HONOR 9X Review: જાણો શા માટે HONOR 9X સૌથી ઓછા ભાવમાં મળતો સૌથી સારો પોપ-અપ ફોન છે?

News18 Gujarati
Updated: January 16, 2020, 6:22 PM IST
HONOR 9X Review: જાણો શા માટે HONOR 9X સૌથી ઓછા ભાવમાં મળતો સૌથી સારો પોપ-અપ ફોન છે?
HONOR 9X માં 1080x2340 પિક્સેલ્સ રિઝોલ્યુશન સાથે 6x9 ઇંચનું ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે

HONOR 9X માં 1080x2340 પિક્સેલ્સ રિઝોલ્યુશન સાથે 6x9 ઇંચનું ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે

  • Share this:
HONOR એ ફરી એકવાર સ્માર્ટફોન ટેકનૉલોજીનો બાર ઊંચો કર્યો છે. 2020 ની જોરદાર શરુઆત કરતાં કંપનીએ તેની લોકપ્રિય X સિરીઝમાં નવો સ્માર્ટફોન HONOR 9X લોન્ચ કર્યો છે. આ ફોનની હાઇલાઇટ છે તેમાં આવતો ટ્રિપલ કેમેરા, જેમાં 48MP નો મેઇન કેમેરા છે. સાથે જ, આ ફોનની ડિઝાઇન પણ ખૂબ આકર્ષક છે. ફોનના પાછળના ભાગમાં X નો આકાર અપાયો છે, જે તેના કલર અને સ્ટાઇલને સારી રીતે મેચ કરે છે. આવી આકર્ષક ડિઝાઇનને કારણે આ ફોનને હાથમાં લેતા અલગજ વટ પડે છે. આ ફોનના ખાસ ફીચરો પણ તમને તેની ડિઝાઇનની જેમ ખૂબ આકર્ષક લાગશે. અમને આ ફોન વાપરવાની તક મળી અને અમે તેની ખૂબીઓ તમારી સાથે શેર કરવા ઘણા આતુર છીએ. તો ચાલો, આ ફોન વિશે થોડું વિગતમાં જાણી લઈએ.

ડાઈનામિક ડિઝાઇન અને ડિસ્પ્લે:
Honor ફૂલ વ્યું ડિસ્પ્લે અને કર્વ્ડ ડિઝાઇન વાળો એક ખૂબ જ સુંદર સ્માર્ટફોન છે, જેની બેક પેનલનો ગ્લોસી ફિનિશ તેને એક પ્રીમિયમ લુક આપે છે. ફોનના બેક પેનલમાં તમને X આકારની ડિઝાઇન દેખાશે જે જોવામાં જુદી અને આકર્ષક લાગે છે. HONOR 9X માં 1080x2340 પિક્સેલ્સ રિઝોલ્યુશન સાથે 6x9 ઇંચનું ફુલ HD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ એક ફૂલ વ્યૂ ડિસ્પ્લે વાળો ફોન છે જે કર્વ્ડ ડિઝાઇન સાથે આવે છે. આ કારણે, તમે કોઈ પણ સમસ્યા વિના ફોનમાં ફૂલ વ્યૂ સાથે ગેમ રમવાનો અને વીડિઓ જોવાનો શ્રેષ્ઠ અનુભવ માણી શકો છો. હવે તમે વિચારતા તો હશો જ કે ફોનમાં સેલ્ફી કેમેરો નથી કે શું? સેલ્ફી કેમરો ના હોય એવું બને ખરું?. આ ફોનમાં તમને સેલ્ફી કેમેરો પણ મળશે, અને તે પણ પોપ-અપ સેલ્ફી કેમેરા ટેકનૉલોજી સાથે. પોપ-અપ સેલ્ફી કેમેરાને કારણે ફોનનું ડિસ્પ્લે મોટું બની જાય છે. Honor 9Xમાં AI વિડિઓ એનહેન્સમેંટ છે, જે વધુ બ્રાઇટ અને ડાર્ક એરિયામાં કોંટ્રાસ્ટને એડજસ્ટ કરીને ક્લિયર ફોટો પાડે છે. આંખની સુરક્ષા માટે આમાં TUV Rheinland દ્વારા સર્ટીફાઇડ Eye કમફર્ટ મોડ પણ છે. આંખના તાણને રોકવા માટે આ ફીચર બ્લુ લાઈટ ફિલ્ટર કરે છે.પ્રોસેસર અને સૉફ્ટવેર:
HONOR 9X માં કિરિન 710 એફ ઓક્ટા કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એક મિડ-સેગમેન્ટ ચિપસેટ છે. આ પ્રોસેસર સ્પીડ તેમજ મલ્ટિટાસ્કિંગનો ઘણો સારો અનુભવ આપે છે. 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ મેમરીવાળા આ સ્માર્ટફોનની મદદથી તમે દૈનિક કાર્યો સરળતાથી પૂરા કરી શકશો. સાથે સાથે આ ફોનમાં તમને GPU Turbo 3.0 સપોર્ટની સુવિધા પણ મળે છે, જે આ કિંમતના સ્માર્ટફોનમાં તમને ભાગ્યે જ મળશે. આના લીધે ગ્રાફિક્સ વાળી ગેમો રમવામાં ઘણો સારો અનુભવ મેળવી શકો છો. આ ફોનની 6GB RAM સાથે, 128GB ઇન્ટરનલ મેમરી તમારા ફોનની સ્પીડને સ્મૂધ બનાવી રાખે છે. HONOR 9X આમ તો EMUI 9.1.0 પર ચાલે છે, પરંતુ કંપનીનું કહેવું છે કે આ ડિવાઇસને તમે Android 10 માં અપગ્રેડ કરી શકશો. આ ફોનમાં આવતી 4,000 mAh ની બેટરી ફોનને વધુ પાવરફૂલ બનાવે છે, જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે અને એક વાર ચાર્જ કર્યા બાદ તેની બેટરી આખો દિવસ આરામથી ટકી રહે છે.

 

કેમેરા:
આજકાલના સોશિયલ મીડિયા વાળા જમાનામાં કોઈ પણ ફોનનો કેમેરો યુઝરોનું ધ્યાન ખેંચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને અમારા હિસાબે Honor 9X એ આ કામ સારી રીતે કર્યું છે. આ ફોન ટ્રિપલ કેમેરા સેટઅપ સાથે આવે છે, જેમાં 48MP નો પ્રાઈમરી કેમેરો છે. આ કેમેરા સાથે તમે વધુ સારી ડિટેલ વાળા ક્લિયર ફોટા પાડી શકો છો. તમે એક્સ્ટ્રીમ ઝૂમ કરીને પણ બારીક ડિટેલ વાળા ફોટા પાડી શકો છો. આ સિવાય, Honor 9X નો 8MP વાળો સુપર વાઈડ એંગલ કેમેરો 120 ડિગ્રી વ્યૂ સાથે તમારા ગ્રૂપ ફોટોને વધુ સારો બનાવે છે. સાથે જ, 2MP વાળો ડેપ્થ સેન્સર કેમોરો બોકેહ ઇફેક્ટ સાથે સારા પોટ્રેટ શોટ આપે છે. HONOR 9X માં 16 MP નો AI પોપ-અપ સેલ્ફી કેમેરો છે. આ કેમેરો નેચરલ અને સચોટ ડિટેલ વાળા ફોટા આપે છે. આ ફોનનું ફેસ ડિટેકશન પણ ખૂબ જ ઝડપથી કામ કરે છે. HONOR નો આ ફોન એન્ટી ડસ્ટ અને સ્પ્લેશ મિકેનિઝમ પર આધારિત છે. અમારા હિસાબે આ ફોન તમને ફોટોગ્રાફીનો સારો અનુભવ આપશે. અમને તો આ ફોનની ફોટોગ્રાફી ઘણી ગમી.કિંમત:
તો ચાલો હવે વાત કરીએ કે HONOR 9X ની કિમત વિશે. આકર્ષક ફીચર્સ અને સુંદર ડિઝાઇન હોવા છતાં કંપનીએ આ સ્માર્ટફોનની કિમત ખુબજ ઓછી રાખી છે. આ ફોનના 4GB RAM અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે, પરંતુ આગામી સેલના પહેલા જ દિવસે આફોનની ખરીદી કરતાં તમને 1000 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે 12,999 રૂપિયામાં મળશે. 19 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી ચાલનારી આ ઑફર દરમિયાન, ICICI Bank ક્રેડિટ કાર્ડ અને Kotak Bank ના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા આ મોડેલની ખરીદી પર 10% નું ઇંસ્ટંટ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે. ઉપરાંત, ઑફર દરમિયાન ખરીદતી કરતાં તમને રૂ .2,200 નું Jio રિચાર્જ વાઉચર પણ મળશે, જેનો ઉપયોગ તમે 50 રૂપિયા પ્રતિ રિચાર્જ તરીકે 44 વાર વાપરી શકશો.

અમારો અંતિમ મત:
આ ફોનનો વાપર્યા બાદ અમે કહી શકીએ છીએ કે ફોટોગ્રાફીના શોખીન લોકો માટે આ ફોન ઉત્તમ ચોઈસ પુરવાર થશે. ઉપરાંત, આ કિંમતે મળનારા ફોનની રેંજમાં આ એક પાવરફૂલ ફોન તરીકે ઊભરી આવે છે. અમને આ ફોનની ડિઝાઇન અને લુક ઘણી ગમી. વજનમાં પણ ભારી ના હોવાને લીધે, આ ફોનનો ઉપયોગ કરવો ઘણું સરળ થઈ જાય છે.

તો પછી વધારે વિચાર કરવામાં સમય ના બગાડીને અત્યારે જ ઓર્ડર કરો Xtraordinary #UpForExtra ફોન #HONOR9X #HONORIndia
First published: January 16, 2020, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading