મોટું અને પ્રભાવશાળી ડિસ્પ્લે સાથે, આઇ કમ્ફર્ટ મોડ, ડાર્ક મોડ અને Android 10 પર આધારિત ફ્લેગશિપ Magic UI 3.1 અને બીજા ઘણા બધા ફીચર્સ ને કારણેHONOR 9S એ 2020 નો ટોચનો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન છે.
હાલમાં HONOR એ નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે જે ભારતીય બજારમાં બજેટ સેગમેન્ટમાં રાજ કરવા તૈયાર છે. વધુ ઉત્પાદકતા અને કાર્યક્ષમતા પ્રદાન કરવા માટે રચાયેલ, HONOR 9S કોમ્પેક્ટ અને અલ્ટ્રા-સ્લિમ સ્માર્ટફોન છે જેમાં તમને પ્રભાવશાળી 5.45-ઇંચ (13.8 cm) HONOR ફુલ વ્યુ ડિસ્પ્લે, આઇ કમ્ફર્ટ મોડ, Android 10 નો ડાર્ક મોડ, 2 GB RAM, 2 GB ROM અને ડ્યુઅલ 4G નેનો-સિમ અને 512 GB સુધીની એક્સપાન્ડેબલ મેમરી માટે ટ્રિપલ કાર્ડ સ્લોટ મળે છે. INR 7K ની અંદરના સસ્તા ભાવે બેસ્ટ સ્માર્ટફોન અનુભવ આપવા માટે, આ સ્માર્ટફોન Android 10 ના આધારે, કંપનીના ફ્લેગશીપ મેજિક UI 3.1 પર ચાલે છે.
આ ફોનની 5.45-ઇંચ (13.8 cm) સ્ક્રીન તમને 720x1440 પિક્સેલ્સના સિઝોલ્યુશન, 16M કલર્સ અને 295.4ppi પિક્સેલની કલર ડેંસિટી સાથે સિનેમા-ક્વોલિટી HD+ અનુભવ આપે છે. આ ડિવાઇઝને તમે તમારી સાથે જ રખવાનું પસંદ કરશો, જેનું વજન ફક્ત 144g અને 8.35 મીમી પાતળું છે. આજ કારણે આ સ્માર્ટફોન તમારા હાથમાં, હેન્ડબેગમાં અથવા તમારા ખિસ્સામાં સરળતાથી મૂકી શકાય છે. વાચકો આ સ્માર્ટફોનનો વધુ આનંદ લેશે કેમ કે આમાં આંખોના આરામ માટે TüV રેનલેન્ડ દ્વારા પ્રમાણિત આઇ કમ્ફર્ટ મોડ અને ડાર્ક મોડ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનની બીજી વસ્તુ જે દિવસના કે રાતે શ્રેષ્ટરૂપે કાર્ય કરે છે, તે છે ફેસ અનલોક ફીચર જે તમને સેફ્ટીનું એકસ્ટ્રા લેયર આપે છે.
HONOR 9S
2 GB RAM વાળા 12nm મીડિયાટેક MT6762R પ્રોસેસર દ્વારા સંચાલિત, આ ડિવાઇસ તમને કોઈ પણ સમાધાન વિના અવિશ્વસનીય કાર્યક્ષમતા અને પ્રોસેસિંગ આપે છે. HONOR 9S એ 32GB ઓન-બોર્ડ સ્ટોરેજ સાથે આવે છે જેને મેમરી કાર્ડ સ્લોટનો ઉપયોગ કરીને (512 GB સુધી) વધારી શકો છો. આમ તમે બે 4G સિમ અને એક એક્સપાન્ડેબલ મેમરી કાર્ડ સ્લોટનો બંને નો એકસાથે ઉપયોગ કરી શકો છો. હવે તમે તમારી ઓફિસ અને પર્સનલ લાઈફ માટે અલગ નંબર રાખી શકો છો અને સાથેજ આ સ્માર્ટફોનની મોટી મેમરીને આભરે ઘણાં બધા ફોટો, સંગીત અને વિડિઓઝ પણ સંભાળીને રાખી શકો છો.
આ ફોનમાં f/2.0 અપર્ચર સાથે 8-MP નો રીઅર કેમેરા અને આગળના ભાગમાં 5-MP નો સેલ્ફી શૂટર કેમરા છે જેની મદદ થી તમે ક્યારેય તમારા કિંમતી ક્ષણો ગુમાવશો નહીં. આના પેનોરમા મોડ સાથે તમે પુષ્કળ પ્રયોગો કરી શકો છો, અને આનો બ્યૂટી મોડ દર વખતે તમને બેસ્ટ શોટ આપે છે. આ ઉપરાંત, 3020mAh ની બેટરી સાથે, તમે એક જ ચાર્જમાં આખો દિવસ તમારો ફોન વાપરી શકો છો.
Honor 95
હવે તમારા ફોન એક કંટાળાજનક ઉપકરણ નહીં રહે. ખાસ યુવાનોને ધ્યાનમાં રાખીને ઓફર કરાયેલ સેંટ્રિક બ્લુ અને ક્લાસિક બ્લેક એમ બે અદભૂત કલર્સમાંથી કૌઇપણ એક તમારા રંગીન વ્યક્તિત્વ અને શૈલીને એકદમ મેચ કરશે. આ ઉપરાંત, પરંપરાગત 3.5 ઓડિઓ જેક ઝડપથી કનેક્ટ થાય છે જેથી તમે તમારા મનપસંદ સંગીત અને મૂવીઝને ડાઉનલોડ અને સ્ટોર કરીને ગમે ત્યારે જોઈ શકો છો.
આ સિવાય HONOR ખાતરી કરે છે કે તમારી પાસે આ ફોનનો આનંદ માણવા પૂરતી સુવિધા છે. આમાં નવીનતમ AppGallery પહેલેથી જ ઇન્સ્ટોલ થઈને આવે છે જે લોકપ્રિય એપ્લિકેશનોનું પ્રભાવશાળી મિશ્રણ ઓફર કરે છે. AppGallery હાલમાં વૈશ્વિક સ્તરે ત્રીજુ સૌથી મોટુ એપ્લિકેશન ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ છે, જે Android 10 પર આધારિત બ્રાન્ડના ફ્લેગશિપ મેજિક UI 3.1 પર ચાલે છે.
App Gallery
છેલ્લા છ મહિનામાં AppGallery ના 1 મિલિયન નવા યુઝરો અને 100+ મિલિયન ડાઉનલોડ્સ રજૂ થયા છે. એટલું જ નહીં, AppGallery પર પહેલેથી જ ઉપલબ્ધ 60,000+ એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, જેમાં ભારતમાં ટોપ 160 ના 95% અને ટોચના 500 એપ્લિકેશનોના 85% એપ્સ ઓન-બોર્ડ છે, જે તેને ભારતીય યુઝરો માટે વધુ કસ્ટમાઇઝ બનાવે છે. ગ્રાહકોને ઉત્તમ સર્વાંગી અનુભવ પ્રદાન કરવાના મૂલ્યને જોતા, કંપની અનેક ભારતીય ડેવેલપર્સ સાથે જોડાઈ રહી છે અને વધુ એપ્લિકેશનો પ્રદાન કરવા માટે કામ કરી રહી છે.
જો તમને AppGallery માં કોઈ એપ ના મળે તો તમે ફોન ક્લોનનો ઉપયોગ કરીને તમારા જૂના ફોનમાંથી તે એપ્લિકેશનો કોપી પણ કરી શકો છો. ગ્રાહકોની સરળતા માટે, HONOR એ તાજેતરમાં જ Petal Search પણ રજૂ કરી છે, જે તમારી એપ્લિકેશન શોધ, રિકમેન્ડેશન, ડાઉનલોડ્સ અને અપડેટ્સ માટેનું વન સ્ટોપ સોલ્યુશન છે. આ સિવાય Petal Search તમને ટોચનાં સમાચાર, દૈનિક હવામાનની આગાહીઓ, લાઈવ સ્પોર્ટ્સ શેડ્યુલ અને સ્કોર્સ, સંગીત, ફોટો અને વિડિઓ પણ આપે છે. આમાં રહેલ ક્વિક એપ્લિકેશન્સ પણ એક કામ આવે તેવું ફીચર છે. આનો ઉપયોગ કરીને, યુઝરો એપ્લિકેશનને ખરેખર ડાઉનલોડ કર્યા વિના લોકપ્રિય એપ્લિકેશન્સના તમામ શ્રેષ્ઠ ફીચર્સનો એક્સેસ મેળવી શકે છે અને તેથી જ આ ફીચર તમારા ફોટો, મ્યુઝિક અને વિડિઓઝ માટે ફોનમાં ઘણી જગ્યા બચાવે છે.
ભારતમાં INR10,000 હેઠળ મળતા સ્માર્ટફોનની માંગમાં તીવ્ર વધારો થવાનો છે, અને HONOR 9S એક સર્વશ્રેષ્ટ વિકલ્પ છે. HONOR 9S તેની ટેગલાઇન 'સ્માર્ટ હુઇ ખુશીયાં' ને અનુસરે છે. હાઇ સ્ટોરેજ, બેટરી લાઈફ અને બેસ્ટ વ્યુવિંગ એક્સપિરિયન્સ અને આ બધુ ફક્ત 6,499 રૂપિયામાં. છે ને ખરેખર બેસ્ટ ડીલ એવર!
Flipkart ઉપર 14th ઓગસ્ટ, 2020 ના રોજ 12:00 વાગેથી શરૂ થનારી બીજી સેલ દરમિયાન આ ફોન ફક્ત 6,499 માં ઉપલબ્ધ હશે. 6 મહિના સુધી નો-કોસ્ટ EMI ની ઓફર સાથે પણ તમે આ ફોન ખરીદી શકશો.
Honor Unlock
કોલ કરો અને વિજેતા બનો – આ કોંટેસ્ટમાં તમે જીતી શકો છો Honor Band 3!
જો તમે હાલમાં જ Honor 9S લીધો છે તો તમે HONOR કોલ એન્ડ વિન કોંટેસ્ટમાં ભાગ લઈ શકો છો. HONOR 9S લેનાર કોઈપણ વ્યક્તિ 5th ઓક્ટોબર સુધી HONOR ઇન્ડિયા ગ્રાહક સપોર્ટ નંબર 18002109999 પર કોલ કરી શકે છે. દર અઠવાડિયે 3 લકી વિજેતાને બ્રાન્ડ ન્યુ HONOR Band 3! આપવામાં આવશે.
આ ડીલને વધુ આકર્ષક બનાવતા HONOR 9S ખરીનાર દરેકને HONOR ની VIP સેવાના લાભો અને Hungama મ્યુઝિક એપ્લિકેશનનું 3 મહિનાનું સબ્સ્ક્રિપ્શન મફત આપવામાં આવશે.
*મર્યાદિત સમય માટેની ઓફર, શરતો લાગુ
વધુ જાણકારી મેળવવા અહીં ક્લિક કરો.
પ્રોડક્ટના ફીચર્સ, કિંમત અને ઑફર્સ વિશે વધુ વિગતો મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો: https://bit.ly/2EJ4Dwn
વધુ ખુશ ખબર – HONORMagicbook15 આવી ગઈ છે!
HONOR એ તાજેતરમાં ભારતમાં તેનું પહેલું લેપટોપ - HONOR MagicBook 15 લોન્ચ કર્યું. કોમ્પેક્ટ અને હાઇ પરફોર્મેન્સ વાળું આ લેપટોપ Flipkart દ્વારા ગ્રાહકો સુધી આવે છે અને બીજું ઘણું બધુ ઓફર કરે છે.
HONOR Magicbook 15 એ ભારતનું પહેલું લેપટોપ છે જે INR 45K રેન્જની અંદરની કિંમતે 3 ઉત્તમ નવીનતાઓ સાથે આવે છે. આ ફીચર્સમાં પોપ-અપ વેબકેમ, 2-ઇન-1 ફિંગરપ્રિન્ટ પાવર બટન અને 65W ટાઇપ-સી કોમ્પેક્ટ મલ્ટિ-ડિવાઇસ ફાસ્ટ ચાર્જિંગ સામેલ છે. આ લેપટોપમાં માઈક્રોસોફ્ટ વિન્ડોઝ 10 હોમ પ્રીઇન્સ્ટોલ આવે છે અને એક મહિનાનું મફત માઈક્રોસોફ્ટ 365 પર્સનલ સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.
નોંધ: બધા ટ્રેડમાર્ક્સ, બ્રાન્ડ નામો તેના સંબંધિત માલિકોની મિલકત છે. શરતો લાગુ પડે છે. બ્રાન્ડ, પ્રોડક્ટસ, ઓફર્સ અને હરીફાઈની વિગતો વિશે વધુ માહિતી માટે અમારી ઓફિશિયલ વેબસાઇટ www.hihonor.com/inઅને સોશિયલ મીડિયા હેન્ડલ્સ (Facebook, Twitter, Instagram and YouTube) પર અમને અનુસરો.
આ ભાગીદારીવાળી પોસ્ટ છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર