ન્યૂઝ18 ગુજરાતી: ઓનરે હાલમાં જ સ્માર્ટફોન Honor 8C લોન્ચ કર્યો છે. આ ફોનનું પહેલું સેલ આજે એટલે કે 10 ડિસેમ્બરના રોજ રાખવામાં આવ્યું છે, જેની શરૂઆત 9 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યાથી થઈ હતી. કંપનીએ તેના 32GB વેરિઅન્ટને 11,999 અને 64GB વેરિઅન્ટને 12,999માં લોન્ચ કર્યું છે. પરંતુ તેના પહેલા સેલ પર કંપની અનેક સારી ઓફર્સ રજૂ કરી રહી છે. આ ફોન અમેઝોન એક્સક્લૂસિવ છે જેને ICICI ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી ખરીદવા પર 5 ટકા ઇંસ્ટેંટ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
આટલું જ નહીં, તેની પર ગ્રાહકોને 4,450 રૂપિયા 100GB ડેટાની સાથે 2,200નું જિયો કેશબેક, 200 રૂપિયાનું પેટીએમ કેશબેક, Cleartip કૂપન 2,250 અને 2,000 રૂપિયા સુધીનું MobiKwik સુપરકેશ આપવામાં આવશે.
તેના ફીચર્સની વાત કરીએ તો ફોનમાં નોચ ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 632 પ્રોસેસર, ફેસ અનલોક જેવા ફીચર આપવામાં આવ્યા છે. આ ફોનમાં ડ્યુઅલ સિમ સ્લોટ આપવામાં આવ્યા છે. આ ફોન એન્ડ્રોઇડ ઓરિયા 8.1 પર કામ કરે છે. આ સ્માર્ટફોનમાં 6.26 ઈંચનો HD+ ડિસ્પ્લે છે. જેમાં ઓક્ટોકોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 632 પ્રોસેસર છે, જેમાં Adreno 506 GPU આપવામાં આવ્યું છે.
તેમાં 13 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપા અને સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનને પાવર આપવા માટે તેમાં 4,000mAh બેટરી આપવામાં આવી છે.
કનેકિટીવિટી માટે તેમાં 4G VoLTE, સિંગલ બેંડ Wi-Fi 802.11 b/g/n, બ્લૂટૂથ v4.2, જીબીએસ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત તેની બેક સાઇડમાં ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર