માત્ર 3000 રુપિયામાં લઇ આવો Honda Activa 5G, કંપની આપી રહી છે બમ્પર ઓફર

News18 Gujarati
Updated: October 18, 2018, 12:59 PM IST
માત્ર 3000 રુપિયામાં લઇ આવો Honda Activa 5G, કંપની આપી રહી છે બમ્પર ઓફર
ખરેખર, હોન્ડાએ જે ઓફર કરી છે તેના હેઠળ કુલ કિંમતના માત્ર 5 ટકા આપીને તમે ખરીદી શકો છો.

ખરેખર, હોન્ડાએ જે ઓફર કરી છે તેના હેઠળ કુલ કિંમતના માત્ર 5 ટકા આપીને તમે ખરીદી શકો છો.

  • Share this:
જો તમે પણ તહેવારો પર બ્રાન્ડ ન્યૂ એક્ટિવા લેવાનું વિચારી રહ્યાં હોય તો હોન્ડા તમારા માટે એક ઉત્તમ ઓફર લઈને આવી છે. જેના હેઠળ તમે માત્ર 3 હજાર રૂપિયા આપીને સ્કૂટર તમારા ઘર લઇ જઇ શકો છો. તે પણ તાજેતરમાં લોન્ચ થયેલી activa 5G. ખરેખર, હોન્ડાએ જે ઓફર કરી છે તેના હેઠળ કુલ કિંમતના માત્ર 5 ટકા આપીને તમે ખરીદી શકો છો.

બાકીની રકમ કંપની દ્વારા ફાયનાન્સ થઇ જશે, જેની તમે સરળ હપ્તામાં ચૂકવણી કરી શકો. હોન્ડા એક્ટિવા 5 જીની દિલ્હીમાં કિંમત 53,865 રૂપિયા છે . ત્યાં જો આપણે અન્ય શહેરોની વાત કરીએ તો ત્યાં તેની કિંમત લગભગ 62,627 રૂપિયા થાય છે. હવે કંપની તમને 95 ટકા સુધી ફાયનાન્સ કરાવી રહી છે. એટલે કે તમારે 5 ટકા એટલે કે (3131 રૂપિયા) જમા કરવા પડશે.

ફાયનાન્સની ફી માં મળી રહી છે છૂટ

કંપની દ્વારા કરવામાં આવેલી લોન પર કોઈ ડોક્યુમેન્ટેશન ચાર્જ આપવો નહીં પડે અને પ્રોસેસિંગ ફીસ પણ નહીં. એટલે તમારા 5000 રૂપિયા બચી જશે. હોન્ડા પોતાના સ્કૂટરના વેચાણ કરવામાં લગભગ તમામ કંપનીઓને પાછળ છોડ દીધી છે. આના પર હોન્ડા તરફથી નિવેદન પણ આપવામાં આવેલુ છે કે કંપનીએ 15 વર્ષમાં 1 કરોડ એક્ટિવના વેચાણની આકડાઓને પાર કર્યો હતો. જ્યારે બીજો એક કરોડના આકડા સુધી પહોંચવા માત્ર ત્રણ વર્ષનો જ સમય જ લાગશે.શું છે હોન્ડામાં ખાસહોન્ડા એકિટવા 5 જી તમારા શ્રેષ્ઠ સ્પેસિફિકેશન્સને કારણે પસંદગી કરવામાં આવે છે. આ સ્કૂટરમાં 109.19 સીસીના ફન કૂલ્ડ 4 સ્ટોકનું એન્જીન આપવામાં આવ્યું છે. આ સ્કૂટરના ટોચના વેરિયન્ટમાં ઍનાલૉગ-ડિજિટલ કૉમ્બો ક્લસ્ટર સાથે ઇકો સ્પીડ ઇન્ડિકેટર પણ આપવામાં આવ્યું છે. કંપનીએ આ સ્કૂટરના માયલેજને શાનદાર ગણાવતા 1 લિટરમાં 60 કિમી સુધી ચાલવાનો દાવો કર્યો છે. નવી હોન્ડા એક્ટિવામાં તમે ફ્યુઅલ ટેન્ક 5.3 લીટરની મળે છે.
First published: October 18, 2018
વધુ વાંચો
अगली ख़बर