electric vehicle : હોન્ડા ભારતીય બજાર માટે સંપૂર્ણપણે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર (Honda electric scooter) વિકસાવશે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હાલના ઇલેક્ટ્રિક સ્કૂટરનું રિવેમ્પ્ડ વેરિઅન્ટ લોન્ચ કરશે તે અંગે સ્પષ્ટતા થઈ નથી
ભારતના હોન્ડા (Honda) મોટરસાઇકલ એન્ડ સ્કૂટરનું એક્ટિવા (Honda activa) મોટરસાયકલ ખૂબ જ લોકપ્રિય છે. કંપની હવે ભારતના ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટ (Honda electric scooter)માં પ્રવેશવા જઈ રહી છે. કંપની આગામી 2023 સુધીમાં એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર (Activa electric scooter) લોન્ચ કરે તેવી શક્યતા છે. હોન્ડાના જણાવ્યા અનુસાર આગામી નાણાકીય વર્ષ સુધીમાં નવું ઇલેક્ટ્રિક સ્કૂટર તૈયાર થઇ જશે.
હોન્ડાની ભારતના ઇલેક્ટ્રિક વ્હીકલ (electric vehicle) સેગમેન્ટમાં પ્રવેશવાની યોજના અંગેના સમાચાર હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ આત્સુશી ઓગાટાએ આપ્યા હતા. જો કે, હોન્ડા ભારતીય બજાર માટે સંપૂર્ણપણે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર વિકસાવશે કે આંતરરાષ્ટ્રીય બજારમાં હાલના ઇલેક્ટ્રિક સ્કૂટરનું રિવેમ્પ્ડ વેરિઅન્ટ લોન્ચ કરશે તે અંગે સ્પષ્ટતા થઈ નથી.
ઇલેક્ટ્રિક સ્કૂટર એક્ટિવા નામથી લોન્ચ થશે
હોન્ડા એક્ટિવા હાલમાં ભારતમાં સૌથી વધુ વેચાતું સ્કૂટર છે. હોન્ડા તેના આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર માટે આ જ નામનો ઉપયોગ કરી શકે છે. આનાથી ગ્રાહકોને બ્રાન્ડ સાથે જોડાવાનું સરળ બનશે, કારણ કે 'એક્ટિવા' નામ બ્રાન્ડની યુએસપી જેવી વિશ્વસનીયતા અને પ્રદર્શન બતાવે છે.
હોન્ડા અત્યારે Benly ઇલેક્ટ્રિક સ્કૂટરનું કરી રહ્યું છે ટેસ્ટિંગ
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા હાલમાં ભારતમાં Benly ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ કરી રહી છે અને આ સ્કૂટરને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એઆરએઆઈ)માં પણ સ્પોટ કરવામાં આવ્યું હતું. Honda જાપાનમાં Benly ઇલેક્ટ્રિક સ્કૂટરના 4 અલગ અલગ મોડલ આપે છે. અલબત્ત, ઇલેક્ટ્રિક સ્કૂટર્સની રેન્જ મુખ્યત્વે B2B અને B2C બંને સેગમેન્ટમાં વધુને વધુ રેન્જ માટે છે. જેથી ઇલેક્ટ્રિક સ્કૂટર્સને પાવર આપવા પાવરટ્રેઇન અને હાર્ડવેરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.
કંપની દ્વારા Benly ઇલેક્ટ્રિક સ્કૂટરનું ટેસ્ટિંગ થઈ ચૂક્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર આગામી હોન્ડા Activa ઇલેક્ટ્રિક સ્કૂટરનો પાયો નાખશે તેવું માનવું અતિશયોક્તિ નથી. આ ઉપરાંત હોન્ડા પાસે તેના ઇન્ટરનેશનલ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં અન્ય ઇલેક્ટ્રિક સ્કૂટર્સ પણ છે. તેમાં Honda PCX ઇલેક્ટ્રિક, Honda Gyro e:, Honda Gyro Canopy e: સહિતના અન્ય ઘણા ઇલેક્ટ્રિક સ્કૂટર્સનો સમાવેશ થાય છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર