Honda કાર્સ ઝડપથી લોંચ કરશે 10 નવા મોડલ, જાણો કેટલી ઇલેક્ટ્રિક કાર હશે

હોન્ડા કાર્સ

Honda cars: હોન્ડાના નવા ઇલેક્ટ્રિફાઇડ મોડેલ્સમાં નવી વ્હીકલ ઓપરેટિંગ સિસ્ટમ (Vehicle operating system) રહેશે.

  • Share this:
નવી દિલ્હી: હોન્ડાની કાર (Honda cars) ડિઝાઇન, ઇન્ટિરિયર અને અત્યાધુનિક એન્જીન માટે આખા વિશ્વમાં ખ્યાતનામ છે. કંપની ઈ વ્હીકલ (Honda E Vehicles) ક્ષેત્રમાં પણ હરણફાળ ભરવાની તૈયારીમાં છે. જેના અનુસંધાને કંપની 2030થી વિશ્વના સૌથી મોટા કાર બજાર ચીનમાં ઇલેક્ટ્રિફાઇડ વાહનોનું વેચાણ કરશે. અત્યારે વિશ્વની મોટાભાગની કાર નિર્માતા કંપનીઓ વીજળીથી ચાલતા વાહન તરફ વળી છે. ત્યારે હોન્ડા કંપની આવતા વર્ષે તેની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ બ્રાન્ડ પણ લોન્ચ કરશે. જેને e:N સિરીઝ નામ આપવામાં આવ્યું છે. આ નવી EV બ્રાન્ડ હેઠળ હોન્ડા આગામી પાંચ વર્ષમાં ડોંગફેંગ અને GAC મોટર સાથે મળી 10 નવા મોડેલ્સ પણ લોન્ચ કરશે

નવી વ્હીકલ ઓપરેટિંગ સિસ્ટમ

હોન્ડાના નવા ઇલેક્ટ્રિફાઇડ મોડેલ્સમાં નવી વ્હીકલ ઓપરેટિંગ સિસ્ટમ રહેશે. આ ઓપરેટિંગ સિસ્ટમને કાર માટે ખાસ ડિઝાઇન કરવામાં આવતા ઓટો પ્રોડક્ટ પ્લેટફોર્મના બેઝ પર ડેવલપ કરવામાં આવી રહી છે.

ક્યારે લોન્ચ થશે?

નવી હોન્ડા e:N Series આવતા વર્ષથી ચીનમાં લોન્ચ કરવામાં આવશે. કંપની પ્રારંભિક તબક્કે e:N અને e:NP1 મોડેલ્સનું વેચાણ કરશે. કંપની તેની e:N સિરિઝના વ્યાપ માટે ત્રણ કોન્સેપ્ટ મોડેલ પર કામ કરી રહી છે. જેના e:N SUV Concept, e:N COUPE Concept અને e:N GT Concept સહિતના ચાર કોન્સેપ્ટ છે.

આ પણ વાંચો: ભારતનું સૌથી મોંઘું સ્કૂટર: કિંમત એટલી કે આ બજેટમાં આવી જાય શાનદાર કાર, જાણો કિંમત અને ફીચર્સ વિશે

e:NS1 અને e:NP1 મોડેલની ખાસિયત

આ મોડેલ્સમાં સ્પોર્ટી ડ્રાઇવિંગ ડાયનામિક્સની પણ સુવિધા હશે. 2024માં શરૂ થનારા ડોંગફેંગ હોન્ડા અને GAC હોન્ડામાં ખાસ EVને લાગતા પ્રોડક્શન પ્લાન્ટનું નિર્માણ થશે. આ સાથે તે ભારતમાંથી તેના નવા e:N સિરીઝ મોડલની નિકાસ પણ કરશે.

આ પણ વાંચો: Tata Punchને સુરક્ષા મામલે મળ્યું 5 સ્ટાર રેટિંગ, જાણો ભારતની અન્ય કાર કેટલી સુરક્ષિત

શું છે હોન્ડા મોટર્સનું લક્ષ્યાંક

હોન્ડા દ્વારા 2040 સુધીમાં વૈશ્વિક સ્તરે કમ્બશન એન્જીનની કારને વિદાય આપવાનો લક્ષ્યાંક છે. કંપનીએ બધી જ ટોચની બજારોમાં પોતાના ઈલેક્ટ્રિફિકેશનના ટાર્ગેટની પણ જાહેરાત કરી છે. કંપનીએ 2050 સુધીમાં કાર્બન ન્યુટ્રાલિટી અને ઝીરો ટ્રાફિક કોલીઝન ફેટેલિટીઝને સાકાર કરવા માટે નવા લક્ષ્યોની જાહેરાત કરી હતી. આ ઉપરાંત હોન્ડાએ તમામ મુખ્ય બજારોમાં ઇલેક્ટ્રિફિકેશનના લક્ષ્યાંકની જાહેરાત કરી હતી.
First published: