ફીચર દેખાવ પ્રદાન કરે છે. માત્ર આ જ નહીં, પરંતુ જો તમે HONOR Band 5 ખરીદો છો તો તમે ચોક્કસપણે તમારા પ્રોગ્રેસને ટ્રેક કરવામાં તેની અસરકારકતાને જોશો. તે જે પ્રકારનો ડેટા પ્રદાન કરે છે તે તમને Mi Band 4માં જોવા નહીં મળે.

તે તમારા સ્માર્ટફોન માટે એકદમ સ્ટાઇલિશ અને ઉપયોગી સાથીદાર છે. જો રિવ્યુઝ દ્વારા જોઈએ તો Mi Band 4 કરતા HONOR Band 5 વધારે યોગ્ય છે.

તમે આની ખરીદી અહીંથી કરી શકો છો
Amazon: https://amzn.to/2owKqSR
Flipkart: https://bit.ly/2VyVUkS
First published: October 13, 2019, 3:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading