આ ચીની કંપનીએ ભારતમાં લોન્ચ કર્યા ત્રણ સમાર્ટફોન, જાણો શું છે ખાસ

 • Share this:
  ચીની સ્માર્ટફોન નિર્માતા કંપની Homtomએ ભારતમાં એન્ટ્રી કરી છે. કંપનીએ ભારતમાં પોતાના ત્રણ સ્માર્ટફોન H1, H3 અને H5ને લોન્ચ કર્યા છે. સૌથી ખાસ વાત તે છે કે, કંપની પોતાના ત્રણ મોર્ડલ સાથે 3 વર્ષની વોરંટી અને બે વખત સ્ક્રિન રિપ્લેસમેન્ટની સુવિધા આપી રહી છે.

  હોમટોમએ દાવો કર્યો છે કે, તેમની પાસે 100થી વધારે પેટેન્ટ છે અને R&Dની તરફ તેમનું ખુબ જ ધ્યાન છે. સાથે જ કંપની મેક ઈન ઈન્ડિયા પહેલ હેઠળ ભારતમાં સ્માર્ટફોન બનાવવાની તૈયારી કરી રહી છે. કિંમત વિશે વાત કરીએ તો કંપનીએ Homtom H1ની કિંમત 7,490 રૂપિયા, H3ની કિંમત 9,990 રૂપિયા અને H5ની કિંમત 10,990 રૂપિયા રાખી છે. ગ્રાહકોને Homtom H1 અને H5 બ્લેક અને ગોલ્ડ કલર ઓપ્શનમાં અને Homtom H3 બ્લેક, સિલ્વર અને બ્લૂ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. ત્રણ સ્માર્ટફોન્સને ભારતમાં રિટેલ સ્ટોર્સ દ્વારા સેલ કરવામાં આવશે.

  Homtom H1ની સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર ચાલે છે. આ સ્માર્ટફોનમાં 18:9 રેશ્યો સાથે 5.5 ઈંચ HD+(640x1280) ઈનસેલ ડિસ્પલે આપવામાં આવી છે. આમાં 2 જીબી રેમ સાથે 1.3Ghz Mediatek પ્રોસેસર આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે આમાં રિયરમાં 13 એમપી અને 2 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે અને ફ્રન્ટમાં 8 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. આમાં ફેસ અનલોક ફિચર પણ આપવામાં આવ્યો છે. આમાં 16 જીબીની ઈન્ટરનલ મેમોરી અને બેટરી 3,000mAhની છે.

  Homtom H3ની ખાસિયતોની વાત કરીએ તો ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટવાળો H3 એન્ડ્રોઈડ ઓરિયો પર જ ચાલે છે અને આમાં 18:9 રેશ્યો સાથે 5.5 ઈંચ HD+ (720x1440 પિક્સલ) ડિસ્પલે આપવામાં આવી છે. આમાં 3GB રેમ સાથે 1.3GHz MediaTek પ્રોસેસર આપવામાં આવ્યો છે. ફોટોગ્રાફી માટે આ સ્માર્ટફોનના રિયરમાં 13 એમપી અને 2 મેગાપિક્સલના બે કેમેરા આપવામાં આવ્યા છે અને ફ્રન્ટમાં 8 એમપીનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં 32GB રેમ સાથે 32GBની ઈન્ટરનલ મેમોરી આપવામાં આવી છે અને આની બેટરી 3,500mAhની છે.

  અંતમાં Homtom H5ની વાત કરીએ તો ડ્યુઅલ-સિમ (નેનો) સપોર્ટવાળો આ સ્માર્ટફોન પણ એન્ડ્રોઈડ 8.1 ઓરિયો પર જ ચાલે છે આમાં 18:9 રેશ્યો સાથે 5.5 ઈંચ HD+ (720x1440 પિક્સલ) ડિસ્પલે આપવામાં આવી છે. 3GB રેમ સાથે 1.3GHzની સ્પીડવાળું મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યો છે.

  ફોટોગ્રાફી માટે આના રિયરમાં બે કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં પહેલો કેમેરો 16 એમપી છે અને બીજો કેમેરો 2 મેગાપિક્સલનું છે. જ્યારે આના ફ્રન્ટમાં 8 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આની ઈન્ટરનલ મેમોરી 32GBની છે, જેને એસડી કાર્ડ દ્વારા વધારી શકા છે અને આની બેટરી 3,300mAhની છે.
  Published by:Mujahid Tunvar
  First published: