Home /News /tech /Honda Activa: બહુ ઓછી કિંમતમાં ઘરે લાવો આ બેસ્ટ સેલિંગ Scooter! દર મહિને ચૂકવો માત્ર 1,613 રૂપિયા EMI

Honda Activa: બહુ ઓછી કિંમતમાં ઘરે લાવો આ બેસ્ટ સેલિંગ Scooter! દર મહિને ચૂકવો માત્ર 1,613 રૂપિયા EMI

Honda Activa દેશનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે.

Honda Activa Down Payment and EMI: આજે અમે તમને Honda Activaના ફાઇનાન્સ ઓપ્શન્સ અને સરળ EMI વિશે જણાવશું, જેથી તમે પોતાના બજેટ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો.

Honda Activa Down Payment and EMI: ઓટોમેટિક સ્કૂટર આજના સમયમાં રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે. ઓછી કિંમત, સારી માઇલેજ, લો મેન્ટેનન્સ અને ખાસ તો ઉપયોગિતાને જોતાં લગભગ દરેક ઘરમાં સ્કૂટરની જરૂરિયાત અનુભવાય છે. આ સેગમેન્ટમાં Honda Activa સૌથી પોપ્યુલર છે અને આ જ કારણ છે કે તે દેશનું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. કંપની દર મહિને આ સ્કૂટરના લગભગ પોણા 2 લાખ યુનિટ્સનું વેચાણ કરે છે, જે કોઈ અન્ય સ્કૂટરની સરખામણીમાં બહુ વધારે છે.

હોન્ડા એક્ટિવા પછી TVS Jupiter સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. આજે અમે તમને Honda Activaના ફાઇનાન્સ ઓપ્શન્સ અને સરળ EMI વિશે જણાવશું, જેથી તમે પોતાના બજેટ મુજબ યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો. જાણો કેવી રીતે તમે આ સ્કૂટરને બહુ ઓછા ખર્ચે ઘરે લાવી શકો છો.

શું છે ફાઇનાન્સ ઓપ્શન અને સરળ  EMI

હોન્ડાની ઓફિશિયલ વેબસાઇટ પર પ્રોડક્ટ્સની જાણકારી ઉપરાંત EMI કેલ્ક્યુલેટર પણ આપવામાં આવ્યું છે. અહીં ફાઇનાન્સ, ડાઉન પેમેન્ટ અને માસિક હપ્તાને લગતી સંપૂર્ણ માહિતી આ કેલ્ક્યુલેટર મુજબ છે. હાલમાં આ સ્કૂટરની કિંમત 71,432 રૂપિયાથી 73,177 રૂપિયાની વચ્ચે છે. અમે અહીં તેનું બેઝ મોડલ પસંદ કર્યું છે. જો તમે ડાઉન પેમેન્ટ તરીકે 21,332 રૂપિયા ચૂકવો છો, તો લોન અમાઉન્ટ 50,000 રૂપિયા થઈ જશે. કેલ્ક્યુલેટરમાં દાખલ 10% વ્યાજ દર અનુસાર, તમારે આ લોનની રકમ પર લગભગ રૂ. 8,081નું વ્યાજ ચૂકવવું પડશે.

આ પણ વાંચો: Uber દોડાવશે બસ, દિલ્હી અને ગુરૂગ્રામમાં ઉબર બસની તૈયારી પૂરજોશમાં

50,000 રૂપિયા આઉટસ્ટેન્ડિંગ લોન અમાઉન્ટ, 10% વ્યાજ દર અને 3 વર્ષની લોનની મુદત પસંદ કર્યા પછી દર મહિને 1,613 રૂપિયાનો માસિક હપ્તો (EMI) ચૂકવવો પડશે. અહીં તમે તમારા બજેટ મુજબ ડાઉન પેમેન્ટ, લોનની મુદત, વ્યાજ દર (બેંક મુજબ અલગ-અલગ હોય છે) પસંદ કરી શકો છો, જે તમારા માસિક હપ્તા વધુ કે ઓછા કરી શકે છે. સમગ્ર લોનની ચૂકવણી કર્યા પછી, તમે 3 વર્ષ પછી લગભગ રૂ. 58,081 ચૂકવશો.

કેવી છે નવી Honda Activa 6G

કંપનીએ વર્ષ 2020ની શરૂઆતમાં તેના આ લોકપ્રિય સ્કૂટરના સિક્સ્થ જનરેશન મોડલને રજૂ કર્યું હતું. તેમાં LED હેડલાઇટ (માત્ર ડિલક્સ વેરિઅન્ટમાં) સાથે સેમી-ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ આપવામાં આવ્યું છે, જેમાં તમને સ્પીડોમીટર, ઓડોમીટર અને ફ્યુઅલ ગેજ મળે છે. આ સ્કૂટરમાં 109.51cc ક્ષમતાનો સિંગલ સિલિન્ડર ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે 7.79PS પાવર અને 8.79Nm ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર પાછલા મોડલ કરતા લગભગ 10% વધુ માઈલેજ આપે છે.

આ પણ વાંચો: આ છે 10 લાખ રૂપિયામાં આવતી ટોપ 5 ફેમિલી કાર, કોઈ લક્ઝરી ગાડીથી ઓછા નથી તેના ફીચર્સ

Activa 6Gમાં કંપનીએ ACG સ્ટાર્ટર મોટર ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે જે તેના માઇલેજને વધારવામાં મદદ કરે છે. આ એન્જિન કિલ સ્વીચ સાથે આવે છે. ટેલિસ્કોપિક ફોર્ક અને 12-ઇંચનું મોટું ફ્રન્ટ વ્હીલ સૌથી નોંધપાત્ર ફેરફારોમાંનું એક છે. આ બંને અપડેટ હોન્ડા એક્ટિવાને સ્ટ્રેટ અને બેન્ડમાં વધુ સ્થિરતા આપે છે. પ્રીલોડ-એડજસ્ટેબલ મોનોશોક અને 10-ઇંચના રિયર વ્હીલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. Activa 6G બંને છેડે 130 mm ડ્રમ બ્રેક્સ સાથે આવે છે અને સ્ટાન્ડર્ડ તરીકે કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ (CBS) આપવામાં આવ્યું છે.
First published:

Tags: Auto news, Automobile, Emi, Gujarati tech news, Honda Activa, Honda Activa 6G

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો