પહેલી ઓગસ્ટથી મોંઘી થશે હોન્ડાની તમામ કાર

News18 Gujarati
Updated: July 11, 2018, 12:17 PM IST
પહેલી ઓગસ્ટથી મોંઘી થશે હોન્ડાની તમામ કાર
હોન્ડા કાર દસ હજાર રૂપિયાથી 35,000 રૂપિયા સુધી મોંઘી થઈ જશે
News18 Gujarati
Updated: July 11, 2018, 12:17 PM IST
હોન્ડાએ તેમની તમામ કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ હોન્ડા કાર દસ હજાર રૂપિયાથી 35,000 રૂપિયા સુધી મોંઘી થઈ જશે. વધેલા ભાવ એક ઓગસ્ટ 2018 થી લાગુ થશે.

કંપની અનુસાર કાચા માલની કિંમત, ભાડા અને કસ્ટમ ડ્યુટી વધવાને કારણે કારના ભાવમાં વધારો થયો છે. કંપનીના આ નિર્ણય બાદ હોન્ડાની તમામ કાર મોંઘી જઇ જશે. આ લિસ્ટમાં હૉન્ડાની તાજેતરમાં આવેલી 2018 અમેઝ બ્રિયો, ઝૈઝ, ડબ્લ્યુઆર-વી, સિટી, બીઆર-વી, સીઆર-વી અને અકોર્ડ સામેલ છે.

હોન્ડા પહેલા છેલ્લા મહિનાઓમાં હ્યુન્ડાઈ મોટર્સે પણ કારના ભાવમાં વધારો કર્યો હતો. હ્યુન્ડાઇના આ નિર્ણય બાદ કંપનીની લોકપ્રિય ઓફર ક્રેટા 2 ટકા જેટલી મોંઘી થઈ ગઈ હતી.

હોન્ડા કાર્સ ઈન્ડિયા લિમિટેડના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ સેલ્સ એન્ડ માર્કેટિંગના રાજેશ ગોયલે જણાવ્યું હતું કે, "ઇનપુટ ખર્ચ પર વધતા દબાણને કારણે, છેલ્લા કેટલાક મહિનાથી કસ્ટમ ડ્યૂટીમાં વધારો અને વધુ દરોમાં વધારો થવાથી, અમે કારની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે "

નવા રોકાણ અને પ્રોડક્ટ્સ સાથે, હોન્ડા ભારતીય બજારમાં તેના શેરને બમણું કરવાની યોજના ધરાવે છે. છતાં તે સરળ રહેશે નહીં, હકીકત એ છે કે ઉત્પાદક કંપનીઓ તેમની કારને લોન્ચ કરવા માટે રાહ જોઈ રહી છે.
First published: July 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...