ઓનરે તેના નવો બજેટ ફોન ઓનર 8 એ પ્રો લોન્ચ કર્યો છે. બજેટ ફોન હોવા છતાં તેમા નોચ ડિસ્પ્લે આપી છે. આ ફોન લેટેસ્ટ સૉફ્ટવેર એન્ડ્રોઇડ 9 પાઇ પર કામ કરે છે. કંપની જણાવ્યું હતું કે તેમા 6.09 ઇંચની આઇપીએસ એચડી + ડિસ્પ્લે છે, જે એસ્પેક્ટ રેશિયો 19.5.9.નો છે. આ સ્માર્ટફોન મીડિયાટેક હેલીયો પી 35 પ્રોસેસર પર ચાલે છે. ઓનર 8 એ પ્રોમાં 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે સાથે 3 જીબી રેમ છે, જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512 જીબી સુધી વધારી શકાય છે. કંપનીએ આ ફોનને બ્લેક અને બ્લ્યૂ વેરિએન્ટમાં રજૂ કર્યો છે.
કેમેરા વિશે વાત કરીએ તો ઓનર 8 એ પ્રોમાં કંપનીએ 13 મેગાપિક્સલનો રિયર કેમેરો આપ્યો છે, જેનું અપર્ચર એફ /1.8 છે. સેલ્ફી માટે, ઓનર 8 એ પ્રોમાં 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો આપવામાં આવ્યો છે. પાવર માટે ફોનમાં 3,020mAhની બેટરી આપવામાં આવી છે અને તેમા રિયર ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે. રશિયાની કિંમત અનુસાર તેની કિંમત રબ 13,990 છે, જે ભારતમાં લગભગ 14,700 રુપિયા હોઈ શકે છે.