1100 રુપિયામાં ઘરે લાવો Hondaનું સ્કૂટર, મેળવો 7 હજારનું કૅશબેક

News18 Gujarati
Updated: October 18, 2019, 4:47 PM IST
1100 રુપિયામાં ઘરે લાવો Hondaનું સ્કૂટર, મેળવો 7 હજારનું કૅશબેક
હોન્ડા સ્કૂટર પર મળી રહી છે ઑફર્સ

આ તહેવારની સિઝનમાં હોન્ડા ડિઓ પર કંપની 8,900ની બચત સાથે 2,100 રૂપિયાના અન્ય ફાયદાઓ પણ આપી રહી છે. તમે ફક્ત 1,100 રુપિયાની નીચી કિંમતે ચુકવણી કરીને આ સ્કૂટર ખરીદી શકો છો.

  • Share this:
જો તમે સ્કૂટર લેવાનું વિચારી રહ્યા છો તો આ તમારા માટે યોગ્ય સમય છે, કારણ કે હોન્ડા (honda)તેના સ્કૂટર પર શાનદાર ફેસ્ટિવ ઑફર લઇને આવ્યું છે. જો તમે હોન્ડા સ્કૂટરની ખરીદી કરો છો, તો તમે 11,000 રૂપિયા સુધી બચત કરી શકો છો. આ સિવાય કંપની ગ્રાહકોને પેટીએમ કેશબૅક અને લો ડાઉન પેમેન્ટ જેવા અન્ય ફાયદા પણ આપી રહી છે.

આ છે ઑફર્સ

આ ઑફર્સ હોન્ડાના સ્ટાઇલિશ સ્કૂટર ડિઓ પર ઉપલબ્ધ છે. આ તહેવારની સિઝનમાં હોન્ડા ડિઓ પર કંપની 8,900ની બચત સાથે 2,100 રૂપિયાના અન્ય ફાયદાઓ પણ આપી રહી છે. તમે ફક્ત 1,100 રુપિયાની નીચી કિંમતે ચુકવણી કરીને આ સ્કૂટર ખરીદી શકો છો. આ સિવાય 7000 રૂપિયા સુધીનું પેટીએમ કેશબૅક પણ ઉપલબ્ધ છે.

આ પણ વાંચો: ધનતેરસ પર ખરીદો 2.50 લાખમાં Swift અને 1.75 લાખમાં WagonR

હોન્ડા સ્કૂટર


સુવિધાઓ અને કિંમતહોન્ડા ડિઓની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 53,777 થી શરૂ થાય છે. ડિઓ એસટીડીની કિંમત 53,777 રૂપિયા છે અને ડિઓ ડીએલએક્સની કિંમત 55,777 રૂપિયા છે. આમાં તમને 109 સીસીનો ફેન કૂલ્ડ, 4 સ્ટ્રોક, એસઆઈ એન્જિન મળશે, જે 8bhp પાવર અને 8.91Nm ટોર્ક જનરેટ કરે છે.

આ પણ વાંચો: મિનિટોમાં જ વેચાઇ જતા આ ફોનનું આજે પ્રી-બૂકિંગ

હોન્ડા ડિઓ


તેની સુવિધાઓની વાત કરીએ તો તેમાં એક નવો એલઇડી હેડલેમ્પ, ગોલ્ડ રિમ, ઇકો સ્પીડ સૂચક સાથે ડિજિટલ મીટર, મોબાઇલ ચાર્જિંગ સોકેટ, ટ્યુબલેસ ટાયર, સીટ ઓપનિંગ સ્વીચ આપવામાં આવેલી છે, આમા ડ્યુઅલ ટોન કલર્સ અને સર્વિસ ડ્યૂ ઇન્ડિકેટર આકર્ષિત ફીચર્સ છે.
First published: October 18, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading