Home /News /tech /

Hondaની આ નવી બાઈક માત્ર 5 હજારમાં તમારી થઈ શકે છે, 160ccનું છે એન્જિન

Hondaની આ નવી બાઈક માત્ર 5 હજારમાં તમારી થઈ શકે છે, 160ccનું છે એન્જિન

એક્સ-બ્લેડ HET 160cc એન્જિન અને પોતાની કેટેગરીમાં પહેલીવાર રજૂ કરવામાં આવેલ કેટલાએ ફિચર્સથી સજ્જ છે...

એક્સ-બ્લેડ HET 160cc એન્જિન અને પોતાની કેટેગરીમાં પહેલીવાર રજૂ કરવામાં આવેલ કેટલાએ ફિચર્સથી સજ્જ છે...

    હોંડા મોટર સાઈકલે 160 સીસી સ્પોર્ટી મોટર સાઈકલ એક્સ-બ્લેડની કિંમતની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓટો-એક્સપોમાં રજૂ કરવામાં આવેલ સ્ટાઈલીશ એક્સ-બ્લેડની દિલ્હી એક્સ-શોરૂમ રૂ. 78500 છે.

    એક્સ-બ્લેડ HET 160cc એન્જિન અને પોતાની કેટેગરીમાં પહેલીવાર રજૂ કરવામાં આવેલ કેટલાએ ફિચર્સથી સજ્જ છે. સ્ટાઈલિશ અને શાનદાર નવી એક્સ-બ્લેડમાં ફ્યુચુરિસ્ટિક એલઈડી હેડલાઈટ્સ બાઈકને રોબોટિક ઈમ્પ્રેશન આપે છે. એલઈડી પોઝિશન લેમ્પ એક્સ-બ્લેડને ભીડમાં સૌથી અલગ બનાવે છે. આ સિવાય રેજર શાર્પ એલઈડી ટેલ લેમ્પ અને રિઝિડ ફ્યૂલ ટેંક આને સુંદર લુક આપે છે.

    ક્રોમ ટિપથી યુક્ત ડ્યુઅલ આુટલેટ મપલર આને સ્પોર્ટી લૂક આપે છે. એક્સ-બ્લેડમાં 162.71સીસી એચઈટી એન્જિન, 8500 rmp પર 13.93 bhp અને 6000 rmp પર 13.9nm ટોર્ક જનરેટ કરે છે, જે ફાસ્ટ એક્સેલરેશન અને સારી લોડ કેરિંગ ક્ષમતા પ્રદાન કરે છે.

    હોંડા મોટરસાઈકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ યદવિંદરસિંહ ગુલેરિયાએ જણાવ્યું કે, યુવા પેઢીને ધ્યાનમાં રાખી નવી આકર્ષક ડિઝાઈન સાથે એક્સ-બ્લેડને રૂ. 78500 (એક્સ-શોરૂમ-દિલ્હી)માં વેંચવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Honda, Launches, Motorcycle, ભારત

    આગામી સમાચાર