Home /News /tech /

6GB રેમવાળા આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

6GB રેમવાળા આ સ્માર્ટફોન પર મળી રહ્યું છે 4 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ

ઈન્ડિયન ઈ-કોમર્સ ફ્લિપકાર્ટ પર હાલમાં લોન્ચ થયેલ Honor સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ગ્રાહક ફ્લિપકાર્ટ પર Honor 9i અને Honor 8 Pro પર ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકશે. આ ઓફર હોનર સેલિબ્રેશન હેઠળ આપવામાં આવી રહી છે.

હાલમાં જ લોન્ચ થયેલ Honor 9i પર 2000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે. આ સ્માર્ટફોનને 19,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ગ્રાહકો હવે આને 17,999 રૂપિયામાં ખરીદી શકશે. ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન પર 17000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ 5 ટકા વધારાના ડિસ્કાઉન્ટનો પણ ફાયદો ઉઠાવી શકશે.

બીજી તરફ Honor 8 Proને 4,000 રૂપિયાના ફ્લેટ ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવી રહ્યો છે. આને 29,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યો હતો. જોકે, ડિસ્કાઉન્ટ બાદ ગ્રાહકો આને 25,999 રૂપિયામાં ખરીદી શકશે. તે ઉપરાંત આ સ્માર્ટફોન પર 18000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. તે ઉપરાંત એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સ 5 ટકા વધારાનો ડિસ્કાઉન્ટ મેળવી શકશે.

Honor 8 Proમાં 5.7 ઈંચ QHD (1440x2560 પિક્સલ) LTPS LCD ડિસ્પલે આપવામાં આવી છે. આમાં 6GB રેમ સાથે 1.8GHz ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. આની ઈન્ટરનલ સ્ટોરેજ 64GBની છે, જેને કાર્ડ દ્વારા 256GB સુધી વધારી શકાય છે.

Honor 9iની વાત કરીએ તો 5.9 ઈંચની ફુલ એચડી ડિસ્પલેવાળા આ સ્માર્ટફોનમાં મેટલ બોડી આપવામાં આવી છે. ખાસિયત તે છે કે, આમાં સેલ્ફી માટે ડ્યુઅલ કેમેરો આપવામાં આવ્યો છે. મતલબ કે, બેકગ્રાઉન્ડને બ્લર કરીને સેલ્ફી પણ લઈ શકાય છે. રિયરમાં બે કેમેરા આપાવમાં આવ્યા છે, આમ આ સ્માર્ટફોનમાં ટોટલ ચાર કેમેરા આપવામાં આવ્યા છે.

હાર્ડવેરની વાત કરીએ તો આમાં 2.36GHzનું ઓક્ટાકોર પ્રોસેસર Kirin 659 આપવામાં આવ્યું છે. Honor 9iમાં 4GB રેમ સાથે 64GBની ઈન્ટરનેલ મેમોરી આપવામાં આવી છે. આ એન્ડ્રોઈડ 7.0 Nougat પર આધારિત EMUI 5.1 પર ચાલે છે, આમાં 3,3400mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે, આ બેટરી બે દિવસનું સ્ટેન્ડબાય બેકઅપ આપી શકે છે.
First published:

Tags: Flipkart, Smartphones

આગામી સમાચાર