Honor 8X VS Samsung M20: આ બે માથી કયો સ્માર્ટફોન ખરીદવો જોઈએ?

News18 Gujarati
Updated: September 26, 2019, 9:51 PM IST
Honor 8X VS Samsung M20: આ બે માથી કયો સ્માર્ટફોન ખરીદવો જોઈએ?
Honor 8X VS Samsung M20: આ બે માથી કયો સ્માર્ટફોન ખરીદવો જોઈએ?

આ બન્ને ફોનમાંથી કયો વધુ ચડિયાતો છે તે જાણો

  • Share this:
તમારા બજેટમાં ફિટ થાય અને સારા-ગુણવત્તાવાળા સ્માર્ટફોન નોંધપાત્ર રીતે સામાન્ય હોય છે. પરંતુ તેના ઉત્પાદનમાં બધા એક સરખા નથી હોતા. ભારતીય ગ્રાહકો હવે નોંધપાત્ર અપવાદો સાથે, સસ્તા દરે નવા ફીચર્સ વાળા સ્માર્ટફોન ખરીદવાનું પસંદ કરે છે. તકનીકી નિષ્ણાતો Honor 8X અને Samsung M20 ના નવા ફીચરો પર ઘણી ચર્ચા કરી રહ્યાં છે, જે ભારતના ભાવો પ્રત્યે સંવેદનશીલ બજારમાં ખરીદી માટે એક સારા સમાચાર છે. આ બન્ને ફોનમાંથી કયો વધુ ચડિયાતો છે તે જાણવા અહીં એક નજર નાખો.

બિલ્ડ અને ડિઝાઇન
Honor 8X ની ગ્લાસ બોડી ડિઝાઇન જોઈને એક વાર તમને લાગશે કે આ ફોન લેવા તમારે તમારી એફડી તોડવી પડશે પરંતુ હકીકતમાં આવું નથી. તેની મેટ-ફિનિશિંગ એલ્યુમિનિયમ બાજુઓ, ખાસ કરીને બોર્ડર પર HONOR ફ્લેગશિપ અનન્ય પેટર્ન ફોનને વધુ દેખાવદાર બનાવે છે. Samsung M20 પ્લાસ્ટિકની રીઅર પેનલ સાથે આવે છે જે ઘણા લોકોને આકર્ષક ના પણ લાગી શકે. તેની Infinity-V ડિસ્પ્લે આ ફોનને એકસ્ટ્રા પોઇંટ્સ આપે છે, પરંતુ HONOR 8X ની લગભગ બોર્ડરલેસ ડિઝાઇન વધુ લોકોને પસંદ આવે એમ છે. તેથી, વાઇબ્રન્ટ અને તીક્ષ્ણ ડિસ્પ્લે ને લીધે, Honor 8X વધુ સારો છે, જે M20 કરતા વધુ ભાવિ લાગે છે.

ડિસ્પ્લે
સ્ક્રીન ની વાત કરીએ તો, HONOR 8X એ ઉત્તમ છે કારણ કે તેમાં 16.51 CM (6.3-ઇંચ)ની full HD+ 1080 x 2340 પિક્સેલ્સનું રિઝોલ્યુશન છે જેની તુલનામાં Samsung M20 16 CM(6.3-inch) Full HD+ અને 1080 x 2340 પિક્સેલ્સની ડિસ્પ્લે સાથે આવે છે. તેથી, ગેમ રમવા અને વિડિઓ જોવા માટે માટે Honor 8X વધુ સારો ફોન પુરવાર થશે. બંને સ્માર્ટફોન ફિંગરપ્રિન્ટ સ્કેનર સાથે આવે છે પરંતુ HONOR 8X માં પ્લસ પોઈન્ટ છે કે તેમાં તમને ખૂબ ઝડપી અને ફેસ અનલોક ફીચર મળે છે.

પ્રદર્શનબંને સ્માર્ટફોન એન્ડ્રોઇડ 8.1 (Oreo) OS સાથે આવે છે, જે એન્ડ્રોઇડ 9 (Pie) માં અપગ્રેડ કરી શકાય છે. Honor 8X Octa-Core એ 2.2 GHz 12 nm કોર્ટેક્સ A73 જનરેશન આધારિત SoC સાથે હાઇસિલીકોન કિરીન 710 SoC ચિપસેટ દ્વારા સંચાલિત છે અને 4 GB / 6 GB RAM અને 64 GB / 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. જ્યારે, Samsung M20 1.8GHz Octa-core એક્ઝિનોસ 7904 પ્રોસેસરથી ચાલે છે અને 3 GB RAM અને 32 GB ઇન્ટરનલ મેમરી સાથે આવે છે.

Honor 8X, GPU ટર્બો 3.0 સાથે આવે છે, જે તમને વધુ સારું પ્રદર્શન, ઝડપી ગેમિંગનો અનુભવ અને વધુ સારુ બેટરી મેનેજમેન્ટ આપશે. અમે બંને ફોન પર PUBG, Fifa Mobile અને Asphalt 9 જેવી હેવી ગ્રાફિક ગેમ રમીને જોઈ અને તેથી અમે કહી શકીએ છીએ કે ગેમ રમવાના શોકીનો માટે HONOR 8X પહેલી પસંદ હોવી જોઈએ. ટૂંકમાં, જ્યારે પ્રદર્શનની વાત આવે છે ત્યારે, Honor 8X એ Samsung M20 કરતાં ચડિયાતો છે.

કેમેરો
HONOR 8X એ Huaweiના સ્માર્ટફોનની શ્રેણીના શ્રેષ્ઠ કેમેરા ધરાવે છે. ડ્યુઅલ રીઅર 20 MP / 2 MP કેમેરાથી સજ્જ આ ફોન માં જ્યારે AI મોડ અને વાઇડ અપર્ચર ફીચર પૂર્ણપણે ઉપયોગમાં લેવાય, ત્યારે તે વપરાશકર્તાઓને લગભગ સંપૂર્ણ નાઇટ શોટ આપે છે. 4K શૂટિંગ ઉપલબ્ધ ન હોવા છતાં, આ કેમેરો સાફ અને તીક્ષ્ણ ફોટા અને વિડિઓ કેપ્ચર પાડે છે. Honor તેના સેલ્ફી કેમેરા પર વધુ ભાર મૂકે છે. Honor 8X 16 MPના સેલ્ફી કેમેરાથી સજ્જ છે જે અપગ્રેડેડ ઓટોફોકસ અને જટિલ વિગતો પ્રદાન કરે છે. આ ફોન ખૂબ સસ્તો હોવા છતાં કેમેરાના વધુ સારા ફીચરો સાથે આવે છે.

HONOR 8X કેમેરા ફીચર્સની તુલનામાં, Samsung M20 વધુ ચડિયાતો નથી. તે ડ્યુઅલ લેન્સ રીઅર કેમેરા, f/1.9 અપર્ચર સાથે 13 MP પ્રાયમરી સેન્સર અને f/ 2.2 અપર્ચર સાથે 5 MP સેકન્ડરી સેન્સર સાથે આવે છે. તેમાં 120 ડિગ્રીના અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ પણ છે. 8 MP સેલ્ફી કેમેરો સંપૂર્ણ રીતે બારીક વિગતો નથી આપતો અને ઘણી બધી બાબતો ચૂકે છે. જો તમે કેમેરા માટે સ્માર્ટફોન ખરીદી રહ્યા છો, તો HONOR 8X તમારી માટે વધુ સારી પસંદ રહેશે.

બેટરી
HONOR 8X એ 3,750mAh બેટરી ધરાવે છે જ્યારે Samsung M20 ની 4,000 mAh બેટરી ધરાવે છે. આશ્ચર્યજનક રીતે, M20 ની 4,૦૦૦ mAhની સરખામણીમાં Honor 8X એ પણ એટલું જ સારું પ્રદર્શન કર્યું. અમે કહી શકીએ કે HONOR ના કસ્ટમ OS EMUI 9.1 અને GPU 3.0 ને કારણે છે, બેટરીનું સંચાલન વધુ સારી રીતે થાય છે. તેથી, જો તમે અંકોથી જોશો તો Samsung M20 આગળ છે, પરંતુ વાસ્તવિક પ્રભાવની દ્રષ્ટિએ બંને સરખાજ છે.

કિંમતો
તહેવારના સીઝન દરમિયાન તમે, HONOR 8X 4 + 64GB INR 9,999 માં, 6 + 64GB એ 10,999 માં અને 6 + 128GB એ 11,999 માં ખરીદી શકો છો અને Samsung 4GB વેરિઅન્ટ તમને INR 9,990 માં મળશે.

કયો ફોન વધુ સારો?
હાલમાં, Samsung M20 અને Honor 8X 4 GB વેરિએન્ટની કિંમતો સમાન છે, પરંતુ Samsung M20 પાસે અનન્ય પેકેજો નથી અને કેમેરાની ગુણવત્તા, બિલ્ડ અને પ્રદર્શનમાં Honor 8X વધુ ચડિયાતો છે. Honor 8X દેખાવમાં પણ સારો છે અને તેના ભાવના હિસાબે તમને વધુ સારો અનુભવ આપે છે. આ ફોન વિવિધ ફીચરો સાથે એક સુંદર ફોન છે. સરવાળે, HONOR 8X ચોક્કસપણે તમારા બજેટમાં બેસતો શ્રેષ્ટ ફોન છે.​
First published: September 26, 2019
વધુ વાંચો
अगली ख़बर