Hondaની કાર્સ પર 1 લાખ રૂપિયા સુધીની ઓફર, જાણો અહીં

News18 Gujarati
Updated: March 10, 2019, 1:09 PM IST
Hondaની કાર્સ પર 1 લાખ રૂપિયા સુધીની ઓફર, જાણો અહીં
Hondaની કાર્સ પર 1 લાખ રૂપિયા સુધીની ઓફર

હોન્ડા કાર્સે ભારતમાં તેના અમુક મોડલો પર સ્પેશિયલ ઓફરની જાહેરાત કરી છે

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: હોન્ડા કાર્સે ભારતમાં તેના અમુક મોડલો પર સ્પેશિયલ ઓફરની જાહેરાત કરી છે. આ ઓફર હેઠળ ગ્રાહકોને 1 લાખ રૂપિયા સુધીનો લાભ આપવામાં આવી રહ્યો છે. આ ઓફરમાં Brio, Amaze, WR-V, City અને BR-V સામેલ છે. કંપનીની આ ઓફર 31 માર્ચ, 2019 સુધી જ માન્ય છે.

Brioનો વર્ષ 2018માં લોન્ચ કરવામાં આવેલો મોડલ બંધ કરવામાં આવ્યો છે, પરંતુ કંપની વધેલા સ્ટોકને વેચશે. કંપની 19 હજાર રૂપિયા સુધીના લાભ અને MISPમાં 1 રૂપિયામાં વીમો આપી રહી છે. Amazeનું પ્રદર્શન ભારતમાં કંપની માટે સારું રહ્યું છે. અત્યાર સુધી દેશમાં આના 60,000થી વધુ યુનિટ્સ વેચાઇ ગયા છે. જોકે, આ કારમાં કોઇ કેશ ડિસ્કાઉન્ટ આપવામાં નથી આવી રહ્યું. જોકે, ચોથા અને પાંચમા વર્ષ માટે એક્સટેન્ડેડ વોરન્ટી આપવામાં આવી રહી છે. સાથે જ ગ્રાહકોને એક્સચેન્જ બોનસનો પણ લાભ મળશે. આ તમામ ઓફર્સ એ ગ્રાહકો માટે છે જે પોતાની કાર એક્સચેન્જ કરવા માગે છે.

નવા ગ્રાહકો માટે ચોથા અને પાંચમાં વર્ષ માટે એક્સટેન્ડેડ વોરન્ટી આપવામાં આવી રહી છે અને 3 વર્ષ માટે હોન્ડા કેર મેન્ટેનેન્સ પ્રોગ્રામ અપાશે. ઓફર્સ હેઠળ Jazzની વાત કરીએ આમાં 25,000 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ અને MISP હેઠળ 1 રૂપિયામાં 25,000 રૂપિયા સુધી વીમો આપવામાં આવશે.

આ પણ વાંચો: Xiaomiની અનોખી ઓફર, 100 યુઝર્સને મફ્તમાં મળશે Redmi Note 7 Pro!

City સેડાનની વાત કરીએ તો આમાં 1 રૂપિયામાં 32,000 રૂપિયા સુધી વીમો, 30,000 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ અને 10,000 રૂપિયાની એક્સેસરીઝ આપવામાં આવી રહી છે. આવી રીતે જ WR-V સાથે 1 રૂપિયામાં 25,000 રૂપિયા સુધી વીમો અને 17,000 રૂપિયા સુધી એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહી છે.

જ્યારે BR-Vની વાત કરીએ તો જૂની કાર એક્સચેન્જના બદલામાં 1 રૂપિયામાં 33,500 રૂપિયા સુધી વીમો મળશે. સાથે જ કંપની 50,000 રૂપિયા સુધી બોનસ અને 16,500 રૂપિયાની કિંમતની એક્સેસરીઝ પણ આપશે. જો ગ્રાહક BR-V એક્સચેન્જ ઓફર વગર ખરીદવા માગે છે તો તેમને કંપની વીમા ઓફરનો લાભ આપી રહી છે. સાથે જ 26,500 રૂપિયા સુધી એક્સેસરીઝનો લાભ પણ મળશે.
First published: March 10, 2019, 1:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading