Home /News /tech /

Honor 20નો પહેલો સેલ આજથી શરુ, મળી રહી છે જબરદસ્ત ઓફર

Honor 20નો પહેલો સેલ આજથી શરુ, મળી રહી છે જબરદસ્ત ઓફર

આ ફોનની ખરીદી પર અનેક ઓફર પણ કરવામાં આવી રહી છે, જેમાં તમને આ ફોન સસ્તામાં મળશે.

આ ફોનની ખરીદી પર અનેક ઓફર પણ કરવામાં આવી રહી છે, જેમાં તમને આ ફોન સસ્તામાં મળશે.

    ન્યૂઝ18 ગુજરાતી: ઓનર 20ને આજે પહેલા સેલમાં ઉપલબ્ધ કરાશે. આ ફોનને કંપનીએ ગયા અઠવાડિયે લોન્ચ કર્યો હતો, જેને ફ્લિપકાર્ટમાં બપોરે 12 વાગ્યાથી ખરીદી શકાય છે. કંપનીએ આ ફોનનું 6 જીબી / 129 જીબી સ્ટોરેજ સાથે એક જ વેરિયેન્ટ રજૂ કર્યુ છે, જેની કિંમત 32,999 રૂપિયા છે. આ ફોનની ખરીદી પર અનેક પણ ઓફર કરવામાં આવી રહી છે, જેમા તમને આ ફોન સસ્તામાં મળશે. ચાલો જાણીએ કે ઓફર શું છે.

    ખરીદી પર 2,200નો ફાયદો

    ગ્રાહકો ફોન પર નો-કોસ્ટ ઇએમઆઈનો લાભ લઈ શકે છે. સાથે જ કંપનીએ તેના પર બાયબેક ઓફરની જાહેરાત કરી છે, જેના હેઠળ જો તમને ફોન પસંદ નથી તો તે 90 દિવસની અંદર પરત કરી શકાય છે. આ ઉપરાંત કંપનીએ લોન્ચ ઓફર માટે રિલાયન્સ જિયો સાથે પણ ભાગીદારી કરી છે, જેમા યૂઝર્સોને માય જિયો એપ દ્વારા રૂ. 198 અથવા રૂ. 299 ના રિચાર્જ પર 2,200 રુપિયાનું કેશબેક અને 125GB સુધીનો 4જી ડેટા આપવામાં આવશે.



    Honor 20ની વિશેષતા

    ઓનર 20માં 6.26 ઇંચ પૂર્ણ એચડી + ડિસ્પ્લે છે. ફોન 1080X2340 પિક્સેલ રીઝોલ્યુશન સાથે આવે છે, જેનો અસમાન ગુણોત્તર 19.5: 9 છે. ફોન એન્ડ્રોઇડ 9 પાઇ આધારિત મેજિક UI 2.1 પર કાર્ય કરે છે. હાયસિલીકોન કીરીન 980 એસઓસી પ્રોસેસર આ ફોનમાં આપવામાં આવ્યું છે.

    આ પણ વાંચો: 198 રૂપિયાનો છે JIOનો આ પ્લાન, આખો મહિનો મળશે આટલું બધું મફત



    ઓનર 20માં ફોટોગ્રાફી માટે ક્વાડ કેમેરો સેટઅપ પણ છે. ફોનમાં 48 મેગાપિક્સેલનો પ્રાઇમરી કેમરો સેન્સર સોની lmx 586 સેન્સર સાથે આવે છે. આ સાથે ફોનમાં 16-મેગાપિક્સલ સેકેન્ડરી સેન્સર છે. સેલ્ફી માટે 32-મેગાપિક્સલ સેન્સર છે. ફોનમાં કૅમેરો સેટઅપ એઆઇ ઇમેજ સ્ટેબિલાઇઝેશન તેમજ અન્ય સુવિધાઓ સાથે સજ્જ છે. ફોનમાં 3,750 એમએએચ બેટરી છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Flipkart sale, ટેક ન્યૂઝ, મોબાઇલ, સ્માર્ટફોન

    આગામી સમાચાર